Gujarati Video: પાલીતાણામાં વિદ્યાર્થિનીનો શંકાસ્પદ મૃતદેહ મળવાના કેસમાં કોળી સમાજના દેખાવો, ધરણા કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી

Gujarati Video: પાલીતાણામાં વિદ્યાર્થિનીનો શંકાસ્પદ મૃતદેહ મળવાના કેસમાં કોળી સમાજના દેખાવો, ધરણા કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 25, 2023 | 5:24 PM

Bhavnagar News: ન્યાયની માગ સાથે કોળી સમાજના લોકો ફરી ધરણા પર ઉતર્યા હતા. જો કે ધરણા કરનારા લોકોની પોલીસે અટકાયત કરી હતી. કલેક્ટર કચેરી બહાર વિરોધ કરે તે પહેલા જ પોલીસે તમામ લોકોની અટકાયત કરી લીધી હતી.

ભાવનગરના પાલીતાણાના વાળુકડ ગામની વિદ્યાર્થિનીનો મૃતદેહ મળવા મુદ્દે ફરી માહોલ ગરમાયો છે. ન્યાયની માગ સાથે કોળી સમાજના લોકો ફરી ધરણા પર ઉતર્યા હતા. જો કે ધરણા કરનારા લોકોની પોલીસે અટકાયત કરી હતી. કલેક્ટર કચેરી બહાર વિરોધ કરે તે પહેલા જ પોલીસે તમામ લોકોની અટકાયત કરી લીધી હતી.

આ પણ વાંચો-Kheda: નક્લી માર્કશીટ અને સર્ટિફિકેટ કૌભાંડના મુખ્ય ભેજાબાજ અખીલેશ પાંડેના 29 એપ્રિલ સુધીના રિમાન્ડ મંજૂર

બનાવની વાત કરીએ તો દોઢ મહિના પહેલા પાલીતાણાના વાલુકડ ગામની લોક વિદ્યાલયમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો શંકાસ્પદ હાલતમાં પાણીની ટાંકીમાંથી મૃતદેહ મળ્યો હતો. જેને લઇ કોળી સમાજે કલેક્ટરને રજૂઆત કરી આ કેસની તપાસ CIDને સોંપવા માગ કરી હતી. પરંતુ દોઢ મહિના બાદ પણ કોઇ કાર્યવાહી ન થતાં કોળી સમાજ રોષે ભરાયો હતો અને ફરી ધરણાની ચીમકી ઉચ્ચારી હતી.

આજે ફરી કોળી સમાજના લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આગળ પહોંચ્યાં હતા અને ધરણા કરવાના હતા. કોળી સમાજે વિદ્યાર્થિનીએ આત્મહત્યા નહીં પણ હત્યા થઇ હોવાની શંકા વ્યક્ત કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 25, 2023 05:07 PM
g clip-path="url(#clip0_868_265)">