Goa Assembly Elections: TMC સાથે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, કહ્યું- અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું

અરવિંદ કેજરીવાલની પાર્ટીએ 2017માં ગોવા વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. આગામી 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કમર કસી લીધી છે.

Goa Assembly Elections: TMC સાથે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી, કહ્યું- અમે ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવીશું
Arvind Kejriwal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 8:30 PM

Goa Assembly Elections: આમ આદમી પાર્ટી (Aam Aadmi Party- AAP)એ રવિવારે કહ્યું કે તે ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી માટે મમતા બેનર્જીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે ગઠબંધન કરશે નહીં. પાર્ટીના ગોવા ડેસ્કના પ્રભારી આતિશીએ જણાવ્યું હતું કે AAP ગોવામાં સારા ઉમેદવારો ઉભા કરશે અને નવો વિકલ્પ પ્રદાન કરશે અને પ્રામાણિક અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવશે. ગોવામાં આવતા વર્ષની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.

આતિશીએ ટ્વિટ કર્યું, ‘હું પૂરી જવાબદારી સાથે કહી રહ્યો છું કે TMC સાથે કોઈ ગઠબંધન નહીં થાય. તેથી તેની સાથે વાત કરવાનો પ્રશ્ન જ નથી. અમે એક નવો વિકલ્પ આપવા અને સારા ઉમેદવારો સાથે ગોવામાં ભ્રષ્ટાચાર મુક્ત સરકાર બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.” તેણે પશ્ચિમ બંગાળ સ્થિત લેખકના ટ્વિટનો જવાબ આપ્યો હતો.

લેખકે એક સમાચારને ટાંકીને કહ્યું કે, આમ આદમી પાર્ટી ગોવામાં TMC સાથે ગઠબંધન કરવા આતુર છે અને મમતા બેનર્જીની પાર્ટીએ હજુ સુધી આ પ્રસ્તાવ પર નિર્ણય લીધો નથી. જો કે આ મુદ્દે બંને પક્ષો વચ્ચે વાતચીતનો રાઉન્ડ યોજાયો છે. AAP પાર્ટીએ ગોવા વિધાનસભા ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

2017ની ચૂંટણીમાં AAPને એક પણ સીટ મળી ન હતી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટીએ 2017માં ગોવા વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી, પરંતુ પાર્ટીને એક પણ બેઠક મળી ન હતી. આગામી 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પક્ષોએ પોતાના કમર કસી લીધી છે. તમામ પક્ષો જનતાને રીઝવવાના તેમના પ્રયાસોમાં કોઈ કસર છોડી રહ્યા નથી. રાજકીય પક્ષોમાં એકબીજાથી આગળ રહેવાની સ્પર્ધા ચાલી રહી છે.

દિલ્હીના મુખ્યપ્રધાન અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે તાજેતરમાં તેમના ગોવાના પ્રવાસ દરમિયાન મફત વીજળી, મફત યાત્રાધામ, બેરોજગારી ભથ્થું અને મહિલાઓને 1 હજાર રૂપિયાની ભેટ આપવા સહિતની ઘણી વિશેષ ચૂંટણી જાહેરાતો કરી હતી.

TMCએ ગોવામાં મહિલાઓને ભેટ આપી તૃણમૂલ કોંગ્રેસે ગોવામાં મહિલાઓ માટે ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ (direct cash transfer scheme) ની પણ જાહેરાત કરી છે. નેતા મહુઆ મોઇત્રાએ જણાવ્યું કે આ યોજનાનું નામ ‘ગૃહ લક્ષ્મી’ રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે દરેક ઘરની એક મહિલાને દર મહિને પાંચ હજાર રૂપિયા આપવામાં આવશે જેથી તેમને મોંઘવારીનો સામનો કરવામાં મદદ મળી શકે. તેમણે કહ્યું કે તેમની પાર્ટી ટૂંક સમયમાં યોજનાના લાભાર્થીઓમાં કાર્ડનું વિતરણ શરૂ કરશે. આ કાર્ડમાં એક ઓળખ નંબર હશે અને TMC સત્તામાં આવ્યા બાદ તેનો અમલ શરૂ થશે.

આ પણ વાંચો: વડોદરાની SSG અને નરહરિ હોસ્પિટલને ICU ઓન વ્હીલ એમ્બ્યુલન્સ આપવામાં આવી

આ પણ વાંચો: Team India: દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે આ બે બેટ્સમેનોને લાગી શકે છે લોટરી, શિખર ઘવનને મોકાની રાહ

g clip-path="url(#clip0_868_265)">