Karnataka hijab controversy : ઉડુપી જિલ્લામાં 19 ફેબ્રુઆરી સુધી CrPCની કલમ 144 લાગુ
Hijab row : ઉડુપીના એસપી વિષ્ણુવર્ધને 11 ફેબ્રુઆરીના રોજ ડીસીને એક પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે શાળા સંકુલની નજીકમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવા પડશે.
હિજાબ વિવાદને (hijab controversy) લઈને કર્ણાટક રાજ્યાના ઉડુપી જિલ્લામાં (Udupi district) કલમ 144 (Section 144 CrPc) લાગુ કરવામાં આવી છે. હિજાબ વિવાદ સૌપ્રથમ ઉડુપી શહેરમાંથી શરૂ થયો હતો. ત્યાર બાદમાં કુંદાપુર અને કર્ણાટક રાજ્યના અન્ય ભાગોમાં ફેલાયો હતો. પ્રતિબંધાત્મક આદેશોમાં પાંચ કે તેથી વધુ લોકોના એકઠા થવા પર પ્રતિબંધ લાગુ કરાયો છે, કોઈપણ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી શકાશે નહીં અને આદેશ મુજબ કોઈપણ પ્રકારે વિરોધ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
ઉડુપીના એસપી વિષ્ણુવર્ધને 11 ફેબ્રુઆરીના રોજ ડીસીને એક પત્ર લખ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે શાળા સંકુલની નજીકમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવી રાખવા માટે પ્રતિબંધાત્મક આદેશો લાગુ કરવા પડશે. ડીસી કુરમા રાવે જણાવ્યું હતું કે, “ઉડુપી જિલ્લાના ત્રણ સબ ડિવિઝનલ પોલીસ અધિકારીઓની માંગના આધારે પ્રતિબંધિત આદેશ જાહેર કરવામાં આવ્યો છે,”
Karnataka | Amid hijab row protests, Section 144 CrPc imposed in Udupi district from 6am of February 14 till 6pm of February 19
— ANI (@ANI) February 13, 2022
કર્ણાટકમાં ‘હિજાબ’ વિવાદ વચ્ચે સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓ શુક્રવારની નમાજ અદા કરી હોવાનો વીડિયો વાયરલ થયો
કર્ણાટકમાં શૈક્ષણિક સંસ્થાઓમાં ‘હિજાબ’ પરના વિવાદ વચ્ચે, સોશિયલ મીડિયા પર બે વીડિયો સામે આવ્યા છે. જેમાં દક્ષિણ કન્નડ અને બાગલકોટ જિલ્લાના કેટલાક વિદ્યાર્થીઓ શુક્રવારે સરકારી શાળાઓમાં ‘નમાઝ’ અદા કરતા જોવા મળ્યા હતા. દક્ષિણ કન્નડ જિલ્લાની એક સરકારી પ્રાથમિક શાળામાં કથિત રીતે પ્રાર્થના કરતા વિદ્યાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ વિવાદ સર્જાયો હતો.
આ ઘટના 4 ફેબ્રુઆરીએ બની હતી અને લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ફરિયાદ બાદ શુક્રવારે શિક્ષણ વિભાગના અધિકારીઓ શાળાએ પહોંચ્યા હતા. ત્યાંના શિક્ષકોએ કહ્યું કે તેઓએ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં ધાર્મિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થવાનો આદેશ આપ્યો છે. બ્લોક એજ્યુકેશન ઓફિસર (BEO) સી લોકેશે જણાવ્યું હતું કે વિભાગે તેના અધિકારીઓને શાળાની મુલાકાત લેવા અને આ પ્રકારની ઘટના અંગે તાત્કાલિક અહેવાલ સુપરત કરવાનો નિર્દેશ આપ્યો છે. બાદમાં લોકેશે જણાવ્યું હતું કે શાળા સત્તાવાળાઓ, વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ વચ્ચેની બેઠકમાં આ મુદ્દો ઉકેલાયો હતો.
શું છે સમગ્ર હિજાબ વિવાદ ?
કર્ણાટકની એક કોલેજમાં મુસ્લિમ છોકરીઓને ક્લાસની અંદર હિજાબ પહેરવાની મનાઈ હતી. મુસ્લિમ યુવતીઓએ આનો વિરોધ કર્યો હતો. તેમને ધાર્મિક સ્વતંત્રતા કહે છે. આ પછી, કેટલાક બાળકોએ હિજાબના વિરોધમાં કેસરી સાફા અથવા શાલ પહેરવાનું શરૂ કર્યું. જેના કારણે વિવાદ વધુ વકર્યો હતો. મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો છે. આ મામલે રાજનીતિ પણ ગરમાઈ રહી છે.
આ પણ વાંચોઃ
Black Hawk Helicopter: અમેરિકા માટે ડ્રાઈવર વગરનું આ હેલિકોપ્ટર કેમ છે ખાસ, જેના કારણે રશિયા અને ચીનનું વધી ગયું ટેન્શન
આ પણ વાંચોઃ