AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન માટે વારાણસી પહોંચ્યા જેપી નડ્ડા, PM મોદીના આગમન પહેલા તૈયારીઓનું કરશે નિરીક્ષણ

CM યોગીએ PM મોદીના આગમનને લઈને શ્રી કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન સહિત ચૌબેપુરમાં સ્વરવેદ મહામંદિરના કાર્યક્રમની સમીક્ષા કરી હતી. તૈયારીઓની સમીક્ષા કરીને, તેમણે એસપીજી, અન્ય અધિકારીઓ, પ્રભારી મંત્રી સહિત સંગઠનના અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી.

Kashi Vishwanath Corridor: કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન માટે વારાણસી પહોંચ્યા જેપી નડ્ડા, PM મોદીના આગમન પહેલા તૈયારીઓનું કરશે નિરીક્ષણ
Yogi Adityanath - JP Nadda
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 9:12 PM
Share

Kashi Vishwanath Corridor: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સોમવારે વારાણસી (Varanasi)માં કાશી વિશ્વનાથ કોરિડોર (Kashi Vishwanath Corridor)ને જનતાને સમર્પિત કરશે. આ વિશાળ પ્રોજેક્ટથી પ્રવાસનને વેગ મળવાની અપેક્ષા છે. PM વારાણસી પહોંચે તે પહેલા ભાજપ (BJP)ના દિગ્ગજ નેતાઓ ત્યાં પહોંચી રહ્યા છે. રવિવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (CM Yogi) અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda) વારાણસી પહોંચ્યા હતા. સીએમ યોગી બપોરે પહોંચ્યા હતા. જેપી નડ્ડા સાંજે પહોંચ્યા જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું.

CM યોગીએ PM મોદીના આગમનને લઈને શ્રી કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન સહિત ચૌબેપુરમાં સ્વરવેદ મહામંદિરના કાર્યક્રમની સમીક્ષા કરી હતી. તૈયારીઓની સમીક્ષા કરીને, તેમણે એસપીજી, અન્ય અધિકારીઓ, પ્રભારી મંત્રી સહિત સંગઠનના અન્ય અધિકારીઓ સાથે વાતચીત કરી. કાશીમાં PM મોદીના રોકાણ સુધી મુખ્યમંત્રી રોકાશે. 12 ડિસેમ્બરે કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજ્ય ચૂંટણી પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન (Dharmendra Pradhan) અને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) સહિત ઘણા મંત્રી વારાણસી પહોંચશે.

નડ્ડા અધિકારીઓ સાથે ચર્ચા કરશે કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન પહેલા બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા વારાણસી પહોંચી ગયા છે. અહીં તેઓ કોરિડોરના ઉદ્ઘાટનને લઈને વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન હાજર રહેશે. કાશી વિશ્વનાથ કોરિડોર અંગે ગૃહના અધિક મુખ્ય સચિવ જણાવ્યું હતું કે, અહીં વડાપ્રધાન, મુખ્યમંત્રી અને સંતોના આગમન સાથે આપણા બધા માટે ગૌરવનો દિવસ હશે. પ્રોજેક્ટ 2018 માં શરૂ થયો હતો અને હવે પૂર્ણ થયો છે.

હોટેલ બુકિંગ ફુલ કાશી વિશ્વનાથ કોરિડોરના ઉદ્ઘાટન સાથે વારાણસીમાં પ્રવાસન વધવાની અપેક્ષા છે. આ સમયે અહીં કેટરિંગ, ટ્રાન્સપોર્ટ અને અન્ય બિઝનેસ વધી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લોકો દૂર-દૂરથી કાશી આવી રહ્યા છે. કાશીમાં હોટેલો સંપૂર્ણ ભરાઈ ગઈ છે. જે પ્રકારનું વાતાવરણ દીપાવલી સમયે થાય છે, એવું જ કંઈક વાતાવરણ આ સમયે જોવા મળે છે.

સુરક્ષા વધારી દેવામાં આવી આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને, મોટાભાગના રહેવાસીઓ અને સ્થાનિક પ્રવાસીઓમાં ઉત્સાહ છે, જેને ધ્યાનમાં રાખીને વારાણસીમાં પોલીસ સુરક્ષા વધારી દેવામાં આવી છે. બાર જ્યોતિર્લિંગોમાંના એક એવા પ્રતિષ્ઠિત મંદિરની નજીકની શેરીઓમાં કોતરણીવાળા લેમ્પપોસ્ટ્સ પર પોસ્ટરો લગાવવામાં આવ્યા છે, જેમાં આ પ્રોજેક્ટના વિઝનને સાકાર કરવા માટે મોદીની પ્રશંસા કરવામાં આવી છે.

આ પણ વાંચો: Goa Assembly Elections: TMC સાથે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, કહ્યું- અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું

આ પણ વાંચો: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડમાં 300 જગ્યાઓ માટે ભરતી, ITI અને ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">