Gujarat માં સીરો સર્વેમાં 75. 3 ટકા લોકોમાં એન્ટિબોડી વિકસી : આઇસીએમઆર

દેશમાં આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સીરો સર્વેમાં માહિતી મળી છે કે ગુજરાતના 75. 3 ટકા લોકો એન્ટિબોડી મળ્યા છે. જેમાં79 ટકા એન્ટિબોડીની સાથે મધ્યપ્રદેશ સૌથી આગળ છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 8:13 PM

દેશમાં આઇસીએમઆર(ICMR) દ્વારા કરવામાં આવેલા સીરો સર્વેમાં માહિતી મળી છે કે ગુજરાત(Gujarat) ના 75. 3 ટકા લોકોમાં એન્ટિબોડી મળ્યા છે. જેમાં79 ટકા એન્ટિબોડીની સાથે મધ્યપ્રદેશ સૌથી આગળ છે જ્યારે 44.4 ટકા એન્ટિબોડીની સાથે કેરળ સૌથી પાછળ છે. જેમાં દેશનાં 21 રાજ્યમાં આ સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં દેશના 8 રાજ્યમાં 70 ટકા લોકોમાં એન્ટિબોડી મળી છે.જ્યારે આપણે જો અન્ય રાજ્યની વાત કરીએ તો રાજસ્થાન 76.2 ટકા, બિહાર 75.9 ટકા, છત્તીસગઢ 74.6 ટકા, પશ્ચિમ બંગાળ 60.9 ટકા, હરિયાણા 60.1 ટકા, મહારાષ્ટ્ર 58.5 ટકા અને આસામ 50.3 ટકા લોકોમાં એન્ટિબોડી મળ્યા છે.ઈન્ડિયન મેડિકલ રિસર્ચ કાઉન્સિલે સર્વે કરાવ્યો હતો. આ સર્વે 14 જૂનથી 16 જુલાઈની વચ્ચે કરાવવામાં આવ્યો હતો.સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને સૂચન કર્યું કે તેઓ પોતાનો સીરો પ્રિવલેન્સ સ્ટડી કરાવવો જોઇએ.

 

આ પણ વાંચો : શિલ્પા શેટ્ટી પહોંચી હાઇકોર્ટના દ્વારે, 29 મીડિયા હાઉસીસ વિરુદ્ધ 25 કરોડનો માનહાનીનો દાવો

આ પણ વાંચો : Work From Home ના ચક્કરમાં લોકોના પર્સનલ ડેટા લીક ! કંપનીઓને પણ થયુ મોટા પ્રમાણમાં નુક્સાન

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">