જલિયાંવાલા બાગ હત્યાકાંડ: અત્યાચારી જનરલ ડાયરના અંધાધૂધ ગોળીબારમાં સેંકડો ભારતીયો શહીદ,દેશ ક્યારેય નહીં ભૂલી શકે આ શહાદતને
Jallianwala Bagh: જલિયાવાલા બાગ હત્યાકાંડને વિશ્વની સૌથી મોટી અમાનવીય ઘટના ગણવામાં આવે છે.આ હત્યાકાંડમાં હજારો નિર્દોષ ભારતીયોના અંધાધૂધ ગોળીબારમાં (Firing)મોત થયા હતા. આજે આ ઘટનાને 103 વર્ષ પુરા થયા છે,ત્યારે ભારતીયો ક્યારેય આ ઘટનાને ભૂલી શકશે નહીં.
જલિયાંવાલા બાગ હત્યાકાંડ ભારતના ઈતિહાસમાં (Indian History) એક એવું દ્રશ્ય હતું કે જેને યાદ કરીને પથ્થર દિલનો વ્યક્તિ પણ ગભરાઈ જાય છે. 13 એપ્રિલ, 1919નો એ દિવસ કોઈ પણ ભારતીય (Indians) માટે ભૂલી ન શકાય એવો દિવસ છે. આ દિવસે બ્રિટિશ દળોની ટુકડીએ અંધાધૂંધ ગોળીબાર કરીને મોટી સંખ્યામાં ભારતીય દેખાવકારોની હત્યા કરી હતી. તમને જણાવવું રહ્યું કે, આ હત્યારા ટુકડીનું નેતૃત્વ બ્રિટિશ શાસનના અત્યાચારી જનરલ ડાયર (General Dyer) દ્વારા કરવામાં આવ્યુ હતુ.જલિયાવાલા બાગમાં (Jallianwala Bagh) કેટલાક દેખાવકારો રોલેટ એક્ટનો વિરોધ કરી રહ્યા હતા,ત્યારે જનરલ ડાયરે તકનો લાભ લઈને ગોળીઓનો વરસાદ વરસાવ્યો.
જલિયાવાલા બાગ બન્યો લોહિયાળ
અમૃતસરમાં આવેલો આ બગીચો ચારે બાજુથી બંધ હતો અને અંદર જવાનો માત્ર એક જ રસ્તો હતો. જનરલ ડાયરે તેના લોકોને બગીચાના પ્રવેશદ્વાર પર તૈનાત કર્યા હતા.તમને જાણીને નવાઈ લાગશે પરંતુ જનરલ ડાયરે તેના લોકોને ગોળી પુરી ન થઈ જાય,ત્યાં સુધી ગોળીબાર (Firing) કરવાનો આદેશ આપ્યો હતો.માત્ર થોડી જ મિનિટોમાં બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધ લોકોના ટોળા પર 1,650 રાઉન્ડ ગોળીઓ ચલાવવામાં આવી.
જેમાંથી ઘણા લોકો ગોળીથી માર્યા ગયા હતા, જ્યારે ઘણા લોકો પોતાનો જીવ બચાવવા પ્રયાસ કરતા નાસભાગમાં કચડીને મૃત્યુ પામ્યા હતા. એટલું જ નહીં ઘણા લોકોએ જીવ બચાવવા બગીચામાં આવેલા કુવામાં કૂદી પડ્યા હતા. આ ઘટનામાં 1000થી વધુ નિર્દોષ લોકોના મોત થયા હતા.
આ ઘટનાને ભારતીયો ક્યારેય નહીં ભુલી શકે
બ્રિટનના(UK) વડાપ્રધાન ડેવિડ કેમરૂને થોડા સમય પહેલા જ આ સ્થળની મુલાકાત લીધી હતી. જો કે કેમરૂને આ ઘટના માટે માફી માંગી ન હતી, પરંતુ તેને અત્યંત શરમજનક ગણાવી હતી. આ પહેલા પણ બ્રિટનના વડાપ્રધાન વિન્સલ ચર્ચિલ આ હત્યાકાંડને ભયંકર ઘટના ગણાવી ચૂક્યા છે. 1997માં રાણી એલિઝાબેથ II અને તેમના પતિ અને એડિનબર્ગના ડ્યુક પ્રિન્સ ફિલિપે પણ પવિત્ર શહેરની મુલાકાત લીધી હતી.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો : શસ્ત્ર નહી શિક્ષણ : આ સેન્ટ્રલ જેલમાં 60થી વધુ કેદીઓએ અભ્યાસ કરીને પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવી