મધ્યપ્રદેશ-રાજસ્થાનના લોકોમાં સૌથી વધુ એન્ટીબોડી, કેરળના લોકોમાં સૌથી ઓછી, જાણો ગુજરાત સહીત અન્ય રાજ્યની સ્થિતિ

સીરો સર્વે રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, દેશભરમાં સૌથી વધુ એન્ટિબોડી મધ્યપ્રદેશના લોકોમાં જોવા મળે છે. જે 79 ટકા જણાયુ છે.

મધ્યપ્રદેશ-રાજસ્થાનના લોકોમાં સૌથી વધુ એન્ટીબોડી, કેરળના લોકોમાં સૌથી ઓછી, જાણો ગુજરાત સહીત અન્ય રાજ્યની સ્થિતિ
જાણો દેશના કયા કયા રાજ્યમાં એન્ટિબોડીની કેટલી છે ટકાવારી

કોરોના વાયરસની ( Corona virus) ત્રીજી લહેરની સંભાવનાઓની વચ્ચે, એક સારા સમાચાર સામે આવ્યા છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને ગુજરાત સહીત દેશના કેટલાય રાજ્યોના લોકોમાં 70 ટકાથી વધુ કોવિડ એન્ટિ બોડી જોવા મળી છે. ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research – ICMR) દ્વારા પાછલા મહિને કરાયેલા સીરો સર્વેના (Siro Survey) અહેવાલમાં આ વાતનો ખુલાસો થયો છે.

મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) 79 ટકા અને રાજસ્થાનમા (Rajasthan) 76 ટકા લોકોમાં કોરોના વાયરસ સામે એન્ટિબોડી વિકસી છે. એન્ટિબોડી મુદ્દે કેરળ સૌથી છેલ્લે છે. કેરળમા માત્ર 44 ટકા જ લોકોમાં એન્ટિબોડી વિકસી હોવાનું અહેવાલમાં જણાયુ છે.

મધ્ય પ્રદેશ પછી રાજસ્થાનમાં કોવિડ 19 એન્ટિબોડીના મુદ્દે દ્વિતીય નંબરે છે. રિપોર્ટ અનુસાર જૂન અને જુલાઈમાં રાજસ્થાનના વિભિન્ન શહેરોમાં કુલ 1226 લોકોને રેન્ડમ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ નમૂનાની ચકાસણી દરમિયાન 934 કિસ્સામાં એન્ટિબોડી જોવા મળી હતી. આ સર્વે અહેવાલથી રાજસ્થાનના લોકોમાં કોરોના સામે એન્ટિબોડી હોવાનુ સાબિત કરે છે.

સીરો સર્વે રિપોર્ટમાં એમ પણ કહેવાયુ છે કે, દેશભરમાં સૌથી વધુ એન્ટિબોડી મધ્યપ્રદેશના લોકોમાં જોવા મળે છે. જે 79 ટકા જણાયુ છે. રાજસ્થાનમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અઢી મહિનામાં ( એપ્રિલ, મે અને અડધા જૂન સુધીમાં ) ઓછામાં ઓછા કોરોનાના છ લાખ પોઝીટીવ કેસ સામે આવ્યા હતા. અને 6 હજાર લોકોના મોત નિપજ્યા હતા.

રિપોર્ટ મુજબ, મધ્યપ્રદેશ 79 ટકા સાથે પહેલા નંબરે તો 76.2 ટકા સાથે રાજસ્થાન બીજા નંબરે હતુ. જ્યારે બિહારમાં 75.9 ટકા, ગુજરાતમાં (Gujarat) 75.3 ટકા, છત્તીસગઢમાં 74.6 ટકા, ઉતરાખંડ 73.1 ટકા જ્યારે ઉત્તરપ્રદેશ 71 ટકા અને આન્ધ્ર પ્રદેશમાં 70.2 ટકા એન્ટિબોડી જણાઈ આવી હતી.

એ જ પ્રમાણે કર્ણાટકમાં 69.8 ટકા લોકોમાં એન્ટિબોડી જોવા મળી હતી. તામિલનાડુના લોકોમાં 69.2 ટકા, ઓડીસ્સામાં 68.1 ટકા, પંજાબમાં 66.5 ટકા, તેલંગણામાં 63.1 ટકા, જમ્મુ અને કાશ્મિરમાં 63 ટકા, હિમાચલ પ્રદેશમાં 62 ટકા, ઝારખંડમાં 61.2 ટકા, પશ્ચિમ બંગાળમાં 60.9 ટકા, હરિયાણામાં 60.1 ટકા, મહારાષ્ટ્રમાં 58 ટકા, આસામમાં 50.3 ટકા અને કેરળમાં સૌથી ઓછા 44.4 ટકા એન્ટિબોડી જોવા મળી હતી.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati