દિલ્હીમાં પ્રદુષણ વધતા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય,એક અઠવાડિયા સુધી તમામ સ્કૂલ રહેશે બંધ

|

Nov 13, 2021 | 6:47 PM

રાજધાનીમાં વધતા પ્રદુષણને લઈને આજે મુખ્યપ્રધાન કેજરીવાલની અધ્યક્ષતામાં ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં પ્રદુષણ વધતા કેજરીવાલ સરકારનો મોટો નિર્ણય,એક અઠવાડિયા સુધી તમામ સ્કૂલ રહેશે બંધ
Arvind Kejriwal, Chief Minister, Delhi (File photo)

Follow us on

Air Pollution : દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખુબ ગંભીર છે. એર ક્વોલિટી મોનિટરિંગ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર, શહેરનું પ્રદૂષણ આગામી થોડા દિવસોમાં લોકોની સમસ્યાઓમાં વધારો કરી શકે છે. રાજધાનીમાં(Delhi)  વધતા પ્રદુષણને કારણે સુર્યની ચમક પણ ઝાંખી પડી રહી છે.લોકોએ શ્વાસ લેવો પણ મુશ્કેલ બની રહ્યો છે.ત્યારે વધતા પ્રદુષણને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકાર(Kejriwal Government)  દ્વારા આજે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.

કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી ઈમરજન્સી બેઠકમાં મોટો નિર્ણય

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દિવાળી બાદથી જ દિલ્હીના પ્રદુષણમાં(Air Pollution)  એકાએક વધારો થયો હતો. મુખ્યપ્રધાન કેજરીવાલની અધ્યક્ષતામાં મળેલી ઈમરજન્સી બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં એક અઠવાડિયા સુધી તમામ સ્કુલ બંધ રહેશે તેમજ સરકારી કચેરીઓમાં પણ 100 ટકા વર્ક ફ્રોમ હોમનો નિર્ણય લાગુ કરવામાં કરવામાં આવ્યો છે.

ખાનગી એકમો માટે ગાઈડલાઈન જાહેર

રાજધાની દિલ્હીમાં વધતા પ્રદુષણને કારણે એક સપ્તાહ સુધી  સરકારી કચેરીઓનું કામકાજ  100 ટકા વર્ક ફ્રોમ હોમ કરવા કેજરીવાલ સરકારે આદેશ કર્યા છે. ઉપરાંત ખાનગી એકમો માટે પણ ગાઈડલાઈન (Guidelines) જારી કરવામાં આવી છે.જેમાં શક્ય હોય તે તમામ ખાનગી એકમોમાં પણ વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવા એડવાયઝરી જાહેર કરવામાં આવી છે.

આ તારીખ સુધી નિમાર્ણ કાર્ય પણ રહેશે બંધ

ઠંડી વધવા સાથે દિલ્હીમાં પ્રદૂષણ પણ ચિંતાજનક રીતે વધારો નોંધાય રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા આગામી 14 નવેમ્બર થી 17 નવેમ્બર સુધી શહેરના તમામ નિમાર્ણ કાર્ય (Construction Work) બંધ રાખવાનો આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધતા હવા પ્રદુષણને કારણે યમુના નદીમાં જાણે ઝેરી ફીણોની ચાદર પથરાઈ હોય તેવુ લાગી રહ્યુ છે.

આ પણ વાંચો: કોંગ્રેસે ફેસબુકના સીઇઓ માર્કઝુકરબર્ગને પત્ર લખ્યો, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભાજપ તરફી પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો

આ પણ વાંચો: કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

Published On - 6:08 pm, Sat, 13 November 21

Next Article