AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jahangirpuri Violence: દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ચેતવણી, જો અફવા ફેલાવી છે તો ગયા સમજજો, લોકો ખોટી વાતો પર ધ્યાન ન આપે

કમિશનરે કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા (Social Media) પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Jahangirpuri Violence: દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાની ચેતવણી, જો અફવા ફેલાવી છે તો ગયા સમજજો, લોકો ખોટી વાતો પર ધ્યાન ન આપે
Delhi Police Commissioner Rakesh Asthana
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2022 | 2:31 PM
Share

Jahangirpuri Violence: દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાના(Rakesh Asthana)એ સોમવારે જહાંગીરપુરી હિંસા કેસમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે અફવા ફેલાવનારાઓને કડક સંદેશ આપ્યો હતો. કમિશનરે કહ્યું કે, કેટલાક લોકો સોશિયલ મીડિયા (Social Media) દ્વારા શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સોશિયલ મીડિયા પર કડક નજર રાખી રહ્યા છીએ અને ખોટી માહિતી ફેલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. અફવાઓ પર ધ્યાન ન આપો.

નોઈડા, ગાઝિયાબાદમાં ઉછર્યા કમિશનરે વધુમાં કહ્યું કે, સરઘસના પાછળના ભાગમાં હાજર રહેલા લોકોનો ત્યાં ઉભેલા લોકો સાથે ઘર્ષણ થયો અને પથ્થરમારો શરૂ થયો. હિંસામાં 8 પોલીસ અધિકારીઓ સહિત 9 લોકો ઘાયલ થયા છે. આ કેસમાં અત્યાર સુધીમાં 23 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયાના વીડિયો ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

દરેક એંગલથી તપાસ કરવામાં આવશે

દિલ્હી પોલીસ કમિશનરે કહ્યું કે આ મામલામાં દરેક એંગલથી તપાસ કરવામાં આવશે. આ હિંસામાં પ્રત્યક્ષ કે આડકતરી રીતે સામેલ કોઈપણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. તે જ સમયે, મસ્જિદ પર ભગવા ઝંડા ફરકાવવાના પ્રશ્ન પર, કમિશનરે કહ્યું કે આ બાબતમાં કોઈ સત્ય નથી. નાનકડી વાતથી શરૂ થયેલો વિવાદ બાદમાં હિંસામાં ફેરવાઈ ગયો.

શાંતિ સમિતિ દ્વારા શાંતિપૂર્ણ માહોલ સર્જવાનો પ્રયાસ 

એક પ્રશ્નના જવાબમાં કમિશનર અસ્થાનાએ કહ્યું કે હિંસામાં સામેલ બંને પક્ષના લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ક્રાઈમ બ્રાન્ચ આ મામલે તપાસ કરી રહી છે. ક્રાઈમ બ્રાન્ચની 14 ટીમો બનાવવામાં આવી છે. આ ટીમોએ તપાસ શરૂ કરી છે. વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ડીજીટલ પુરાવાનું બી-એનાલીસીસ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં સંડોવાયેલા સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ તપાસની સાથે પોલીસે 20 શાંતિ સમિતિઓ સાથે બેઠક કરી છે. અમે શાંતિ સમિતિ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિપૂર્ણ વાતાવરણ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જહાંગીરપુરી ઉપરાંત અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા દળો તૈનાત છે. જ્યાં સુધી સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી અધિકારીઓ મેદાનમાં રહેશે.

આ પણ વાંચો-World Heritage Day 2022: આજે વિશ્વ ધરોહર દિવસની ઉજવણી, આ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ છે આકર્ષણનું કેન્દ્ર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">