AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Exclusive: કર્ણાટકમાં બનશે ડબલ એન્જિન સરકાર, અંતે ભાજપની જ જીત થશે: અમિત શાહ

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે કોંગ્રેસની નીતિ હંમેશા તુષ્ટિકરણની રહી છે. પરંતુ ભાજપ માટે સૌથી મહત્વની બાબત રાષ્ટ્રીય સુરક્ષા છે. તેને મજબૂત કરવા માટે ભાજપ સતત કામ કરી રહ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)પર પ્રતિબંધ મૂક્યો છે અને કાર્યવાહી કરી છે.

Exclusive: કર્ણાટકમાં બનશે ડબલ એન્જિન સરકાર, અંતે ભાજપની જ જીત થશે: અમિત શાહ
Amit Shah
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 6:25 PM
Share

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ મંગળવારે કર્ણાટકના યાદગીર શહેર પહોંચ્યા છે. અહીં તેમણે રોડ શો કર્યો હતો. દરમિયાન, ટીવી 9 સાથે Exclusive વાત કરતી વખતે, શાહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રાજ્યમાં ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. જો કે આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર પણ નિશાન સાધ્યું છે. શાહે કહ્યું કે દરેક વખતે ચૂંટણી પહેલા ચર્ચા થાય છે કે કોંગ્રેસ જીતી રહી છે, પરંતુ અંતે ભાજપની જીત થાય છે.

આ પણ વાંચો: Gujarati Video: પાલીતાણામાં વિદ્યાર્થિનીનો શંકાસ્પદ મૃતદેહ મળવાના કેસમાં કોળી સમાજના દેખાવો, ધરણા કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી

જ્યારે અમિત શાહને રાજ્યની સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે નિશ્ચિતપણે રાજ્યમાં સંપૂર્ણ બહુમતીવાળી ભાજપ સરકાર એટલે કે ડબલ એન્જિનની સરકાર બનવા જઈ રહી છે. આ દરમિયાન શાહને પૂછવામાં આવ્યું કે ઘણા સર્વે રાજ્યમાં કોંગ્રેસની જીત જણાવી રહ્યા છે. પછી શાહે કહ્યું કે દરેક વખતે આવા લોકો કોંગ્રેસને ચૂંટણી પહેલા જીતી રહ્યુ હોવાનું કહે છે, બાદમાં બંને પક્ષો વચ્ચે ગાઢ લડાઈ કહે છે, પરંતુ અંતે ભાજપની જીત થાય છે.

અમિત શાહને ઈમરાન પ્રતાગઢીના નિવેદનો પર પણ સવાલ કરવામાં આવ્યો. તેના પર શાહે જવાબ આપ્યો કે, મુસ્લિમ આરક્ષણના નામે પછાત, દલિત, આદિવાસીઓ, લિંગાયત અને વોક્કાલિગાના અધિકારો છીનવી લેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે તેથી જ તેમણે રાજ્યમાં ગેરબંધારણીય મુસ્લિમ અનામત પણ નાબૂદ કરી છે.

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે કહ્યું કે કોંગ્રેસની નીતિ હંમેશા તુષ્ટિકરણની રહી છે. પરંતુ ભાજપ માટે સૌથી મહત્વની બાબત રાષ્ટ્રીય સુરક્ષા છે. તેને મજબૂત કરવા માટે ભાજપ સતત કામ કરી રહ્યું છે. એટલા માટે કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)પર પ્રતિબંધ મૂક્યો છે અને કાર્યવાહી કરી છે. શાહને પૂછવામાં આવ્યું કે શું ચૂંટણી પહેલા અનામતમાં કરવામાં આવેલા ફેરફારોથી પાર્ટી અને સામાન્ય જનતા બંનેને ફાયદો થશે. આના પર શાહે જવાબ આપ્યો કે તે ચોક્કસપણે મળશે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">