ગુજરાતના જામનગરમાં સ્થપાશે ટ્રેડીશનલ મેડિસીનનું વૈશ્વિક કેન્દ્ર , WHO અને ભારત સરકાર વચ્ચે કરાર
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે.
ગુજરાતને(Gujarat) વૈશ્વિક નકશા પર આગળ લઇ જવા સરકાર વધુ એક ભેટ આપવા જઈ રહી છે. જેમા ટ્રેડીશનલ મેડિસીન(Traditional Medicine) પર WHO નું વૈશ્વિક કેન્દ્ર જામનગર(Jamnagar) ખાતે સ્થાપવામાં આવશે. આ માટે જીનીવામાં 25 માર્ચે ભારતના આયુષ વિભાગ અને WHO વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. વિશ્વ આરોગ્ય સંસ્થા અને ભારત સરકાર વચ્ચે આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. 21 એપ્રિલ 2022 ના રોજ તેનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. ભારત આ કેન્દ્ર માટે $250 મિલિયન ખર્ચ કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ WHO અને ભારત સરકાર વચ્ચેના કરારનું સ્વાગત કર્યું છે. તેમણે કહ્યું કે એવી આશા છે કે WHOનું નવું વૈશ્વિક કેન્દ્ર ગુજરાતમાં બની રહ્યું છે જે વિશ્વને વધુ સારા અને સસ્તા મેડિકલ સોલ્યુશન્સ પ્રદાન કરવામાં મદદરૂપ થશે.
કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર – WHO
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે આ નવું વૈશ્વિક કેન્દ્ર ટ્રેડીશનલ મેડિસીન અને તબીબી પદ્ધતિઓના આધુનિક સંશોધન અને પ્રમાણીકરણમાં મદદ કરશે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ડાયરેક્ટર-જનરલ ડૉ. ટેડ્રોસ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે વિશ્વના લાખો લોકો માટે પરંપરાગત દવા એ રોગોની સારવારનું પ્રથમ પગલું છે. આવી સ્થિતિમાં પરંપરાગત દવાઓને વૈજ્ઞાનિક આધાર સાથે વધુ અસરકારક બનાવવાનો અમારો પ્રયાસ રહેશે. તેમણે આ કેન્દ્રની સ્થાપના માટે ભારત સરકારનો આભાર માન્યો હતો.
Another landmark initiative of the Govt. of India, the @WHO Global Centre for Traditional Medicine is coming up at Jamnagar, Gujarat. Watch the following video to find out why Jamnagar is perfect for this game-changer initiative.#Ayush #TraditionalMedicine #Who pic.twitter.com/gLylwWmspY
— Ministry of Ayush (@moayush) March 26, 2022
વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે
વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું કે વિશ્વની 80 ટકા વસ્તી પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે. યુએનના 194 માંથી 170 દેશોએ તેમના દ્વારા ઉપયોગમાં લેવાતી પરંપરાગત દવાઓ અને તબીબી પ્રણાલીઓને વધુ અસરકારક બનાવવા માટે WHOની મદદ માંગી હતી. આધુનિક દવાઓમાં વપરાતી 40 ટકા દવાઓ એવી છે કે તે કુદરતી ઉત્પાદનોમાંથી મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે, એસ્પ્રિન નામની દવા અંગ્રેજી વિલો વૃક્ષની છાલનો ઉપયોગ કરીને પરંપરાગત રીતે લેવામાં આવી છે. આ ઉપરાંત બાળકોમાં કેન્સરની સારવાર માટે ઉપયોગમાં લેવાતી દવા સામાન્ય રીતે ઘરોમાં ઉગાડવામાં આવતા સદાબહારના છોડમાંથી બનાવવામાં આવે છે.
India is honoured to be home to a state-of-the-art @WHO Global Centre for Traditional Medicine. This Centre will contribute towards making a healthier planet and leveraging our rich traditional practices for global good. https://t.co/w59eeIKR5g
— Narendra Modi (@narendramodi) March 26, 2022
ઉલ્લેખનીય છે કે, વિશ્વ આરોગ્ય સંસ્થાના મહાનિર્દેશક ડૉ. ટેડ્રોસ અધાનમ ઘેબેરેયસસે ભારતના વડાપ્રધાનની ઉપસ્થિતિમાં 13મી નવેમ્બર, 2020ના રોજ 5મા આયુર્વેદ દિવસના અવસરે ભારતમાં WHO GCTMની સ્થાપનાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને WHOની આ પહેલની પ્રશંસા કરી હતી અને ઉલ્લેખ કર્યો હતો કે WHO GCTM વૈશ્વિક સુખાકારીના કેન્દ્ર તરીકે ઉભરી આવશે, પુરાવા આધારિત સંશોધન, તાલીમ અને પરંપરાગત દવા માટે જાગૃતિને પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે બોપલ-ઘુમામાં ઇકોલોજી પાર્કનું લોકાર્પણ કર્યું
આ પણ વાંચો : Kheda : નડિયાદ લવ જેહાદના કેસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો, આરોપી યાસરે હોસ્પિટલમાં યુવતીના ગર્ભાશયની તપાસ કરાવી હતી