Kejriwal Home Renovation Row: ‘કેજરીવાલને ઘરના રિનોવેશન માટે મેં આપ્યા હતા પૈસા’, મહાઠગ સુકેશ ચંદ્રશેખરનો દાવો, દિલ્હી LGને લખ્યો પત્ર
પત્રમાં સુકેશે કહ્યું છે કે રિનોવેશન દરમિયાન મોંઘા ફર્નિચર અને પલંગ ખરીદવામાં આવ્યા હતા, જેના માટે મેં પૈસા ચુકવ્યા હતા. આ ફર્નિચર અને બેડ એ જ ઘરના રિનોવેશન માટે હતા, હાલ જેની તપાસના દાયરામાં અરવિંદ કેજરીવાલ છે.
મહાઠગ સુકેશ ચંદ્રશેખરે (Sukesh Chandrasekhar) દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને વધુ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશે કહ્યું છે કે તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) સત્તાવાર નિવાસસ્થાનના રિનોવેશન માટે પૈસા આપ્યા છે. આવી સ્થિતિમાં હવે રિનોવેશન માટે કરાયેલી કથિત ખરીદીની તપાસ થવી જોઈએ. સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તેમણે દિલ્હીના સીએમના ઘરના મોંઘા ફર્નિચર અને બેડ માટે પૈસા ચૂકવ્યા હતા. હાલમાં કેજરીવાલના ઘરના રિનોવેશનની તપાસ ચાલી રહી છે.
પત્રમાં સુકેશે કહ્યું છે કે રિનોવેશન દરમિયાન મોંઘા ફર્નિચર અને પલંગ ખરીદવામાં આવ્યા હતા, જેના માટે મેં પૈસા ચુકવ્યા હતા. આ ફર્નિચર અને બેડ એ જ ઘરના રિનોવેશન માટે હતા, હાલ જેની તપાસના દાયરામાં અરવિંદ કેજરીવાલ છે. તેણે દાવો કર્યો કે ફર્નિચરને જાતે જ અરવિંદ કેજરીવાલ અને સતેન્દ્ર જૈને પસંદ કર્યુ હતું. સુકેશ કહે છે કે તેણે ફર્નિચરની તસવીરો વ્હોટ્સએપ અને ફેસટાઈમ ચેટ દ્વારા બંને લોકોને મોકલી હતી. ત્યારબાદ તેમણે ફર્નિચર પસંદ કર્યું.
આ પણ વાંચો: Khalistan: Pakistanમાં ઠાર મરાયો ખાલિસ્તાની કમાન્ડો પરમજીત સિંહ પંજવાર, ભારતમાં હતો વોન્ટેડ
ચાંદીની ક્રોકરી લેવાનો આરોપ
સુકેશે પોતાના પત્રમાં એવો પણ દાવો કર્યો હતો કે આમ આદમી પાર્ટીના સુપ્રીમો કેજરીવાલે ઘરની સજાવટની મોંઘી વસ્તુઓ માટે લાખો રૂપિયા ચૂકવ્યા હતા. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે મુખ્યમંત્રી કેજરીવાલે મુખ્યમંત્રી આવાસમાંથી લીધેલા લાખો રૂપિયાનું મોંઘા બ્રાન્ડનું ફર્નિચર ખરીદ્યું. તેમાં રાલ્ફ લોરેન અને વિઝનેર બ્રાન્ડનું ફર્નિચર પણ સામેલ હતું.
પત્રમાં કહેવામાં આવ્યું હતું કે ફર્નિચર સિવાય અરવિંદ કેજરીવાલ તેમના ઘર માટે ચાંદીની ક્રોકરી ઈચ્છતા હતા. દક્ષિણ ભારતના એક ઝવેરીએ તેને 90 લાખ રૂપિયાની ચાંદીની ક્રોકરી આપી. તે કેજરીવાલને કરોલબલમાં પ્રોજેક્ટ મેળવવા માટે ભેટ તરીકે આપવામાં આવ્યો હતો. સુકેશનું કહેવું છે કે તેણે જ કેજરીવાલને આ જ્વેલરની મુલાકાત કરાવી હતી.
સુકેશે પત્રમાં જણાવ્યું છે કે 15 થાળી પ્લેટ, 20 ચાંદીના ગ્લાસ, કેટલીક મૂર્તિઓ, ઘણા બાઉલ અને ચાંદીની ચમચી મુખ્યમંત્રી કેજરીવાલના નિવાસસ્થાને પહોંચાડવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…