PM મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને લખ્યો પત્ર, આતંકવાદ પર અંકુશ લગાવવાની કરી વાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા પીએમને પત્ર દ્વારા સરકારની રચના માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ પ્રેરિત કર્યા છે.

PM મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને લખ્યો પત્ર, આતંકવાદ પર અંકુશ લગાવવાની કરી વાત
Narendra Nodi - Shehbaz Sharif
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 14, 2022 | 4:45 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને (Shehbaz Sharif) પત્ર લખીને નવી સરકારની રચના માટે શુભેચ્છા પાઠવી છે. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના પ્રમુખ શાહબાઝ શરીફે છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા રાજકીય વિખવાદ બાદ પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે. નવી સરકારની રચના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા વડાપ્રધાનને પત્ર લખીને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમણે કહ્યું છે કે નવા વડાપ્રધાને પાકિસ્તાનની ધરતી પરથી આતંકવાદને ખતમ કરવાના પ્રયાસો તેજ કરવા જોઈએ.

સરકારના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવા પીએમને પત્ર દ્વારા સરકારની રચના માટે અભિનંદન પાઠવ્યા છે. આ સાથે તેમને આતંકવાદ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ પ્રેરિત કર્યા છે. વડાપ્રધાન મોદીએ આ પત્ર પહેલા ટ્વિટ કરીને પણ પાકિસ્તાની પીએમને અભિનંદન પાઠવ્યા છે.

પોતાના ટ્વીટ દ્વારા પીએમ મોદીએ કહ્યું હતું કે, મિયાં મુહમ્મદ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાનના રૂમમાં પસંદ થવા બદલ અભિનંદન. ભારત તેના ક્ષેત્રમાં આતંકવાદ મુક્ત શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે, જેથી આપણે દેશના વિકાસ દરમિયાન સામે આવતા પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ અને આપણા લોકોની સુખાકારી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરી શકીએ.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

જણાવી દઈએ કે પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફે શપથ લેતા પહેલા જ કાશ્મીરને લઈને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે ભારત સાથે વધુ સારા સંબંધો ઈચ્છીએ છીએ, પરંતુ જ્યાં સુધી કાશ્મીર મુદ્દા પર શાંતિપૂર્ણ ઉકેલ ન આવે ત્યાં સુધી તે કોઈ રીતે શક્ય જણાતું નથી. શરીફે કહ્યું હતું કે અમે કાશ્મીરના લોકોને તેમની દુર્દશા પર છોડી શકતા નથી.

આતંકવાદી ઘટના બાદ બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે ઘણી પહેલ કરી હતી. આ પહેલ હેઠળ, વડાપ્રધાન તરીકે શપથ લેતી વખતે, તેમણે પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને શપથ ગ્રહણ સમારોહ માટે આમંત્રણ આપ્યું હતું. આ પછી તે તેને મળવા લાહોર પણ ગયા હતા. જો કે દર વખતની જેમ પાકિસ્તાને આતંકવાદી ષડયંત્ર રચ્યું અને ભારત સાથે પાકિસ્તાનના સંબંધો બગડ્યા. શાહબાઝ શરીફ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે અને હવે પાકિસ્તાનના 23માં વડાપ્રધાન બની ગયા છે.

આ પણ વાંચો : Jammu and kashmir: શોપિયાંના ઝૈનાપોરા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ

આ પણ વાંચો : Weather Update: વિભાગોને સમયસર કામ પૂર્ણ કરવા આદેશ, હવામાન વિભાગે કહ્યું વાદળો નિરાશ નહીં કરે, આ વખતે દેશમાં ક્યાં ક્યાં, કેવો પડશે વરસાદ વાંચો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">