જમ્મુ-કાશ્મીર: શોપિયાંમાં સુરક્ષા દળોને મળી મોટી સફળતા, અથડામણમાં ચાર આતંકવાદીઓ ઠાર
Jammu Kashmir: સુરક્ષા દળોએ પહેલા બે આતંકીઓને ઠાર કર્યા અને ત્યારબાદ સમાચાર આવ્યા કે સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો દ્વારા ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) શોપિયાના ઝૈનાપોરા વિસ્તારના બડીગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું કે આ અથડામણમાં સુરક્ષા દળોએ ચાર આતંકવાદીઓને (Terrorists) ઠાર કર્યા છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે. તમને જણાવી દઈએ કે સુરક્ષા દળોએ પહેલા બે આતંકીઓને ઠાર કર્યા અને ત્યારબાદ સમાચાર આવ્યા કે સુરક્ષા દળોએ વધુ બે આતંકીઓને ઠાર કર્યા છે. સુરક્ષા દળો દ્વારા ઘાટીમાં આતંકીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.
અલગ-અલગ જગ્યાઓ પર સતત સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને આતંકીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. જેના કારણે આતંકીઓ ગુસ્સે ભરાયા છે અને આવા હુમલાઓ દ્વારા પોતાના ષડયંત્રને અંજામ આપી રહ્યા છે. આ કારણે ઘાટીમાં આતંકવાદીઓનું આ નાપાક ષડયંત્ર સતત વધી રહ્યું છે.
#UPDATE | Two more terrorists were killed in the encounter (Total 4). Search operation going on. Further details shall follow: Police
— ANI (@ANI) April 14, 2022
આ પહેલા બુધવારે જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ એક વ્યક્તિને ઠાર માર્યો હતો. રાજપૂત સતીશ કુમાર સિંહને દક્ષિણ કાશ્મીર જિલ્લાના કાકરાન વિસ્તારમાં સાંજે લગભગ 7.30 વાગ્યે આતંકવાદીઓએ ગોળી મારી દીધી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે, ગોળીબારનો અવાજ સાંભળીને, સિંહના ઘરે તૈનાત બે પોલીસકર્મીઓ બહાર આવ્યા અને તેમને લોહીથી લથપથ જોયા હતા.
આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો
તેમણે જણાવ્યું કે સિંહ (55)ને માથામાં એક ગોળી અને છાતીમાં બે ગોળી વાગી હતી. ઘાયલ સિંહને શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેનું મૃત્યુ થયું. પોલીસે ટ્વિટ કર્યું કે, કુલગામના રહેવાસી સતીશ કુમાર સિંહનું હોસ્પિટલમાં મૃત્યુ થયું. આ આતંકી હુમલામાં સંડોવાયેલા આતંકીઓને જલ્દી ઠાર કરવામાં આવશે. તેમાં સામેલ આતંકવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. અધિકારીઓને શંકા છે કે આ હુમલામાં લશ્કર-એ-તૈયબાનો એક નવો ઓપરેટિવ સામેલ હતો.
આ પણ વાંચો : PM મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને લખ્યો પત્ર, આતંકવાદ પર અંકુશ લગાવવાની કરી વાત
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો