Breaking News: ISROએ ચંદ્રયાન-3 મિશન પર નવો Video કર્યો શેર, જાણો ક્યાં મળશે દરેક ક્ષણની અપડેટ
ઈસરોએ કહ્યું કે સિસ્ટમની નિયમિત તપાસ કરવામાં આવી રહી છે. મિશન નક્કી કરેલા સમય પર છે. જો તમે પણ ચંદ્રયાન 3 (Chandrayaan 3) સંબંધિત તમામ માહિતી લાઈવ જોવા ઈચ્છો છો, તો તમે દરેક ક્ષણની અપડેટ સરળતાથી મળી જશે.જાણો ક્યાં જોઈ શકશો.
ચંદ્રયાન-3 (Chandrayaan 3) મિશનને લઈને આખી દુનિયા નજર રાખીને બેઠી છે. આ દરમિયાન ભારતીય અવકાશ સંશોધન સંસ્થાએ એક નવો વીડિયો પોસ્ટ કરીને મિશન વિશે ઉત્સુકતા વધારી છે. એજન્સીએ કહ્યું કે મિશન સમયસર છે. ઈસરોએ કહ્યું કે સિસ્ટમની નિયમિત તપાસ પણ કરવામાં આવી રહી છે. જો તમે પણ ચંદ્રયાન 3 સંબંધિત તમામ માહિતી લાઈવ જોવા ઈચ્છો છો, તો તમે દરેક ક્ષણની અપડેટ સરળતાથી મળી જશે. જો તમે ભારતની આ ઐતિહાસિક જીતને લાઈવ જોવા માંગો છો, તો તમે OTT પ્લેટફોર્મ Hotstar પર લાઈવ જોઈ શકો છો. તમને ચંદ્રયાન 3 નો ઈતિહાસ અને લાઈવ અપડેટ્સ જોવા મળશે.
…. and The moon as captured by the Lander Imager Camera 4 on August 20, 2023.#Chandrayaan_3 #Ch3 pic.twitter.com/yPejjLdOSS
— ISRO (@isro) August 22, 2023
ચંદ્રયાન-3 countdowntohistory લાઈવ
- નેશનલ જિયોગ્રાફિક ચેનલ અને ડિઝની+હોટસ્ટાર પર ચંદ્રયાન-3 #countdowntohistory નું લાઈવ ટેલિકાસ્ટ 23 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યે શરૂ થશે, એટલે કે ચંદ્રની સપાટી પર વિક્રમના ઉતરાણના થોડા કલાકો પહેલા, તમે તેનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો.
- ગૌરવ કપૂર અને લીડિંગ સ્પેસ એક્સપર્ટ આ શોને હોસ્ટ કરશે. આ શો દર્શકોને સમય અને અવકાશની સફર પર લઈ જશે, કાઉન્ટડાઉનને અંતિમ સમય સુધી કેપ્ચર કરશે.
- નેશનલ જિયોગ્રાફિક મુજબ ફ્યુચર એઆર વીઆર ગ્રાફિક્સ અને રસપ્રદ ફેક્ટ્સ સાથે, આ શો આ મિશન પાછળ રોકેટ સાઈન્સ અને ટેક્નોલોજીની બેઝિક બાબતો સમજાવશે.
ISRO ની ઓફિશિયલ યૂટ્યૂબ ચેનલ પર જુઓ લાઈવ
જો તમે ચંદ્રયાન 3નું લેન્ડિંગ લાઈવ જોવા માંગતા હોવ અને એક પણ ક્ષણ ચૂકવા માંગતા નથી, તો તમે તેને ઈસરોની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો.
આ માટે તમારે તેના પર ક્લિક કરવાનું રહેશે – Chandrayaan-3 LIVE Telecast નિર્ધારિત સમય અનુસાર, તે લાઈવ થશે અને તમે ચંદ્રયાન 3 સરળતાથી જોઈ શકશો.
આ પણ વાંચો: Chandrayaan 3 : પ્રથમ વખત ISRO ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે, જાણો શું છે સોફ્ટ લેન્ડિંગ અને હાર્ડ લેન્ડિંગ
આ માટે તમે પહેલાથી જ આ ચેનલને સબ્સ્ક્રાઈબ કરી શકો છો અને તેના નોટિફિકેશનને ચાલુ કરી શકો છો, જેથી જ્યારે ચંદ્રયાન 3નું લાઈવ ટેલિકાસ્ટ થશે, ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. આમ કરવાથી તમે આ ઐતિહાસિક ક્ષણોને તમારી આંખોમાં કેપ્ચર કરી શકશો.