મોટા સમાચાર: આવતીકાલથી ફરી ખુલશે કરતારપુર કોરિડોર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી જાહેરાત

|

Nov 16, 2021 | 4:03 PM

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને કહ્યું કે, 'એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આવતીકાલે એટલે કે 17મી નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે'.

મોટા સમાચાર: આવતીકાલથી ફરી ખુલશે કરતારપુર કોરિડોર, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી જાહેરાત
Kartarpur Sahib Gurdwara

Follow us on

કેન્દ્ર સરકારે 17 નવેમ્બરથી કરતાપુર સાહિબ (Kartarpur Sahib) કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ‘એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી મોટી સંખ્યામાં શીખ શ્રદ્ધાળુઓને ફાયદો થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) સરકારે આવતીકાલે એટલે કે 17મી નવેમ્બરથી કરતારપુર સાહિબ કોરિડોરને ફરીથી ખોલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય શ્રી ગુરુ નાનક દેવજી અને આપણા શીખ સમુદાય પ્રત્યે મોદી સરકારની અપાર શ્રદ્ધા દર્શાવે છે.

કરતારપુર સાહિબ ગુરુદ્વારાની (Kartarpur Sahib Gurdwara) યાત્રા માર્ચ 2020 માં કોરોના વાયરસને કારણે સ્થગિત કરવામાં આવી હતી. અગાઉ, પંજાબના ભારતીય જનતા પાર્ટી (BJP) નેતાઓએ રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને તેમને ગુરુ પર્વ પહેલા કરતારપુર કોરિડોરને ફરીથી ખોલવા વિનંતી કરી હતી.

ભાજપના પંજાબ એકમના અધ્યક્ષ અશ્વિની શર્માએ જણાવ્યું કે 11 રાજ્યના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ વડાપ્રધાન મોદીને તેમના નિવાસસ્થાને મળ્યું અને તેમને ગુરુ નાનક દેવજીના અનુયાયીઓની ભાવનાઓથી વાકેફ કર્યા.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

નવજોત સિંહ સિદ્ધુએ નિર્ણયને આવકાર્યો
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ કરતારપુર કોરિડોર ખોલવાનું સ્વાગત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું, ‘સ્વાગત યોગ્ય પગલાં, અનંત શક્યતાઓનો કોરિડોર ફરીથી ખોલવામાં આવ્યો છે. નાનક નામ લેનારાઓને અમૂલ્ય ભેટ. મહાન ગુરુનો કોરિડોર બધા પર આશીર્વાદ વરસાવવા માટે હંમેશા ખુલ્લો રહે.

પાકિસ્તાને કોરિડોર ખોલવાની વિનંતી કરી હતી
પાકિસ્તાને મંગળવારે ભારતને વિનંતી કરી કે તેના તરફથી કરતારપુર કોરિડોર ફરીથી ખોલે અને શીખ તીર્થયાત્રીઓને ગુરુ નાનક દેવની જન્મજયંતિ પર આયોજિત ઉજવણી માટે પવિત્ર સ્થળની મુલાકાત લેવાની મંજૂરી આપે. પાકિસ્તાનના વિદેશ કાર્યાલયે કહ્યું, “ભારતે હજી સુધી તેની બાજુથી કોરિડોર ખોલ્યો નથી અને તીર્થયાત્રીઓને કરતારપુર સાહિબની મુલાકાત લેવાની મંજૂરી આપી નથી. અમે તે દિવસ માટે ભારત અને વિશ્વભરના તીર્થયાત્રીઓને આવકારવા માટે આતુર છીએ.”

ગુરુ પર્વ 19 નવેમ્બરે ઉજવવામાં આવશે
ગુરુ નાનકની જન્મજયંતિ તરીકે ઉજવાતો ગુરુ પર્વ આ વર્ષે 19 નવેમ્બરે ઉજવવામાં આવશે. ગુરુદ્વારા કરતારપુર સાહિબ શીખ ધર્મના અનુયાયીઓ માટે સૌથી પવિત્ર સ્થાનોમાંથી એક છે. તેનું ફરી શરૂ થવું એ પંજાબ માટે ભાવનાત્મક મુદ્દો છે. એટલા માટે કોંગ્રેસ અને અકાલી દળ સહિત તમામ પક્ષો તેને ફરીથી ખોલવાની માગ કરી રહ્યા હતા.

 

આ પણ વાંચો : Purvanchal Expressway Inauguration: PM મોદીએ કર્યું પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન, કહ્યું- આ છે યુપીના વિકાસનો એક્સપ્રેસ વે

આ પણ વાંચો : કોરોનાએ વધાર્યું ટેન્શન ! બંને ડોઝ લેનારા લોકોને પણ થઈ રહ્યું છે સંક્રમણ, નવા આવતા કેસમાં 40 ટકા આવા દર્દીઓ

Published On - 4:01 pm, Tue, 16 November 21

Next Article