Corona Update : કેરળ બાદ કર્ણાટકમાં કોરોના કેસમાં ઉછાળો, એક દિવસમાં કોરોનાના કેસમાં 34 ટકાનો વધારો

|

Jul 30, 2021 | 3:23 PM

લાંબા સમયના લોકડાઉન બાદ કર્ણાટકમાં પ્રતિબંધો હળવા કરવામાં આવ્યા છે. શાળાઓને ઓફલાઇન વર્ગો ખોલવાની મંજૂરી પણ આપવામાં આવી છે. ઉપરાંત ધંધા રોજગારોને પણ મંજુરી આપવામા આવી છે.

Corona Update : કેરળ બાદ કર્ણાટકમાં કોરોના કેસમાં ઉછાળો, એક દિવસમાં કોરોનાના કેસમાં 34 ટકાનો વધારો
Karnataka - Corona Cases

Follow us on

Corona Update : કર્ણાટકમાં ફરી એકવાર રાજધાની બેંગલુરુ (Bengaluru) સહિત સમગ્ર રાજ્યમાં કોરોના કેસોમાં ઉછાળો આવ્યો છે. રાજ્યમાં એક દિવસમાં 2,052 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના (Corona) સંક્રમણમાં 34 ટકા વધુ કેસ નોંધાયા છે. આપને જણાવવું રહ્યું કે, બુધવારે કોરોના કેસોમાં 1531 નવા કેસ નોંધાયા હતા, જ્યારે ગુરૂવારે આ કેસો વધીને 2,052 સુધી પહોંચ્યા છે.

રાજધાની બેંગલુરુની વાત કરવામાં આવે તો બુધવારે કોરોનાનાં 376 કેસ નોંધાયા હતા. જ્યારે ગુરુવારે આ કેસ (Corona Case) વધીને 505 સુધી પહોંચી ગયા છે. હાલમાં, રાજ્યમાં 23,253 સક્રિય કેસો છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ગુરૂવારે 1,48,861 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી 2,052 દર્દીઓમાં કોરોનાનું સંક્રમણ જોવા મળ્યું હતું.

કર્ણાટકમાં (Karnataka) છેલ્લા 24 કલાકમાં 35 દર્દીઓનાં કોરોનાને (Corona) કારણે મોત થયા છે. નવા કેસો સાથે કર્ણાટકમાં કોરોના કેસોની સંખ્યા 29 લાખને પાર પહોંચી છે અને અત્યાર સુધીમાં 36491 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

પ્રતિબંધોમાં ઢીલ આપતા કોરોના સંક્રમણમાં નોંધાયો વધારો

રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટતા પ્રતિબંધો (Restrictions) હળવા કરવામાં આવ્યા હતા. જેમાં 19 જુલાઈથી થિયેટરો (Theaters) ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી અને રાત્રિ કર્ફ્યુનો (Curfew) સમય પણ ઘટાડવામાં આવ્યો હતો. ઉપરાંત, કોલેજો અને યુનિવર્સિટીઓના ઓફલાઈન વર્ગો ખોલવાની પણ મંજુરી આપવામાં આવી હતી.

 

આ પણ વાંચો: મધ્યપ્રદેશ-રાજસ્થાનના લોકોમાં સૌથી વધુ એન્ટીબોડી, કેરળના લોકોમાં સૌથી ઓછી, જાણો ગુજરાત સહીત અન્ય રાજ્યની સ્થિતિ

આ પણ વાંચો: Gujarat માં સીરો સર્વેમાં 75. 3 ટકા લોકોમાં એન્ટિબોડી વિકસી : આઇસીએમઆર

Next Article