Jammu Kashmir : સુરક્ષા દળોને મળી સફળતા, અનંતનાગમાં બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર

|

Jul 10, 2021 | 6:43 PM

સુરક્ષા દળોએ બંને તરફથી ફાયરિંગ સાથે જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ માર્યા ગયેલા આતંકવાદીઓ અને આતંકવાદી જૂથ સાથેના સબંધોની ઓળખ કરવામાં આવી રહી છે.

Jammu Kashmir : સુરક્ષા દળોને મળી સફળતા, અનંતનાગમાં બે આતંકીઓ એન્કાઉન્ટરમાં ઠાર
Jammu Kashmir Two terrorists shot dead in encounter in Anantnag

Follow us on

જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir ) ના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો(Security Force) ને શનિવારે મોટી સફળતા મળી હતી જેમાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. આ સંદર્ભે એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, રાણીપોરા વિસ્તારમાં ક્વારીગામમાં આતંકવાદીઓ હોવાની બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ વિસ્તારને કોર્ડન કરી સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જ્યારે સુરક્ષા દળોએ આ વિસ્તારમાં તપાસ શરૂ કરી ત્યારે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું.

આતંકવાદીઓને છુપાયા હોવાની આશંકાના પગલે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સુરક્ષા દળોએ બંને તરફથી ફાયરિંગ સાથે જવાબી કાર્યવાહી કરી હતી. આ દરમ્યાન બે આતંકવાદીઓ માર્યા ગયા હતા. તેમણે કહ્યું કે માર્યા ગયેલા આતંકવાદીઓ અને આતંકવાદી જૂથ સાથેના સબંધોની ઓળખ કરવામાં આવી રહી છે. જ્યારે આ વિસ્તારના અન્ય આતંકવાદીઓને છુપાયા હોવાની આશંકાના પગલે સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

છેલ્લા ત્રણ દિવસમાં દક્ષિણ કાશ્મીરમાં પાંચ એન્કાઉન્ટર થયા

આ ઉપરાંત ગત દિવસોમાં જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir ) ના કુલગામ જિલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે સંઘર્ષ થયો હતો. આતંકવાદીઓની હાજરી અંગે બાતમી મળ્યા બાદ સુરક્ષા દળોએ ગુરુવારે રાત્રે કુલગામ જિલ્લાના રેડવાની વિસ્તારમાં ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આતંકીઓ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યા બાદ આ કાર્યવાહી એન્કાઉન્ટરમાં ફેરવાઈ હતી. છેલ્લા ત્રણ દિવસમાં દક્ષિણ કાશ્મીરમાં પાંચ એન્કાઉન્ટર થયા છે, જેમાં સાત આતંકવાદીઓને ખતમ કરવામાં આવ્યા છે.

પીએમ મોદી સાથે રાજકીય પક્ષોની બેઠક બાદ આતંકવાદી પ્રવૃત્તિઓમાં વધારો

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો હોવાનું જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જ જમ્મુ-કાશ્મીરના તમામ રાજકીય પક્ષોને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હીમાં પીએમ મોદી સાથે બેઠક માટે બોલાવવામાં આવ્યા હતા. જો કે બેઠક બાદ ઘાટીમાં આતંકવાદી બનાવોમાં વધારો થયો છે. હાલ સુરક્ષા દળો આતંકવાદીઓને બાજ નજર રાખી રહ્યા છે અને વળતો જવાબ પણ આપી રહ્યા છે.હાલમાં સીમાંકનને લઈને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સતત મીટિંગો યોજાઇ રહી છે. જેમાં સીમાંકન પંચે શુક્રવારે જમ્મુ-કાશ્મીરની ચાર દિવસીય મુલાકાત પૂર્ણ કરી છે.

આ પણ વાંચો :  Dwarka મંદિરની આસપાસથી દબાણો દૂર કરવા ધનરાજ નથવાણીની સરકારને રજૂઆત

આ પણ વાંચો :  Railway Alert! પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં બે દિવસ વિક્ષેપ રહેશે , જાણો કારણ અને શું પડશે અસર 

 

Published On - 6:33 pm, Sat, 10 July 21

Next Article