JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ

Kunjan Shukal

|

Updated on: Jan 06, 2020 | 5:51 AM

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં એક વખત ફરી વખત ઘર્ષણ થયું છે. રવિવારે મોડી રાત્રે JNU કેમ્પસમાં ઘણા હુમલાખોરોએ લાકડીઓ સાથે હુમલો કર્યો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. JNUSU અધ્યક્ષ સહિત કુલ 25 વિદ્યર્થીઓના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ થયેલા લોકોને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા […]

JNU હિંસા પર દિલ્હી પોલીસે દાખલ કરી FIR, ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો કેસ
Follow us

દિલ્હીની જવાહરલાલ નેહરૂ યૂનિવર્સિટીમાં એક વખત ફરી વખત ઘર્ષણ થયું છે. રવિવારે મોડી રાત્રે JNU કેમ્પસમાં ઘણા હુમલાખોરોએ લાકડીઓ સાથે હુમલો કર્યો. જેમાં ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. JNUSU અધ્યક્ષ સહિત કુલ 25 વિદ્યર્થીઓના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે. ઘાયલ થયેલા લોકોને એઈમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

jnu-violence-shocked-to-see-whats-happening-says-delhi-cm-kejriwal

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

દિલ્હી પોલીસે JNU હિંસા મામલે પ્રથમ FIR દાખલ કરી લીધી છે. આ મામલાની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચને સોંપી દેવામાં આવી છે. પોલીસના સુત્રોનું માનીએ તો જે વીડિયો સામે આવ્યો છે તેમાં ઘણા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. ઝડપી જ તે લોકોની ધરપકડ કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલના ઘર પર JNU હિંસાને લઈ બેઠક થઈ રહી છે. આ બેઠકમાં આમ આદમી પાર્ટીના ઘણા મોટા નેતા પણ સામેલ છે અને દિલ્હી સરકારના મંત્ર પણ સામેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati