Jahangirpuri Violence: આવતીકાલે સપાનું પ્રતિનિધિમંડળ જહાંગીરપુરી પહોંચશે, સાંસદ શફીકર રહેમાન બર્ક પણ સામેલ થશે

|

Apr 21, 2022 | 11:15 PM

સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે (Akhilesh Yadav) 5 સભ્યોના પ્રતિનિધિમંડળની રચના કરી છે. જે શુક્રવારે દિલ્હીના જહાંગીરપુરી પહોંચીને લોકો સાથે વાત કરશે અને આખી બાબતની તપાસ કરશે.

Jahangirpuri Violence: આવતીકાલે સપાનું પ્રતિનિધિમંડળ જહાંગીરપુરી પહોંચશે, સાંસદ શફીકર રહેમાન બર્ક પણ સામેલ થશે
Akhilesh Yadav - File Photo
Image Credit source: PTI

Follow us on

દેશની રાજધાની દિલ્હીની (Delhi) જહાંગીરપુરી હિંસા (Jahagirpuri Violence) બાબતે રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ, ટીએમસી બાદ હવે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપાના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) પણ શુક્રવારે 5 સભ્યોનું પ્રતિનિધિમંડળ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ પ્રતિનિધિમંડળ જહાંગીરપુરી જશે અને લોકો સાથે વાત કરશે અને બાબતની તપાસ કરશે. તેમાં સાંસદ શફીકર રહેમાન બર્ક પણ સામેલ છે. જહાંગીરપુરી વિસ્તારમાં હિંસા બાદ સમગ્ર દેશમાં અતિક્રમણ હટાવ અભિયાનની ચર્ચા ચાલી રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને બુલડોઝરનો ઉપયોગ કરીને કેટલાક રહેણાંક અને દુકાનોમાં તોડફોડ કરી હતી. આ બાબતની નોંધ લેતા સુપ્રીમ કોર્ટે પણ સ્ટે આપ્યો છે.

આ સંદર્ભમાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે 5 સભ્યોના પ્રતિનિધિમંડળની રચના કરી છે. જે શુક્રવારે દિલ્હીના જહાંગીરપુરી પહોંચીને લોકો સાથે વાત કરશે અને બાબતની તપાસ કરશે. આ પછી તેઓ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને પોતાનો રિપોર્ટ સોંપશે. પ્રતિનિધિમંડળમાં સપાના સાંસદ શફીકર રહેમાન બર્ક, સાંસદ એસટી હસન, રાજ્યસભાના સાંસદ વિશંભર પ્રસાદ નિષાદ, પૂર્વ સાંસદ રવિ પ્રકાશ વર્મા અને પૂર્વ સાંસદ જાવેદ અલી ખાન સામેલ છે.

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ ટીમ મોકલશે

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને TMCના વડા મમતા બેનર્જીએ દિલ્હીના જહાંગીરપુરીમાં હિંસા પ્રભાવિત વિસ્તારની મુલાકાત લેવા તૃણમૂલ કોંગ્રેસને ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. આ ટીમમાં પાંચ ટીએમસી સાંસદ હશે. સાંસદોનું પ્રતિનિધિમંડળ હિંસા વિસ્તારની મુલાકાત લેશે અને લોકો સાથે વાત કરશે અને ઘટનાની હકીકતો જાણશે. જે બાદ આ ટીમ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને પોતાનો રિપોર્ટ સોંપશે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો

દિલ્હીના જહાંગીરપુરીમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. દિલ્હીના જહાંગીરપુરીમાં ફેક્ટ-ફાઇન્ડિંગ ટીમ મોકલવાનો મમતા બેનર્જીનો નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ભાજપે તેનું એક પ્રતિનિધિમંડળ બીરભૂમ જિલ્લાના બોગતુઈમાં પણ મોકલ્યું છે.

આ પણ વાંચો: બોરિસ જોન્સને રશિયા-ભારત સંબંધોને ‘અલગ અને ઐતિહાસિક’ ગણાવ્યા, કહ્યું- આ અંગે પીએમ મોદી સાથે કરીશ વાત

આ પણ વાંચો: કંડલા પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ ઝડપાતા ફરી ખળભળાટ, ડ્રગ્સની અંદાજિત કિંમત 1250 કરોડ રૂપિયા

Next Article