મોહન ભાગવતના નિવેદન પર કપિલ સિબ્બલ સંમત થયા, પરંતુ કટાક્ષ કરતા કહી આ મોટી વાત

|

Jan 11, 2023 | 1:19 PM

મોહન ભાગવતે (Mohan Bhagwat) કહ્યું કે હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લઈ જવાની વૃત્તિ છે. તેમણે કહ્યું કે, હિંદુસ્તાને હિંદુસ્તાન જ રહેવું જોઈએ, આ સાવ સાદી વાત છે. તેના કારણે આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી.

મોહન ભાગવતના નિવેદન પર કપિલ સિબ્બલ સંમત થયા, પરંતુ કટાક્ષ કરતા કહી આ મોટી વાત
Kapil Sibal

Follow us on

RSS ચીફ મોહન ભાગવતના એક ઈન્ટરવ્યુની હાલ ઘણી ચર્ચા થઈ રહી છે. તેનો ઘણી જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે તો ક્યાંક સમર્થનની મળી રહ્યુ છે. કોંગ્રેસના પૂર્વ નેતા કપિલ સિબ્બલે બુધવારે આરએસએસના વડા મોહન ભાગવતના નિવેદન સાથે સંમત થયા હતા કે હિન્દુસ્તાને, હિન્દુસ્તાન જ રહેવું જોઈએ, પરંતુ કટાક્ષ કરતા કહ્યુ કે, માણસે પણ માણસ જ રહેવું જોઈએ. આરએસએસ સાથે જોડાયેલા પ્રકાશન ઓર્ગેનાઈઝર અને પંચજન્યને આપેલા ઈન્ટરવ્યુમાં ભાગવતે કહ્યું કે ભારતમાં મુસ્લિમોને ડરવાની જરૂર નથી.

હિન્દુસ્તાને, હિન્દુસ્તાન જ રહેવું જોઈએ: મોહન ભાગવત

તેમના આ પ્રકારના નિવેદન પર જુદી-જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. વરિષ્ઠ વકીલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે તેમના પર કટાક્ષ કર્યો છે. તેમણે કહ્યું કે એ વાત સાચી છે કે હિન્દુસ્તાને, હિન્દુસ્તાન જ રહેવું જોઈએ પરંતુ માણસે પણ માણસ જ રહેવું જોઈએ. તેમનો કહેવાનો મતલબ એ હતો કે માણસને કોઈપણ જાતિ કે ધર્મમાં વિભાજિત ન કરવો જોઈએ. આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું છે કે હિંદુ ધર્મ એ આપણી ઓળખ, રાષ્ટ્રીયતા છે અને દરેકને સ્વીકારવાની અને સાથે લઈ જવાની વૃત્તિ છે અને દેશમાં ઈસ્લામ કોઈ ખતરો નથી, પરંતુ તેણે મોટા હોવાની ભાવ છોડવો પડશે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

 

 

સંઘનો કોઈ અલગ દૃષ્ટિકોણ નથી: મોહન ભાગવત

મોહન ભાગવતે પણ એલજીબીટી સમુદાયને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે તેમની ગોપનીયતાનું સન્માન કરવું જોઈએ અને સંઘ આ વિચારને પ્રોત્સાહન આપશે. તેમણે જણાવ્યું હતું કે, માનવીના અસ્તિત્વના સમયથી, આવા વલણ ધરાવતા લોકો હંમેશા ત્યાં હતા. તે જૈવિક છે, જીવનનો માર્ગ છે. અમે ઈચ્છીએ છીએ કે તેને તેની ગોપનીયતાનો અધિકાર મળે અને લાગે કે તે પણ આ સમાજનો એક ભાગ છે. તે એક સરળ બાબત છે. તેમણે કહ્યું કે, થર્ડ જેન્ડર લોકો (ટ્રાન્સજેન્ડર) સમસ્યા નથી. તેમનો પોતાનો સંપ્રદાય છે, તેમના પોતાના દેવી-દેવતાઓ છે. હવે તેમની પાસે મહામંડલેશ્વર છે. તેમણે કહ્યું કે સંઘનો કોઈ અલગ દૃષ્ટિકોણ નથી, હિન્દુ પરંપરાએ આ બાબતો પર વિચાર કર્યો છે.

મોહન ભાગવતે કહ્યું કે હિંદુ આપણી ઓળખ છે, રાષ્ટ્રીયતા છે અને દરેકને પોતાના માનવા અને સાથે લઈ જવાની વૃત્તિ છે. તેમણે કહ્યું કે, હિંદુસ્તાને હિંદુસ્તાન જ રહેવું જોઈએ, આ સાવ સાદી વાત છે. તેના કારણે આજે ભારતમાં જે મુસ્લિમો છે તેમને કોઈ નુકસાન નથી. તે રહેવા માંગે છે તો રહે. પૂર્વજો પાસે પાછા આવવું છે તો આવી શકે છે. તેમની ઈચ્છા પર છે. તેમણે કહ્યું કે ઈસ્લામને કોઈ ખતરો નથી.

(‌ઈનપુટ – ભાષા)

Published On - 1:17 pm, Wed, 11 January 23

Next Article