Vaccine Certificate : કોરોના વેક્સિન પ્રમાણપત્ર પર PM મોદીના ફોટાનું શું કામ છે ? કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ

|

Oct 09, 2021 | 2:58 PM

અરજદારે કહ્યું કે, રોગચાળા સામેની લડાઈને જનસંપર્ક અને મીડિયા અભિયાનમાં રૂપાંતરિત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદીના ફોટા વગર રસીનું પ્રમાણપત્ર લેવાનો દરેકને અધિકાર છે.

Vaccine Certificate : કોરોના વેક્સિન પ્રમાણપત્ર પર PM મોદીના ફોટાનું શું કામ છે ? કેરળ હાઈકોર્ટે કેન્દ્ર સરકાર પાસે માંગ્યો જવાબ
Kerala High Court

Follow us on

Vaccine Certificate : કેરળ હાઇકોર્ટે કોરોના વેક્સિન સર્ટિફિકેટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તસવીર અંગે કેન્દ્ર સરકારને નોટિસ મોકલી છે. કેરળ હાઇકોર્ટે શુક્રવારે કેન્દ્ર સરકારને નોટિસ મોકલીને અરજી પર જવાબ માંગ્યો હતો.

જેમાં પીએમ મોદીની તસવીર વગર કોરોના રસીકરણ પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું. કોટ્ટાયમના રહેવાસી પીટિશનર એમ પીટરે દલીલ કરી હતી કે વર્તમાન રસી પ્રમાણપત્ર (Vaccine Certificate) નાગરિકના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને વડાપ્રધાનના ફોટોગ્રાફ વગર પ્રમાણપત્ર માંગે છે.

અરજી દાખલ કર્યા બાદ ન્યાયમૂર્તિ પી.બી. સુરેશ કુમારે કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોને બે સપ્તાહની અંદર તેમના મંતવ્યો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. અરજદારે યુએસએ, ઇન્ડોનેશિયા, ઇઝરાયલ, જર્મની સહિતના ઘણા દેશોમાંથી રસીકરણ પ્રમાણપત્રો પણ રજૂ કર્યા હતા, જેમાં જણાવ્યું હતું કે, તેમાં પ્રમાણપત્ર પરની તમામ જરૂરી માહિતી છે અને સરકાર (Government)ના વડાઓના ફોટોગ્રાફ્સ નથી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

અરજદારે એમ પણ કહ્યું કે, તેણે આ પ્રમાણપત્ર પોતાની સાથે ઘણી જગ્યાએ લઈ જવાનું છે અને પ્રમાણપત્રમાં પીએમ (PM MODI)ની તસવીરની કોઈ સુસંગતતા નથી. આ સ્થિતિમાં જો સરકાર ઈચ્છે તો લોકોને કોઈ પણ ફોટો વગર સર્ટિફિકેટ (Certificate) લેવાનો વિકલ્પ આપી શકાય છે.

પ્રધાનમંત્રીના ફોટા વગર રસી પ્રમાણપત્ર લેવાનો અધિકાર

અરજદારે એડવોકેટ અજિત જોય મારફતે દાખલ કરેલી અરજીમાં જણાવ્યું હતું કે, રોગચાળા સામેની લડાઈને જનસંપર્ક અને મીડિયા અભિયાનમાં રૂપાંતરિત કરવામાં આવી છે. આ છાપ આપે છે કે તે વન મેન શો છે અને સમગ્ર અભિયાન એક વ્યક્તિને પ્રોજેક્ટ કરવાનું છે. તે પણ સરકારી ખજાનાના ખર્ચે કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમને પીએમ મોદી (PM MODI)ના ફોટા વગર રસીનું પ્રમાણપત્ર લેવાનો દરેકને અધિકાર છે.

અગાઉ, કેન્દ્ર સરકારે (Central Government) રસીના પ્રમાણપત્ર (Vaccine certificate)માં વડાપ્રધાનની તસવીર સામેલ કરવાના તેના નિર્ણયનો બચાવ કરતા કહ્યું હતું કે, પીએમ મોદીનો ફોટો કોવિડ સામે જાગૃતિ લાવવામાં મદદ કરે છે. બે મહિના પહેલા જ્યારે ઉપલા ગૃહમાં આ પ્રશ્ન આવ્યો ત્યારે આરોગ્ય રાજ્ય મંત્રી બીપી પવારે કહ્યું કે જાગૃતિને પ્રોત્સાહન આપવાનો આ આદર્શ માર્ગ છે.

 

આ પણ વાંચો : Lakhimpur Kheri Violence: પોલીસ આ 4 મુદ્દાઓ પર આશિષ મિશ્રાની પૂછપરછ કરશે, જાણો 315 બોરની બંદૂકનો મામલો શું છે

Next Article