EOS-03 સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ છતાં મિશન થયું ફેલ, ક્રાયોજેનિક એન્જિનમાં આવી ખરાબી

આ ઉપગ્રહ કૃષિ, વનીકરણ, જળ સંસ્થાઓ તેમજ આપત્તિ ચેતવણી, ચક્રવાત મોનીટરીંગ, વાદળ ફાટવું અથવા વાવાઝોડાની દેખરેખ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે મહત્વની માહિતી આપશે

EOS-03 સેટેલાઈટ સફળતા પૂર્વક લોન્ચ છતાં મિશન થયું ફેલ, ક્રાયોજેનિક એન્જિનમાં આવી ખરાબી
ISRO Earth Observation Satellite EOS-03

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ ગુરુવારે સવારે પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ ‘EOS-03’ નું સફળતાપૂર્વક લોન્ચીંગ કર્યું. આ પૃથ્વી નિરીક્ષણ ઉપગ્રહ (EOS) શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરના બીજા લોન્ચ પેડથી સવારે 5:43 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યો હતો. તેને GSLV (Geostationary Satellite Launch Vehicle) -F10 દ્વારા Geosynchronous Transfer Orbit માં મૂકવામાં આવ્યું હતું.

આ ઉપગ્રહને ‘આઈ ઇન ધ સ્કાય’ કહેવામાં આવે છે. કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે EOSની વિશેષતા એ છે કે તે નિશ્ચિત વિસ્તારની વાસ્તવિક સમયની તસવીરો એક નિશ્ચિત અંતરાલમાં મોકલતી રહેશે. તેમણે કહ્યું કે આનાથી કુદરતી આફતો તેમજ ટૂંકા ગાળાની ઘટનાઓ પર ઝડપથી નજર રાખવામાં મદદ મળશે.

આ ઉપગ્રહ કૃષિ, વનીકરણ, જળ સંસ્થાઓ તેમજ આપત્તિ ચેતવણી, ચક્રવાત મોનીટરીંગ, વાદળ ફાટવું અથવા વાવાઝોડાની દેખરેખ સહિત વિવિધ ક્ષેત્રોમાં ઉપયોગ માટે મહત્વની માહિતી આપશે. આ સાથે, દેશની સરહદોની તસવીર પણ વાસ્તવિક સમયે ઉપલબ્ધ કરાવશે.

આ પણ વાંચો: Horoscope Today : દૈનિક રાશિફળ, મેષ 12 ઓગસ્ટ : બિનજરૂરી ખર્ચને નિયંત્રણમાં રાખો, રોકાણ માટે સારો સમય નથી


આ પણ વાંચો: PM Narendra Modi ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લઈ સ્વ-સહાય જૂથોની મહિલા સભ્યો સાથે આજે વાત કરશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati