Kambala Racing: નિશાંત શેટ્ટીએ શ્રીનિવાસ ગૌડાનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, 8.36 સેકન્ડમાં પૂરી કરી 100 મીટરની રેસ

કમ્બાલા રેસિંગના 'ઉસૈન બોલ્ટ' કહેવાતા શ્રીનિવાસ ગૌડાનો (Shrinivas Gowda) રેકોર્ડ નાશ પામ્યો છે. 30 વર્ષના બીજે નિશાંત શેટ્ટીએ (Bajagoli Jogibettu Nishanth Shetty)ઇતિહાસ રચીને 100 મીટરની આ રેસ માત્ર 8.36 સેકન્ડમાં પૂરી કરી.

Kambala Racing: નિશાંત શેટ્ટીએ શ્રીનિવાસ ગૌડાનો રેકોર્ડ તોડી રચ્યો ઇતિહાસ, 8.36 સેકન્ડમાં પૂરી કરી 100 મીટરની રેસ
kambala racing
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 12, 2022 | 11:41 AM

કર્ણાટકમાં ભેંસોની પારંપરિક જાતિ કમ્બાલાની આજકાલ ઘણી ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં, કમ્બાલા રેસિંગના (Kambala Race) ‘ઉસૈન બોલ્ટ’ કહેવાતા શ્રીનિવાસ ગૌડાનો (Shrinivas Gowda) રેકોર્ડ ફરી એકવાર તોડી નાખવામાં આવ્યો છે. 30 વર્ષના બીજે નિશાંત શેટ્ટીએ (Bajagoli Jogibettu Nishanth Shetty) ઇતિહાસ રચીને 100 મીટરની આ રેસ માત્ર 8.36 સેકન્ડમાં પૂરી કરી. તેણે શનિવારે દક્ષિણ કન્નડ જિલ્લામાં આયોજિત કમ્બાલા રેસમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. શ્રીનિવાસ ગૌડાએ ગયા વર્ષે જિલ્લાના કક્કેપડાવુ ખાતે યોજાયેલી સત્ય ધર્મ જોડુકેરે કમ્બલા રેસ 8.78 સેકન્ડમાં પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ભેંસોની કુલ 151 જોડીએ લીધો ભાગ

બજગોલી જોગીબેટ્ટુ નિશાંત શેટ્ટી કમ્બાલા રેસિંગનો ઉભરતો સ્ટાર છે. તેણે વેનુર પરમુદા સૂર્ય ચંદ્ર જોડુકેરે કમ્બાલામાં શાનદાર પ્રદર્શન કરીને ક્વાર્ટર ફાઈનલ રેસ જીતી લીધી. આ રેસ 125 મીટરની હતી, જે નિશાંતે 10.44 સેકન્ડમાં પૂરી કરી હતી. કમ્બાલા ઈવેન્ટના રેસિંગ ટ્રેક અલગ-અલગ લંબાઈના હોય છે. પરંતુ રેકોર્ડના હેતુ માટે 100 મીટરનું અંતર કાપવામાં જે સમય લાગે છે તેની નોંધ કરવામાં આવે છે.

આયોજકોએ જણાવ્યું હતું કે, 30 વર્ષના નિશાંતે ભેંસની જોડી સાથે શાનદાર પ્રદર્શન કરીને 100 મીટરનું અંતર માત્ર 8.36 સેકન્ડમાં પૂરું કર્યું હતું. જે હવે એક નવો રેકોર્ડ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વેનુર કમ્બાલામાં ભેંસોની કુલ 151 જોડીએ ભાગ લીધો હતો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કમ્બાલા રેસ શું છે?

કમ્બાલા એ દરિયાકાંઠાના કર્ણાટકમાં યોજાતી ભેંસની એક વાર્ષિક રેસ છે. જે તુલુનાડુ તરીકે જાણીતી છે. આ રેસ કીચડવાળા ડાંગરના ખેતરોમાં થાય છે. જેમાં ભેંસની જોડી સાથે રેસ કરવાની હોય છે. રેસ કાદવવાળા ડાંગરના ખેતરોમાં થાય છે અને ભેંસને જોકી ચલાવે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Corona Update: સતત બીજા દિવસે 1000થી ઓછા કેસ, એક્ટિવ દર્દીઓમાં પણ ઘટાડો નોંધાયો

આ પણ વાંચો:  Gandhinagar: ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં કોરોના વિસ્ફોટ, વધુ 16 વિદ્યાર્થીઓ પોઝિટિવ, કુલ આંકડો 64 થયો

g clip-path="url(#clip0_868_265)">