AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jammu kashmir News: જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજોની શાન કઈ રીતે ઠેકાણે આવી ખબર છે? વાંચો કઈ સ્ટ્રેટેજીથી પથ્થરબાજીની ઘટના શૂન્ય થઈ ગઈ

કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સ્ટ્રેટેજીને લઈ ટેરર ફંડિંગથી લઈ યુવાનોના હાથમાંથી પથ્થરતો છુટી ગયા સાથે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓની અપેક્ષાઓ ધુળમાં મળી ગઈ છે.

Jammu kashmir News: જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજોની શાન કઈ રીતે ઠેકાણે આવી ખબર છે? વાંચો કઈ સ્ટ્રેટેજીથી પથ્થરબાજીની ઘટના શૂન્ય થઈ ગઈ
Jammu kashmir News
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 23, 2023 | 12:15 PM
Share

જમ્મુ કાશ્મીરની અગર હવે વાત કરીએ તો ત્રાસવાદીઓની જેમ તેના ભ્રમિત થયેલા યુવાનો ધીરધીરે પાટા પર આવી રહ્યા છે. વાત કરી રહ્યા છે એ પથ્થરબાજોની કે જેને લઈને જમ્મુ કાશ્મીરમાં એટલી હદે અરાજક્તા ફેલાઈ હતી કે પ્રવાસીઓની સંખ્યામાં તો ઘટાડો થઈ જ ગયો હતો પણ દેશની સેનાના જવાનો પર હુમલાની ઘટનામાં પણ સતત વધારો નોંધાયો હતો.

કાશ્મીરમા અલગતાવાદીઓએ એ રીતે પગદંડો જમાવ્યો હતો

પાકિસ્તાનના ઈશારે કાશ્મીરમા અલગતાવાદીઓએ એ રીતે પગદંડો જમાવ્યો હતો કે જેને લઈને યુવાનોના હાથમાં પથ્થર આવી ગયા હતા અને ટેરર ફંડિગના કારણે આવી ઘટનાઓ અટકવાનું નામ નોહતુ લઈ રહી પણ 370 આર્ટિકલ નાબુદ થયા બાદ કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી સ્ટ્રેટેજીને લઈ ટેરર ફંડિંગથી લઈ યુવાનોના હાથમાંથી પથ્થરતો છુટી ગયા સાથે પાકિસ્તાનમાં બેઠેલા આકાઓની અપેક્ષાઓ ધુળમાં મળી ગઈ છે.

કાશ્મીરમાં પથ્થરબાજીની ઘટનામાં કઈ રીતે ઘટાડો થયો

કાશ્મીરમાં વર્ષ 2008ના સમયગાળાથી પાકિસ્તાનના ઈશારે પથ્થરમારાની ઘટના ચાલી રહી હતી જો કે 2020 આવતા સુધીમા તેમા સતત ઘટાડો થવા લાગ્યો કેમકે ભારતીય કરન્સી ડિમોનીટાઈઝેશનને લઈ આતંકવાદીઓના હાથમાં કેશ ફ્લો માં ઘટાડો તેમજ એક સૂત્ર પ્રમાણેની માહિતિ મુજબ પાકિસ્તાનની ISI દ્વારા 800 કરોડ જેટલી રકમ પથ્થરબાજો અને આતંકવાદને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે જ આપવામાં આવી હતી જો કે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિને લઈ 2020થી લઈ 2023 આવતા સુધીમાં આવી ઘટના શુન્ય પર પોહચી ગઈ છે.

કાશ્મીરમાં હવે પથ્થરબાજી નહી કેમેરાની ક્લિકના અવાજ

કાશ્મીરમાં પથ્થરબાજોની શાન ઠેકાણે આવ્યા બાદ યુવાનો સમજી રહ્યા છે કે વિકાસથી જ આગળ વધી શકાશે અને તેમના ધાર્મિક કટ્ટરવાદ દુર થવાને લઈ હવે પ્રવાસીઓમાં સવાર થયેલો ડર દુર થવા લાગ્યો છે અને એ જ કારણ છે કે વર્ષ 2016માં 2600 કરતા વધારે પથ્થરબાજીની ઘટના નોંધાઈ હતી જે 2023માં શુન્ય થઈ ગઈ.

જે પણ પથ્થરબાજો પકડાતા હતા તેમને અન્ય રાજ્યની જેલમાં મોકલી દેવામાં આવતા હતા અને તેની પણ અસર ખાસ્સી જોવા મળી. જે યુવાનોએ પોતાની આંખ ગુમાવી કે પરિવારથી વિખુટા પડી ગયા તે સમજી ગયા અને મુખ્ય પ્રવાહમાં પાછા ફરી જતા કાશ્મીરમાં પ્રવાસીઓ વધ્યા અને આતંકવાદી પ્રવૃતિઓ પર લગામ લાગી ગઈ છે.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતોથી બચી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ એપિસોડમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના મચ્છલ સેક્ટરના કાળા જંગલમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યા.

આતંકવાદીઓ વિરૂદ્ધ ઓપરેશન

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ તેમની હરકતોથી બચી રહ્યા નથી. ભારતને નુકસાન પહોંચાડવાના ઈરાદા સાથે સરહદે ઘૂસણખોરીના સતત પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સુરક્ષા દળો દરેક પ્રયાસને નિષ્ફળ બનાવી રહ્યા છે. આ એપિસોડમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. કુપવાડાના મચ્છલ સેક્ટરના કાળા જંગલમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરથી ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. એટલા માટે સુરક્ષા દળોએ તેનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને તેને મારી નાખ્યા.

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">