Jyoti-Alok Maurya: SDM જ્યોતિ મૌર્યની મુશ્કેલીઓ વધી, ભ્રષ્ટાચારનો મામલો લોકાયુક્ત સુધી પહોંચ્યો
આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ IPS અમિતાભ ઠાકુરે કહ્યું કે, મનીષ દુબે વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે. PCS અધિકારી જ્યોતિ મૌર્ય પણ આ મામલે સમાન ભાગીદાર છે. તેમણે કહ્યું કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.
PCS ઓફિસર જ્યોતિ મૌર્યની (Jyoti Maurya) મુશ્કેલીઓ સતત વધી રહી છે. ભ્રષ્ટાચાર અંગે તેમના પતિ આલોક મૌર્યએ મુખ્યમંત્રીને ફરિયાદ કરી હતી. ત્યારબાદ હવે હવે આ મામલાની ફરિયાદ લોકાયુક્તને પણ કરવામાં આવી છે. આ સાથે જ કાર્યવાહીની પણ માગ કરવામાં આવી રહી છે. PCS ઓફિસર જ્યોતિ અને તેના પતિ આલોક મૌર્ય વચ્ચે વિવાદ થોડા દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે અને પતિ-પત્ની વચ્ચેનો આ વિવાદ સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બન્યો છે.
જ્યોતિના મનીષ દુબે સાથે આડા સંબંધો
આલોક મૌર્યએ થોડા દિવસ પહેલા તેની પત્ની જ્યોતિ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્યોતિના હોમગાર્ડ કમાન્ડન્ટ મનીષ દુબે સાથે આડા સંબંધો છે. તેઓ બંને સાથે મળીને મને મારવા માંગે છે. આ કેસમાં પીસીએસ ઓફિસર જ્યોતિ મૌર્યની તપાસ ચાલી રહી છે. માહિતી આપતાં આઝાદ અધિકાર સેનાના પ્રવક્તા ડો.નૂતન ઠાકુરે જણાવ્યું કે, આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતાભ ઠાકુરે PCS જ્યોતિ મૌર્યના પતિ આલોક મૌર્ય દ્વારા આપવામાં આવેલી ડાયરીના પાના લોકાયુક્તને આપ્યા છે.
આ મામલે લોકાયુક્તને ફરિયાદ કરવામાં આવી
આક્ષેપ કરવામાં આવ્યો છે કે, હસ્તલિખિત પાનાઓમાં ભ્રષ્ટાચારની એન્ટ્રી છે. તેમાં જુદા-જુદા વ્યક્તિઓ સાથેના વ્યવહારોની વિગતો નોંધવામાં આવી છે. આરોપ છે કે આલોક મૌર્યએ ફરિયાદ કરી હતી કે તમામ એન્ટ્રીઓ જ્યોતિ મૌર્યની નોકરીમાં મળેલા અયોગ્ય નાણાંના વ્યવહારો સાથે સંબંધિત છે. આ મામલાની ફરિયાદ સૌથી પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કરવામાં આવી હતી. હવે આ મામલે લોકાયુક્તને ફરિયાદ કરવામાં આવી છે. જ્યોતિ મૌર્ય સામે કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે.
આ પણ વાંચો : West Bengal: પેટ્રોલ છાંટી કાર્યકરને જીવતો સળગાવી હત્યાનો પ્રયાસ, ઘટના બાદ બંગાળમાં રાજકારણ ગરમાયું
મનીષ દુબે વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે
આઝાદ અધિકાર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ IPS અમિતાભ ઠાકુરે કહ્યું કે, મનીષ દુબે વિરુદ્ધ વિભાગીય તપાસ ચાલી રહી છે. PCS અધિકારી જ્યોતિ મૌર્ય પણ આ મામલે સમાન ભાગીદાર છે. તેમણે કહ્યું કે તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. તેમની સામે આટલા ગંભીર આરોપો છે તો સવાલ એ ઊભો થાય છે કે તેમની સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ કરવામાં આવી નથી?