Karnataka : શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને ભુલ તો નથી કરી ને ? એક જ સંસ્થામાંથી 29 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓની વધી ચિંતા

|

Dec 05, 2021 | 12:47 PM

કર્ણાટકમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે રેન્ડમ સેમ્પલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન નર્સિંગ સ્કૂલના 29 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત મળી આવતા તંત્ર દોડતુ થયુ છે.

Karnataka : શૈક્ષણિક સંસ્થાઓ ખોલીને ભુલ તો નથી કરી ને ? એક જ સંસ્થામાંથી 29 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓની વધી ચિંતા
File Photo

Follow us on

Karnataka :  શિવમોગાના ડેપ્યુટી કમિશનર કેબી શિવકુમારે કહ્યુ કે, શિવમોગાની (Shivmoga)એક ખાનગી નર્સિંગ સ્કૂલમાં 29 વિદ્યાર્થીઓ કોરોના વાયરસથી (Corona Virus) સંક્રમિત મળી આવ્યા છે. તેમણે કહ્યું કે તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

સંસ્થાની હોસ્ટેલને સીલ કરવામાં આવી

તમને જણાવી દઈએ કે, કોરોનાના નવા વેરિયન્ટના (Corona Variant) જોખમને પગલે હાલ રાજ્યમાં રેન્ડમ સેમ્પલ લઈને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને આ દરમિયાન 29 વિદ્યાર્થીઓને સંક્રમિત મળી આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, સંક્રમિત મળી આવેલા વિદ્યાર્થીઓ અલગ-અલગ રાજ્યોમાંથી અભ્યાસ અર્થ અહીંયા આવ્યા હતા. હાલ સંસ્થાની હોસ્ટેલને સીલ કરવામાં આવી છે.ડેપ્યુટી કમિશનરે જણાવ્યુ કે, આ વિસ્તારમાં રહેતા અન્ય લોકોના પણ પરીક્ષણ કરવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

વધતા કેસને લઈને મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઈએ (CM Basavaraj Bommai) કહ્યું કે, જો કોઈ વિસ્તારમાં ત્રણ કે તેથી વધુ કોવિડ -19 કેસ જોવા મળે છે, તો તેને ક્લસ્ટર તરીકે વર્ગીકૃત કરવામાં આવશે. કોરોના વાયરસના કેસની વાત કરીએ તો આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારે 397 નવા કેસ નોંધાયા છે. જ્યારે ચાર દર્દીઓએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

રાજ્યમાં ઓમિક્રોનના બે કેસ મળી આવ્યા

કર્ણાટકમાં હાલ કોરોનાના 7012 એક્ટિવ કેસ છે. આ અઠવાડિયાની શરૂઆતમાં કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિયન્ટના (Omicron Variant) બે કેસની પણ પુષ્ટિ થઈ છે. ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોનના કુલ ચાર કેસ મળી આવ્યા છે. આ બેમાંથી એક 66 વર્ષીય દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો. જેનો એરપોર્ટ પર પોઝિટિવ રિપોર્ટ આવતા તેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આઈસોલેશનમાં (Isolation) રાખવામાં આવેલો એક દર્દી ખાનગી લેબમાંથી કોરોના નેગેટિવ રિપોર્ટ લઈને ફરાર થઈ ગયો હતો.અને બાદમાં તે દેશમાંથી જ બહાર જતો રહ્યો હતો.

 

આ પણ વાંચો : સાવધાન ! જાન્યુઆરીમાં આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, ફેબ્રુઆરીમાં એક દિવસમાં આવશે 1.5 લાખ કેસ !

આ પણ વાંચો : Crime : 1100 કરોડ જેવી અધધધ રકમ ચીન મોકલવા માત્ર 9 લાખમાં વેંચાયો CA, હૈદરાબાદ પોલીસે કરી ધરપકડ

Next Article