JNU માં વિદ્યાર્થીઓએ બતાવી ‘રામ કે નામ’ ડોક્યૂમેન્ટ્રી, JNU પ્રશાસને નહોતી આપી મંજૂરી
આ પહેલા જેએનયુ પ્રશાસને કહ્યું હતું કે આ કાર્યક્રમ જેએનયુ પ્રશાસનની પરવાનગી વિના કરવામાં આવ્યો છે. સાથે જણાવ્યું કે, આ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે અને તેથી કાર્યક્રમ રદ કરવામાં આવે નહિંતર કડક કાર્યવાહી કરવામાં આવશે.
JNU માં ડોક્યૂમેન્ટ્રી(Documentary)ના સ્ક્રીનિંગને લઈ ફરી વિવાદ શરૂ થયો છે. JNU વહીવટીતંત્ર (JNU Administration)દ્વારા કડક પગલાં લેવા છતાં, જેએનયુએસયુ JNUSU એ 6 ડિસેમ્બર 1992 ના રોજ બાબરી મસ્જિદના ધ્વંસ પર આધારિત ડોક્યુમેન્ટરી ‘રામ કે નામ’ (Ram Ke Naam)શનિવારે રાત્રે 9:30 વાગ્યે પ્રદર્શિત કરી હતી.
આ પહેલા જેએનયુ પ્રશાસને કહ્યું હતું કે આ કાર્યક્રમ જેએનયુ પ્રશાસનની પરવાનગી વિના કરવામાં આવ્યો છે. સાથે જણાવ્યું કે, આ સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે અને તેથી કાર્યક્રમ રદ કરવામાં આવે નહિંતર કડક કાર્યવાહી કરવામાં આવશે.
જેએનયુએસયુ પ્રમુખ આઈશી ઘોષે કહ્યું કે જેએનયુએસયુ કાર્યાલયમાં કાર્યક્રમોનું આયોજન કરવા માટે જેએનયુ પ્રશાસનની પરવાનગીની કોઈ જરૂર નથી. ડોક્યુમેન્ટરીના નિર્માતા આનંદ પટવર્ધને પણ વિદ્યાર્થીઓને એકતાનો સંદેશ મોકલ્યો હતો અને કહ્યું હતું કે તેમને ફિલ્મ બતાવવાનો પૂરો અધિકાર છે કારણ કે તેને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી ‘U’ પ્રમાણપત્ર મળ્યું છે.
બીજી તરફ, જેએનયુના રજિસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું કે, ધ્યાન પર આવ્યું છે કે જેએનયુએસયુના નામ પર વિદ્યાર્થીઓના એક જૂથે ટેફલાસ (વિદ્યાર્થી સંઘ હોલ) ખાતે એક ડોક્યુમેન્ટ્રી ‘રામ કે નામ’ શનિવાર રાત્રે 9:30 કલાકે દર્શાવી છે. જેના સ્ક્રીનિંગ માટે પેમ્ફલેટ આપવામાં આવ્યા હતા. યુનિવર્સિટી પ્રશાસને કહ્યું કે આ કાર્યક્રમ માટે તેમની પાસેથી કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી નથી.
JNU રજિસ્ટ્રાર દ્વારા મોકલવામાં આવ્યો પરિપત્ર
પરિપત્રમાં જણાવાયું છે કે આવી અનધિકૃત પ્રવૃત્તિ યુનિવર્સિટી કેમ્પસના સાંપ્રદાયિક સૌહાર્દ અને શાંતિપૂર્ણ વાતાવરણને ખલેલ પહોંચાડી શકે છે. સંબંધિત વિદ્યાર્થીઓ/વ્યક્તિઓને સૂચિત કાર્યક્રમને તાત્કાલિક રદ કરવાની સલાહ આપવામાં આવે છે.
આમ ન કરવા પર આ ઘટના માટે જવાબદાર લોકો સામે યુનિવર્સિટીના નિયમો અનુસાર કડક શિસ્તભંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી શકે છે. વિદ્યાર્થીઓને એ પણ સૂચના આપવામાં આવે છે કે તેઓ આ પેમ્ફલેટથી પ્રભાવિત ન થાય, જે અનધિકૃત અને અયોગ્ય છે.
JNUSU પ્રમુખ આઈશી ઘોષે એક ફેસબુક પોસ્ટમાં કહ્યું કે ‘તેમને યુનિયન હોલમાં ‘રામ કે નામ’નું સ્ક્રીનિંગ શેડ્યૂલ કર્યું છે. તેમણે કહ્યું કે આ રીતે RSS-BJPના કઠપૂતળી સંગઠને એક પરિપત્ર બહાર પાડ્યો છે કે આ ડોક્યુમેન્ટ્રી બતાવવાનું અનધિકૃત છે અને તે સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડી શકે છે. ‘
‘રામ કે નામ’માં સત્ય બતાવવામાં આવ્યું છે કે ભાજપ આ દેશમાં શું કરી રહ્યું છે અને કેવી રીતે આ બિનસાંપ્રદાયિક દેશમાં દક્ષિણપંથી કટ્ટરપંથીઓની તરફથી આ ધર્મનિરપેક્ષ દેશમાં કેવી રીતે સાંપ્રદાયિક નફરત ફેલાવવામાં આવી રહી છે.
તેમણે કહ્યું કે જેએનયુએસયુ કોઈપણ કિંમતે પીછેહઠ કરશે નહીં. આ કાર્યક્રમ થશે અને અમે JNU વિદ્યાર્થી સમુદાયને આ ડોક્યુમેન્ટરી જોવા માટે રાત્રે 9 વાગ્યે મોટી સંખ્યામાં એકત્ર થવા વિનંતી કરીએ છીએ. જેએનયુએસયુના ઉપાધ્યક્ષ સાકેત મૂને કહ્યું કે વહીવટીતંત્ર એ નક્કી નહીં કરે કે વિદ્યાર્થીઓ શું જોશે.
તેમણે કહ્યું કે 6 ડિસેમ્બરે બાબરી મસ્જિદ ધ્વંસની વર્ષગાંઠ હશે. અમે ડોક્યુમેન્ટરીનું સ્ક્રીનિંગ ગોઠવવાનું નક્કી કર્યું. છે. ડોક્યુમેન્ટરી સાર્વજનિક અને મુક્તપણે YouTube પર ઉપલબ્ધ છે અને તેણે પુરસ્કારો પણ જીત્યા છે.
આ પણ વાંચો: કપાસ ઉતારવા મળતા ન હતા મજૂર, ખેડૂતની વ્હારે પોલીસ આવી, સોશિયલ મીડિયા પર થયા ખુબ વખાણ