ઓમિક્રોનની એન્ટ્રીથી કર્ણાટકમાં ફફડાટ, આરોગ્ય નિષ્ણાંતો સાથે રાજ્ય સરકાર યોજશે બેઠક

|

Dec 03, 2021 | 10:53 AM

આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ નોંધાયા છે અને બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે.

ઓમિક્રોનની એન્ટ્રીથી કર્ણાટકમાં ફફડાટ, આરોગ્ય નિષ્ણાંતો સાથે રાજ્ય સરકાર યોજશે બેઠક
CM Basavaraj Bommai

Follow us on

Karnataka  :કર્ણાટકમાં કોરોના ઓમિક્રોન વેરિયન્ટના(Omicron Variant)  2 કેસ આવવાથી સમગ્ર દેશમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આમિક્રોન સંક્રમિત દર્દીઓની સારવાર પણ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે આ અંગે કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈનું (CM Basavaraj Bommai) નિવેદન સામે આવ્યું છે.સાથે જ ઓમિક્રોનના જોખમને ટાળવા માટે આજે રાજ્યસરકાર  સ્વાસ્થ્ય નિષ્ણાંતો સાથે બેઠક કરશે.

ઓમિક્રોનને લઈને બેઠક યોજાશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

કર્ણાટકમાં ઓમિક્રોન વેરિયન્ટના બે દર્દીની પુષ્ટિ થયા બાદ રાજ્ય સરકાર અત્યાર સુધીની સ્થિતિ અંગે બેઠક કરશે. કર્ણાટકના મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈએ કહ્યું, અમે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી રહ્યા છીએ. આજે આરોગ્ય નિષ્ણાતો સાથે એક બેઠક કરવામાં આવશે. વધુમાં તેઓએ જણાવ્યુ કે, આ અંગે આરોગ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયા સાથે પણ વાત કરવામાં આવી છે.

તંત્ર પહેલેથી જ સતર્ક

બસવરાજ બોમ્મઈએ કહ્યું કે, અમે ખૂબ જ સાવધાની રાખી રહ્યા છીએ. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી સાથે પણ આ અંગે ચર્ચા કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે આ પ્રકારના વેરિયન્ટના સંપર્કમાં આવેલા લોકોને શોધવા તંત્ર દોડતુ થયુ છે. ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં પહેલાથી જ આંતરરાષ્ટ્રીય મુસાફરોને ટ્રૅક અને ટ્રેસ કરવામાં આવી રહ્યા છે.

ઓમિક્રોન માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, ‘આ નવા વેરિયન્ટને પગલે બેઠક કરવામાં આવશે. ઉપરાંત અમે આ માટે નવી SOP જાહેર કરીશું.તમને જણાવી દઈએ કે, હાલ રાજ્ય સરકાર આ અંગે નિષ્ણાતોના અભિપ્રાય અને ભારત સરકારની માર્ગદર્શિકા (Corona Guideliens) અનુસરવા મથામણ કરી રહી છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે

ઉલ્લેખનીય છે કે, બુધવારે મોડી રાત્રે કર્ણાટકથી બંને મામલાઓની પુષ્ટિ થઈ હતી. માહિતી આપતા, આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે, દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિયન્ટના 2 કેસ નોંધાયા છે અને બંને કેસ કર્ણાટકમાં જોવા મળ્યા છે. જે 2 દર્દીઓમાં ઓમિક્રોન કેસની પુષ્ટિ થઈ છે તેમાંથી એકની ઉંમર 66 વર્ષ છે જ્યારે બીજા દર્દીની ઉંમર 46 વર્ષ છે.હાલ તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે તેમણે જણાવ્યું કે બંને સંક્રમિતોમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. ચેપગ્રસ્ત લોકોની હાલ સારવાર કરવામાં આવી રહી છે. આ સાથે આ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના (Health Ministry) જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 29 દેશોમાં ઓમિક્રોનના 373 કેસ નોંધાયા છે.

ઓમિક્રોન વેરિયન્ટ વિશે ડોક્ટરનો અભિપ્રાય શું છે ?

બીજી તરફ ગંગારામ હોસ્પિટલના ડૉ. ધીરેને (Dr Dhiren) કહ્યું કે, ભારતમાં ઓમિક્રોનના કેસ આવવાની અપેક્ષા હતી. આ સમયે દેશના લોકોએ  શાંત અને સંયમિત રહેવાની જરૂર છે, સાથે જ આપણે સાવધ રહેવું પડશે. અમારા પ્રારંભિક અહેવાલથી, અમે કહી શકીએ કે તે અન્ય પ્રકારોની તુલનામાં આ હળવો વાયરસ છે.

 

આ પણ વાંચો : Mumbai : જો નહિ લો વેક્સિન, તો ભરવો પડશે દંડ ! વેક્સિન અંગે મેયર કિશોરી પેડનેકરે આપ્યુ મોટુ નિવેદન

આ પણ વાંચો : Covid-19: કોરોના પર લોકસભામાં તીખી તકરાર, વિપક્ષે કેન્દ્ર પર લગાવ્યા બેદરકારીના ગંભીર આરોપ, રાત્રે 12 વાગ્યા સુધી ચાલી ચર્ચા

Published On - 7:57 am, Fri, 3 December 21

Next Article