હિજાબ વિવાદ: કર્ણાટક હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે, ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રહેશે

|

Mar 14, 2022 | 11:34 PM

બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે માહિતી આપી છે કે, 15 માર્ચથી 21 માર્ચ સુધી એટલે કે આખા અઠવાડિયા માટે બેંગલુરુમાં જાહેર સ્થળોએ તમામ પ્રકારના મેળાવડા, આંદોલન, વિરોધ પ્રદર્શન અને ઉજવણી પર પ્રતિબંધ રહેશે.

હિજાબ વિવાદ: કર્ણાટક હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે, ઘણા જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રહેશે
Hijab Controversy - Symbolic Image

Follow us on

કર્ણાટકમાં (Karnataka) હિજાબ પ્રતિબંધને (Hijab Row) લઈને ચાલી રહેલા વિરોધની વચ્ચે વહીવટીતંત્રે રાજધાની બેંગલુરુમાં 21 માર્ચ સુધી અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધ બાદ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. મુસ્લિમ યુવતીઓએ માગ કરી છે કે હિજાબ પર લાદવામાં આવેલ પ્રતિબંધ તાત્કાલિક હટાવવા જોઈએ, કારણ કે તે તેમની ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. આ અંગેનો મામલો કર્ણાટક હાઈકોર્ટમાં વિચારણા હેઠળ છે, જેના પર મંગળવારે એટલે કે આવતીકાલે નિર્ણય આવવાની સંભાવના છે.

બેંગલુરુ પોલીસ કમિશનર કમલ પંતે માહિતી આપી છે કે, 15 માર્ચથી 21 માર્ચ સુધી એટલે કે આખા અઠવાડિયા માટે બેંગલુરુમાં જાહેર સ્થળોએ તમામ પ્રકારના મેળાવડા, આંદોલન, વિરોધ પ્રદર્શન અને ઉજવણી પર પ્રતિબંધ રહેશે. જણાવી દઈએ કે અગાઉ 8 માર્ચ સુધી બે અઠવાડિયા માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા હતા.

આદેશ અનુસાર, સમગ્ર બેંગલુરુમાં શૈક્ષણિક સંસ્થાઓના 200 મીટરની અંદર કોઈપણ પ્રકારના મેળાવડા, આંદોલનો, વિરોધ પ્રદર્શન અથવા શાંતિને ખલેલ પહોંચાડતી અન્ય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ રહેશે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે સાર્વજનિક શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે યોગ્ય સુરક્ષા પગલાં દાખલ કરવા જરૂરી છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શાળા-કોલેજો બંધ રહેશે

શિમોગામાં આવતીકાલે (15 માર્ચ) તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. શિવમોગાના એસપી બીએમ લક્ષ્મી પ્રસાદે કહ્યું કે શિમોગા જિલ્લામાં 21 માર્ચ સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. KSRPની 8 કંપનીઓ, ડિસ્ટ્રિક્ટ આર્મ્ડ રિઝર્વની 6 કંપનીઓ, RAFની 1 કંપની અહીં તૈનાત કરવામાં આવી છે.

ઉડુપી જિલ્લામાં પણ આવા જ પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે. ઉડુપી જિલ્લા મેજિસ્ટ્રેટ કુરમા રાવ એમએ જણાવ્યું હતું કે આવતીકાલે ઉડુપીમાં તમામ શાળાઓ અને કોલેજો બંધ રહેશે. કાલે કર્ણાટક હાઈકોર્ટના હિજાબ વિવાદના નિર્ણયને ધ્યાનમાં રાખીને રાજ્યના કલબુર્ગી જિલ્લામાં 19 માર્ચે રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કલમ 144 લાગુ કરવામાં આવી છે. આવતીકાલે જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓ પણ બંધ રહેશે.

કર્ણાટક હાઈકોર્ટ આવતીકાલે ચુકાદો સંભળાવશે

હિજાબ કેસમાં સુનાવણી પૂર્ણ કરનાર કર્ણાટક હાઈકોર્ટની પૂર્ણ બેંચ મંગળવારે પોતાનો ચુકાદો આપી શકે છે. ઉડુપીમાં પ્રિ-યુનિવર્સિટી કોલેજની ગર્લ સ્ટુડન્ટ્સના એક જૂથે, તેમના વર્ગોમાં હિજાબ પહેરવાની છૂટ આપવાની માગણી કરી, જ્યારે કેટલાક હિંદુ વિદ્યાર્થીઓ કેસરી શાલ પહેરીને આવ્યા ત્યારે મોટો વિવાદ થયો.

આ મુદ્દો રાજ્યના અન્ય ભાગોમાં પણ ફેલાઈ ગયો હતો જ્યારે સરકાર સમાન નિયમને વળગી રહી હતી. ઉડુપી જિલ્લાની અરજદાર યુવતીઓ માટે હાજર રહેલા વકીલોના જણાવ્યા અનુસાર, હિજાબ કેસ સંબંધિત મામલો મંગળવાર માટે સૂચિબદ્ધ છે અને કોર્ટ સવારે 10:30 વાગ્યાથી ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : West Bengal: ગોવા અને ત્રિપુરામાં હાર બાદ TMCને લાગ્યો ઝટકો, મમતા બેનર્જીએ નવી રણનીતિ બનાવવાનું શરૂ કર્યું

આ પણ વાંચો : એપ્રિલથી 15 વર્ષ જૂના વાહનોનું રજિસ્ટ્રેશન 8 ગણું મોંઘું થશે, સરકારે જાહેર કર્યા નવા નિયમો

Next Article