Israel Scientist Research: તો શું હવે 100 વર્ષથી પણ વધુ જીવશે મનુષ્ય ! અંતે વૈજ્ઞાનિકોએ શોધ્યો લાંબી ઉંમરનો રાઝ

|

Jun 04, 2021 | 6:42 PM

Israel Scientists Research :એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે. ત્યારે ઈઝરાયલના વૈજ્ઞાનિકો (Israel Scientists)ઓ તરફથી સારા સમચાર મળી રહ્યા છે.વૈજ્ઞાનિકો (Scientists)એ એવી શોધ કરી છે. જેનાથી મનુષ્યની ઉંમર 120 વર્ષ સુધી થઈ શકે છે.રિચર્સ દરમિયાન ઉંદરોના જીવનકાળમાં 23 ટકા સુધીનો વધારો થયો છે.

Israel Scientist Research: તો શું હવે 100 વર્ષથી પણ વધુ જીવશે મનુષ્ય ! અંતે વૈજ્ઞાનિકોએ શોધ્યો લાંબી ઉંમરનો રાઝ
Israel Scientist human survive for up to 120 old

Follow us on

Israel Scientist Research : એક બાજુ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે ઈઝરાયલના વૈજ્ઞાનિકો (Israel Scientist) તરફથી સારા સમાચાર મળી રહ્યા છે. વૈજ્ઞાનિકો (Scientist)એ એવી શોધ કરી છે જેનાથી મનુષ્યની ઉંમર 120 વર્ષ સુધી થઈ શકે છે. રિચર્સ (Research) દરમિયાન ઉંદરો(Mouse)ના જીવનકાળમાં 23 ટકા સુધીનો વધારો થયો છે.

લોકોની લાંબી ઉંમર સુધી જીવવાની આશા હોય છે. ઈઝરાયલી વૈજ્ઞાનિકો (Israel Scientist)નું નવું રિચર્સ (Research) તમને ખુશ કરશે. વૈજ્ઞાનિકો (Scientist)એ એવી શોધ કરી છે. જેનાથી મનુષ્યની ઉંમરને 120 વર્ષ સુધી વઘારી શકાય છે. રિચર્સ કરનારી બાર-ઈલાન યૂનિવર્સિટી (Bar-Ilan University)ના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મનુષ્યના શરીરમાં (SIRT-1) નામના પ્રોટીનની માત્રાને વધારી મનુષ્યનું આયુષ લાબું કરી શકાય છે.

ઉંદરો પર પ્રયોગ સફળ રહ્યો

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

વૈજ્ઞાનિકોએ એક પ્રયોગ ઉંદરો (Mouse) પર કર્યો જે સફળ રહ્યો હતો. રિચર્સ (Research) દરમિયાન ઉંદરોના જીવનકાળમાં 23 ટકા સુધીનો વધારો થયો છે. વૈજ્ઞાનિકો (Scientist) નું કહેવું છે કે, આવનારા સમયમાં આ પ્રયોગ મનુષ્ય અને વાંદરો પર કરવામાં આવશે. આશા છે કે, મનુષ્યનું જીવનકાળ વધીને 120 વર્ષ સુધીનું થઈ જશે.

કેમ ખાસ છે SIRT-1 પ્રોટીન 

સંશોધકો હૈમ કોહેન (Haim cohen)નું કહેવું છે કે, આ પ્રોટીન કેન્સરથી બચવવાનું પણ કામ કરે છે. રિચર્સ (Research) દરમિયાન જ્યારે ઉંદરોમાં (SIRT-1) પ્રોટીનની માત્રા વધારવામાં આવી તો ઉંદરોના આયુષ્યમાં વધારો થયો છે. આ પ્રયોગ નર અને માદા બંન્ને ઉંદરો પર કરવામાં આવ્યો હતો. જેમાં નર ઉંદરો (Mouse)ની ઉંમરમાં વધારો જોવા મળ્યો છે. નર ઉંદરોના જીવનકાળ 30 ટકા અને માદા ઉંદરોનું જીવનકાળમાં 15 ટકાનો વધારો થયો છે.

પ્રોટીન ઉંદરોમાં એનર્જી વધારે છે.

કોહેનના જણાવ્યું અનુસાર વૃદ્ધ થયેલા ઉંદરો (Mouse)માં ઉંમરની સાથે એનર્જી ઓછી થઈ જાય છે, પરંતુ તેમના શરીમાં આ પ્રોટીનથી એનર્જીમાં વધારો થયો છે. ઉંદરોમાં જે બદલાવ જોવા મળ્યો છે તેને મનુષ્યમાં પણ લાગુ કરવામાં આવી શકે છે. આશા છે કે, આ  પ્રયોગ અસરદાર સાબિત થશે.

પ્રોટીન વધારનારી દવાની શોધ શરુ

સંશોધક હેમ કોહેન (Haim cohen)એવી દવાઓની શોધખોળમાં લાગી છે જે સરળ અને સુરક્ષિત રીતે મનુષ્યના શરીરમાં (SIRT-1) પ્રોટીનની માત્રાને વધારી શકે, વૈજ્ઞાનિક(Scientist) એવા અણુ વિકસિત કરી રહ્યા છે. જે આ પ્રોટીનને વધારવામાં મદદ કરી શકે છે.

Published On - 6:41 pm, Fri, 4 June 21

Next Article