AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમલનાથે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું, પાર્ટીએ તરત જ સ્વીકારી લેતા, દિગ્વિજય સિંહના નજીકના ગોવિંદ સિંહને મળી જવાબદારી

મધ્યપ્રદેશ(Madhya Pradesh)માં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Kamalnath) વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ડો.ગોવિંદ સિંહ વિપક્ષના નેતાનું પદ સંભાળશે. પૂર્વ સીએમ કમલનાથ હવે માત્ર પીસીસી ચીફનું પદ સંભાળશે.

કમલનાથે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપ્યું, પાર્ટીએ તરત જ સ્વીકારી લેતા, દિગ્વિજય સિંહના નજીકના ગોવિંદ સિંહને મળી જવાબદારી
Kamal Nath resigns as Leader of Opposition
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 28, 2022 | 5:13 PM
Share

 મધ્યપ્રદેશમાં પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે (Former CM Kamal Nath) વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું છે. મળતી માહિતી મુજબ ડો.ગોવિંદ સિંહ (Dr. Govind Singh)વિપક્ષના નેતાનું પદ સંભાળશે. પૂર્વ સીએમ કમલનાથ હવે માત્ર પીસીસી ચીફનું પદ સંભાળશે. તે જ સમયે, કોંગ્રેસ (Congress Party) પાર્ટીએ વિલંબ કર્યા વિના તરત જ કમલનાથનું રાજીનામું સ્વીકારી લીધું છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા સાથેની ચર્ચા દરમિયાન ડો.ગોવિંદ સિંહે કહ્યું કે તેઓ પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી પૂરી ઈમાનદારીથી નિભાવશે. કોંગ્રેસ પહેલા પણ મજબુત હતી અને આજે પણ મજબૂત છે, પાર્ટી વિરુદ્ધ જે પણ ષડયંત્ર કરવામાં આવ્યું છે તેનો જડબાતોડ જવાબ આપવામાં આવશે. આ સરકાર જે અત્યાચાર કરી રહી છે તેની સામે કોંગ્રેસ લડશે. સચિવાલયમાં કોંગ્રેસનો ધ્વજ ફરકાવવામાં આવશે.

બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે કમલનાથને લખેલા પત્રમાં જણાવ્યું છે કે પાર્ટી અધ્યક્ષે વિપક્ષના નેતા પદ પરથી તમારું રાજીનામું તરત જ સ્વીકારી લીધું છે. તેમણે વધુમાં કહ્યું કે પક્ષ વિપક્ષના નેતા તરીકે તમારા યોગદાનની પ્રશંસા કરે છે. આ સાથે કોંગ્રેસ અધ્યક્ષે ડૉ.ગોવિંદ સિંહને વિપક્ષના નેતા બનાવવાના પ્રસ્તાવને પણ સ્વીકારી લીધો છે. તમને જણાવી દઈએ કે, ડૉ.ગોવિંદ સિંહ 7 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.

આ પણ વાંચો

‘કોંગ્રેસનું જાતિવાદી રાજકારણ’

ભાજપના રાજ્ય મંત્રી રજનીશ અગ્રવાલનું કહેવું છે કે કોંગ્રેસે ફરી એકવાર એસસી, એસટી અને ઓબીસીને છેતરવાનું કામ કર્યું છે. તેઓ આ વર્ગોના નામે ઘણું રાજકારણ કરે છે, પરંતુ જ્યારે પદ આપવાની વાત આવે છે ત્યારે તેઓ છેતરપિંડી કરે છે. આમાંથી કોઈપણ વર્ગને વિપક્ષના નેતાના પદ પર ન બનાવવાનો સીધો અર્થ એ છે કે કોંગ્રેસ તેમના નામે જ શુદ્ધ રાજકારણ કરે છે.

Follow Us
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
અમદાવાદ: વટવામાં ભુવામાં ખાબક્યો બાઈકચાલક, મનપાની બેદરકારી સામે રોષ
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
ગુજરાતના વેપાર ધંધા પર ઇરાન યુદ્ધની આડઅસર, જુઓ Video
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
સુરેન્દ્રનગર: 24 કલાકમાં 35 વાર ફાટક બંધ, ટ્રાફિકથી જનતા થઈ ત્રસ્ત
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
બર્ડ ફ્લૂનો ખતરો મહારાષ્ટ્રમા કેસ નોંધાતા ગુજરાત બોર્ડર પર તંત્ર એલર્ટ
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
જેલમાં બેઠા બેઠા સુરતની બેંકમાં કરાવડાવી લૂંટ, જુઓ Video
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
મહુવા માર્કેટ યાર્ડ: ડુંગળીના ભાવ તળિયે બેસતા ખેડૂતો રાતા પાણીએ રોયા
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
​મહેમદાવાદના વાંઠવાળીમાં કેનાલના કામમાં પોલંપોલ, જુઓ Video
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
કચ્છમાંથી પાકિસ્તાની બોટ મળી આવી, જુઓ વીડિયો
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફૂડ વિભાગની મોટી કાર્યવાહી! આઈસ્ક્રીમ અને રસમાં ભેળસેળ જોવા મળી
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
ફાયર વિભાગની ટીમે બાઈકચાલકનું કર્યુ રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">