Pulwama encounter : પુલવામામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર, છુપાયેલા વધુ આતંકીઓને ઠાર કરવા સેનાએ ઘાલ્યો ઘેરો

|

Dec 01, 2021 | 11:54 AM

Pulwama encounterઅધિકારીએ કહ્યું કે તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ, આર્મી અને સીઆરપીએફની સંયુક્ત ટીમે જ્યાં આતંકીઓ હાજર હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું.

Pulwama encounter : પુલવામામાં એન્કાઉન્ટરમાં બે આતંકવાદી ઠાર, છુપાયેલા વધુ આતંકીઓને ઠાર કરવા સેનાએ ઘાલ્યો ઘેરો
Pulwama Encounter (symbolic image)

Follow us on

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ( Pulwama ) આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચેની અથડામણમાં  સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. બંને તરફથી ભારે ગોળીબારમાં બે આતંકવાદીઓ (Terrorist) માર્યા ગયા હોવાના અહેવાલ છે. બુધવારે સવારે શરૂ થયેલું એન્કાઉન્ટર (Encounter) પુલવામા જિલ્લાના કસ્બાયર રાજપોરા વિસ્તારમાં થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે કસબાયર વિસ્તારમાં બે આતંકીઓ છુપાયા હતા, જેને સુરક્ષા દળોએ ઘેરી લીધા હતા.

અધિકારીઓએ જણાવ્યું કે, દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લાના રાજપોરા બસ્તીના કસ્બાયર વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. એક અધિકારીએ કહ્યું કે તેમને આ વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળી હતી, ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર પોલીસ (Jammu and Kashmir Police) આર્મી (Army) અને સીઆરપીએફની (CRPF) સંયુક્ત ટીમે જ્યાં આતંકીઓ હાજર હતા ત્યાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

આ દરમિયાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે સુરક્ષાદળોના આ ઓપરેશનમાં બે આતંકીઓ ફસાયા હતા. તેમણે કહ્યું કે સુરક્ષા દળોની સંયુક્ત ટીમે શંકાસ્પદ સ્થળ પર શોધખોળ વધુ તીવ્ર બનાવી ત્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આતંકવાદીઓ સતત ગોળીઓ ચલાવી રહ્યા હતા, જેના જવાબમાં સુરક્ષા દળોએ પણ ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ શરૂ થઈ હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સુરક્ષા દળોએ બોલાવ્યો આતંકવાદીઓનો ખાત્મો
જમ્મુ-કાશ્મીરમાં સેના સતત આતંકવાદીઓને ખતમ કરવામાં લાગેલી છે. જમ્મુ અને કાશ્મીરમાં, ગયા મહિને સામાન્ય લોકોની હત્યામાં સામેલ લગભગ તમામ આતંકવાદીઓ સુરક્ષા દળો દ્વારા માર્યા ગયા છે. આતંકવાદનો સામનો કરવા માટે જમ્મુ અને કાશ્મીર પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને સૈન્ય વચ્ચે વધુ સારા સંકલન માટે વધુ સૂક્ષ્મ ફ્રેમવર્ક હેઠળ “આધુનિક” અભિગમ મૂકવામાં આવ્યો છે. કાશ્મીરમાં સ્થિતિ પ્રમાણમાં શાંત થયા પછી, ગયા મહિને જમ્મુ અને કાશ્મીરમાં નિર્દોષ લોકોની હત્યાઓની શ્રેણી શરૂ થઈ, જેનાથી પ્રદેશમાં હિંસા અને અશાંતિનો ભય ઉભો થયો. આ પછી સુરક્ષા દળોએ આતંકવાદીઓને ખતમ કરવાનું શરૂ કર્યું.

આ વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં 40 નાગરિકો માર્યા ગયા છે અને 72 ઘાયલ થયા છે. કેન્દ્ર સરકારે લોકસભામાં આ માહિતી આપી છે. એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રએ કહ્યું કે છેલ્લા 5 વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 348 સુરક્ષા જવાનો અને 195 નાગરિકોના મોત થયા છે.

જ્યારે, 2017 માં 40 નાગરિકો માર્યા ગયા હતા. તો 2018 અને 2019માં 39-39 નાગરિકો માર્યા ગયા હતા અને 2020 માં 37 નાગરિકો માર્યા ગયા હતા. વર્ષ 2017માં 80 સુરક્ષા જવાનો શહીદ થયા છે જ્યારે 2018માં 91, 2019માં 80, 2020માં 62 અને 2021માં અત્યાર સુધીમાં 35 સુરક્ષા જવાનો શહીદ થયા છે.

આ પણ વાંચોઃ

Jawad Cyclone: બંગાળની ખાડીમાં સર્જાશે જવાદ ચક્રવાત, , ઉત્તર-પૂર્વના રાજ્યો માટે ખતરાની વાગી ઘંટડી

આ પણ વાંચોઃ

IND vs SA: ભારતીય ટીમના સાઉથ આફ્રિકા પ્રવાસને લઇને BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલી આપ્યુ મોટું અપડેટ, Omicron ને લઇ તોળાઇ રહ્યુ છે સંકટ

Published On - 9:52 am, Wed, 1 December 21

Next Article