Bihar: RSS પ્રમુખ મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યુ- ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છે
આરએસએસ (RSS) પ્રમુખ મોહન ભાગવત પોતાના ચાર દિવસીય પ્રવાસ પર બિહારમાં છે. એક કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદન આપતા તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે.
RSSના વડા મોહન ભાગવત દરભંગાના નાગેન્દ્ર સ્ટેડિયમમાં આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગરિક સંમેલન કાર્યક્રમમાં પહોંચ્યા હતા. હાલમાં આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પોતાના ચાર દિવસીય પ્રવાસ પર બિહારમાં છે. એક કાર્યક્રમ દરમિયાન મોટું નિવેદન આપતા તેમણે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે, ભારતમાં રહેનાર દરેક વ્યક્તિ હિંદુ છે. તેમજ કોઈ ખાસ ધર્મનું નામ લીધા વિના તેમણે કહ્યું કે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે સંઘનું સપનું દરેકને એક કરવાનું છે.
ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ, કારણ કે દરેકના પૂર્વજો હિન્દુ હતા: મોહન ભાગવત
મોહન ભાગવતે કહ્યું કે એવું ભારત બનવું જોઈએ જેમાં આરએસએસની જરૂર જ ન પડે. આ સાથે જ મોહન ભાગવતે લોકોને સંઘમાં જોડાવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે ભારતમાં રહેતો દરેક વ્યક્તિ હિંદુ છે, પછી ભલે તે કોઈ અન્ય ધર્મ સાથે જોડાયેલો હોય, કારણ કે દરેકના પૂર્વજો હિન્દુ હતા.
અલગ-અલગ વિચારધારા ધરાવતા લોકો એક ઉદ્દેશ્ય માટે સાથે આવ્યા: મોહન ભાગવત
આ કાર્યક્રમ પહેલા સારણ જિલ્લાના મલખચક ગામમાં એક સભામાં આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું હતું કે, દેશની આઝાદી માટે લડનારાઓએ બતાવ્યું કે કેવી રીતે અલગ-અલગ વિચારધારા ધરાવતા લોકો એક ઉદ્દેશ્ય માટે એક સાથે આવી શકે છે.
ભારતની પ્રાચીન સભ્યતા હંમેશા વૈશ્વિક કલ્યાણ માટે: મોહન ભાગવત
વિશ્વ શક્તિની કલ્પનાને નકારી કાઢતા, તેમણે રશિયા-યુક્રેન યુદ્ધ માટે આવી ખોટી મહત્વાકાંક્ષાઓને જવાબદાર ઠેરવી અને દાવો કર્યો કે ભારતની આવી આકાંક્ષાઓ ક્યારેય નહીં હોય. તેમણે કહ્યું કે ભારતની પ્રાચીન સભ્યતા હંમેશા વૈશ્વિક કલ્યાણ માટે ઉભી થઈ છે. આ પહેલા મોહન ભાગવતે કહ્યું હતું કે, હિંદુ ધર્મ કોઈ ધર્મ નથી પરંતુ જીવન જીવવાની રીત છે, તે એક પરંપરા છે, જે વિવિધ સંપ્રદાયો, જાતિઓ અને પ્રદેશો દ્વારા પોષવામાં આવી છે.
બિહારના 38 જિલ્લાના RSS પ્રચારકોના પ્રતિનિધિ મંડળને મળ્યા
સારણમાં આયોજિત સમારોહમાં ભાગ લીધા બાદ ભાગવત લગભગ 150 કિલોમીટર દૂર દરભંગા જિલ્લા માટે રવાના થયા હતા. અહીં તેઓ બિહારના તમામ 38 જિલ્લાના RSS પ્રચારકોના પ્રતિનિધિ મંડળને મળ્યા હતા. RSS ચીફનો બિહાર પ્રવાસ સોમવારે એટલે જે આજે પૂરો થયો છે.