Railway Alert! પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં બે દિવસ વિક્ષેપ રહેશે , જાણો કારણ અને શું પડશે અસર

પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ (PRS) ની શરૂઆત 1986 માં ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત દેશના ચાર મહાનગરો - દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં કમ્પ્યુટર આધારિત ઓફલાઇન ટિકિટિંગ સેવા શરૂ કરવામાં આવી હતી.

Railway Alert! પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં બે દિવસ વિક્ષેપ રહેશે , જાણો કારણ અને શું પડશે અસર
file image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 1:56 PM

જો તમે આગામી દિવસોમાં મુસાફરી કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે ખુબ મહત્વના છે. જો તમે મુસાફરી માટે રિઝર્વેશન અથવા ટિકિટ લેવાના છો તો આ બાબતનો ખ્યાલ રાખજો. રેલવેની રિઝર્વેશ માટેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (passenger reservation system -PRS) આજે એટલેકે શનિવારે અને આવતીકાલે બે દિવસ કેટલાક સમય માટે ઠપ્પ રેહવાની છે.

ભારતીય રેલ્વેએ તેના મુસાફરો માટે એલર્ટ જારી કર્યું છે. સેન્ટ્રલ રેલ્વે દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) આજે 10 શનિવાર અને 11 જુલાઈ એટલે કે રવિવારે 3 કલાક બંધ રહેશે. રેલવે દ્વારા જણાવ્યું છે કે PRS અને કોચિંગ રિફંડ પ્રોસેસ 10 મી જુલાઈની રાત્રે 11.45 થી સવારે 11 જુલાઈ એ સવારે 2.45 સુધી બંધ રહેશે. આ સમય દરમિયાન રિફંડ મેન્યુઅલી કરવામાં આવશે.

જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે તમારે ટિકિટ લેવાની જરૂર પડે છે. તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે લઈ શકાય છે. જ્યારે કોઈ મુસાફર ઓફલાઇન કાઉન્ટર ટિકિટ લે છે ત્યારે તેમાં પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) નો ઉપયોગ કરવામાં આવે છે. જે કાઉન્ટરથી ઓફલાઇન ટિકિટ લેવામાં આવે છે તેને PRS કહેવામાં આવે છે. ટિકિટ કાઉન્ટરો ઉપરાંત સ્ટેશનો પર વર્તમાન રિઝર્વેશન અને ઈન્કવાયરી કાઉન્ટર્સ પણ હોય છે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ

PRS કાઉન્ટર 1986 માં શરૂ થયું હતું પેસેન્જર્સ રિઝર્વેશન સિસ્ટમ (PRS) ની શરૂઆત 1986 માં ભારતીય રેલ્વે દ્વારા કરવામાં આવી હતી. આ અંતર્ગત દેશના ચાર મહાનગરો – દિલ્હી, મુંબઇ, કોલકાતા અને ચેન્નઇમાં કમ્પ્યુટર આધારિત ઓફલાઇન ટિકિટિંગ સેવા શરૂ કરવામાં આવી હતી. આ કાઉન્ટરને સરળ શબ્દોમાં ટિકિટ કાઉન્ટર કહી શકાય.

ફરી દોડશે તેજસ એક્સપ્રેસ IRCTCએ શેરબજારને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે, આવતા મહિનાથી અમદાવાદ-મુંબઇ વચ્ચે દોડતી ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ ફરીથી શરૂ કરવામાં આવી રહી છે. શેરબજારને અપાયેલી માહિતીમાં જણાવવામાં આવ્યું હતું કે 7 ઓગસ્ટ, 2021 થી તેજસ એક્સપ્રેસ મુંબઈ અને અમદાવાદ વચ્ચે શરૂ થશે.આ ટ્રેન અઠવાડિયાના ચાર દિવસ – શુક્રવાર, શનિવાર, રવિવાર અને સોમવારે દોડશે. કોરોના બીજી લહેરને કારણે 2 એપ્રિલ 2021 ના ​​રોજ પ્રથમ વખત અમદાવાદ મુંબઇ-અમદાવાદ તેજસ એક્સપ્રેસની સેવા બંધ કરવામાં આવી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">