Jahangirpuri Violence: મુખ્ય આરોપી અંસાર પર મની લોન્ડરિંગનો આરોપ, દિલ્હી પોલીસ કમિશનરે EDને PMLA હેઠળ તપાસ કરવા કહ્યું

|

Apr 22, 2022 | 7:25 PM

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ (Rakesh Asthana) ED ડાયરેક્ટર સંજય કુમાર મિશ્રાને પત્ર લખ્યો છે. પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે અંસાર પાસે અનેક બેંક ખાતાઓમાં પૈસા છે અને તેની પાસે કેટલીક મિલકતો પણ છે.

Jahangirpuri Violence: મુખ્ય આરોપી અંસાર પર મની લોન્ડરિંગનો આરોપ, દિલ્હી પોલીસ કમિશનરે EDને PMLA હેઠળ તપાસ કરવા કહ્યું
Rakesh Asthana - File Photo
Image Credit source: PTI

Follow us on

દિલ્હી પોલીસ કમિશનર રાકેશ અસ્થાનાએ (Rakesh Asthana) જહાંગીરપુરી હિંસા કેસના મુખ્ય આરોપી અંસાર સામે મની લોન્ડરિંગના (Money Laundering) આરોપોની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પત્ર લખ્યો છે. એક વરિષ્ઠ અધિકારીએ શુક્રવારે આ જાણકારી આપી. જહાંગીરપુરીનો (Jahangirpuri Violence) રહેવાસી અંસાર હાલમાં પોલીસ કસ્ટડીમાં છે. પોલીસે જણાવ્યું કે 35 વર્ષીય અંસાર જહાંગીરપુરીના બી-બ્લોકનો રહેવાસી છે. તેના પર 16 એપ્રિલે હનુમાન જયંતિના પ્રસંગે કાઢવામાં આવેલા શોભાયાત્રા દરમિયાન થયેલી હિંસાનો મુખ્ય ષડયંત્રકાર હોવાનો આરોપ છે.

વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “પીએમએલએ (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) હેઠળ અંસાર સામેના આરોપોની તપાસ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના ડિરેક્ટર સંજય કુમાર મિશ્રાનેને પત્ર લખવામાં આવ્યો છે.” પોલીસે જણાવ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે અંસાર પાસે અનેક બેંક ખાતાઓમાં પૈસા છે અને તેની પાસે કેટલીક મિલકતો પણ છે, જે જુગારના પૈસાથી ખરીદવામાં આવી છે.

ED હાલની સંપત્તિનું વિશ્લેષણ કરશે

ઘટનાક્રમની પુષ્ટિ કરતા, અધિકારીએ કહ્યું, “અમે સંબંધિત એજન્સી (ED) ને અંસારના કેસમાં મની લોન્ડરિંગ પાસાની તપાસ કરવા અને તેના બેંક ખાતાની વિગતો અને તેની પાસે રહેલી સંપત્તિઓનું વિશ્લેષણ કરવા માટે અપીલ કરી છે.” તેથી જાણી શકાય છે કે કોઈએ આ પૈસા તેણે કોઈ હેતુ માટે આપ્યા હતા અથવા તેણે આ પૈસા જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્વારા મેળવ્યા હતા. આની મદદથી અમે લિંક્સને જોડી શકીશું. મની લોન્ડરિંગની તપાસ દરમિયાન EDને કોઈપણ વ્યક્તિની ધરપકડ કરવાનો અને તેની સંપત્તિને જપ્ત કરવાનો અધિકાર છે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

પોલીસના જણાવ્યા મુજબ, અંસાર અગાઉ હુમલાના બે કેસમાં સંડોવાયેલો જોવા મળ્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. તેની સામે જુગાર ધારા અને આર્મ્સ એક્ટ હેઠળ પણ પાંચ વખત ગુનો નોંધાયો છે. પોલીસે જણાવ્યું કે જહાંગીરપુરી હિંસા કેસમાં અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બે કિશોરોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ હિંસા અંગે કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ગુરુવારે કહ્યું હતું કે જહાંગીરપુરીમાં તાજેતરની સાંપ્રદાયિક હિંસાએ દેશના શાશ્વત સામાજિક માળખાને નબળો પાડવાના કાવતરાનો ખુલાસો કર્યો છે અને તે દેશમાં નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન (NRC)ની જરૂરિયાતને રેખાંકિત કરે છે.

વાતાવરણ ખરાબ કરવાની કોશિશ

તેમણે કહ્યું, મતના વેપારીએ જહાંગીપુરી ઘટનાને લઈને વાતાવરણ બગાડવાનો પ્રયાસ કર્યો છે. શું તેઓ એ જ નથી જેમણે નાગરિકતા સંશોધન અધિનિયમ (CAA) અને રામજન્મભૂમિ ચળવળ સામે વિદ્રોહનો ઝંડો ઉઠાવ્યો હતો? આ એવા તત્વો છે જેઓ દેશમાં શરિયા કાયદો લાગુ કરવા માંગે છે અને હિજાબના સમર્થનમાં આંદોલન કરવા માંગે છે.

આ પણ વાંચો: બ્રિટિશ પીએમ બોરિસ જોન્સનનું મોટું નિવેદન, પુતિન યુક્રેન સામે યુદ્ધ જીતશે, રશિયાને લઈને ભારતના સ્ટેન્ડ પર કીધી મોટી વાત

આ પણ વાંચો: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મધ્યપ્રદેશમાં CAPTના મંચ પરથી કરી મોટી જાહેરાત, ભોપાલમાં બનશે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી

Next Article