AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ કિસાન સન્માન નિધીમાં તમારુ નામ છે કે નહી ? ઓનલાઈન ચેક કરવા આટલુ કરો

આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા […]

પીએમ કિસાન સન્માન નિધીમાં તમારુ નામ છે કે નહી ? ઓનલાઈન ચેક કરવા આટલુ કરો
Hardik Bhatt
| Edited By: | Updated on: Dec 05, 2020 | 7:39 AM
Share

આ યોજનામાં સરકાર ખેડુતોના ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.. આ રકમ ત્રણ બરાબર હપ્તામાં ખાતામાં જમા કરાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશભરના કરોડો ખેડુતો માટે કેટલીયે ફાયદકારક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓમાં પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજના ખૂબ મહત્વની છે.. આ યોજના હેઠળ સરકાર ખેડુતોના બેંક ખાતામાં દરવર્ષે 6 હજાર રૂપિયા જમા કરે છે.

pmkisan.gov.in પર ઓનલાઈન જુઓ તમારૂ નામ જો તમે આ યોજનાનો ફાયદો મેળવવા અરજી કરી છે અને હવે તમે તમારૂ નામ લાભાર્થીઓની યાદીમાં જોવા માંગો છો. તો સરકારે તે સુવિધા પણ ઓનલાઈન ઉપલબ્ધ કરાવી છે.. પીએમ કિસાન સમ્માન નિધિ યોજના 2020ની નવી યાદી સરકારી વેબસાઈટ pmkisan.gov.in પર ઓનલાઈન જોઈ શકો છો.

પીએમ કિસાન યોજનાના લાભાર્થી આ રીતે બનાવી શકે છે તેમનું કિસાન ક્રેડિટ કાર્ડ જો તમારી અરજી કોઇ ડોક્યુમેન્ટ ( આધાર, મોબાઈલ નંબર કે બેંક ખાતા ) ના કારણે રોકાઈ છે. તો તમે તે ડોક્યુમેન્ટ ઓનલાઈન પણ અપલોડ કરી શકો છો. જો તમે ખેડુત છો અને આ યોજનાનો લાભ લેવા ઇચ્છો છો તો તમે આ વેબસાઈટની મદદ લઈને તમારૂ નામ ખુદ પણ જોડી શકો છો.

ફાર્મર કોર્નર ટેબમાં અપાઈ છે જાણકારી કેટલીયે સુવિધાઓ ખેડુતો માટે pmkisan.gov.in પર મુકાઈ છે. જેના માટે ખેડુતોએ લોગઇન કરવું પડશે. તેમાં દીધેલા ફાર્મર કોર્નર વાળા ટેબમાં ક્લિક કરવું પડશે. આ ટેબમાં ખેડુતો ખુદ પોતાને પીએમ કિસાન યોજનામાં નોંધણી કરાવી શકે તેવો વિકલ્પ અપાયો છે. અગર જો તમે પહેલાથી જ અરજી આપી રાખી છે અને તમારૂ આધાર કાર્ડ બરાબર રીતે અપલોડ નથી થયું, અથવા તો કોઇ કારણોસર આધાર નંબર ખોટો રજીસ્ટર્ડ થયો છે તો તેની જાણકારી પણ અહીં મળી જશે.

કેવી રીતે કરશો ઓનલાઈન અરજી ? પીએમ કિસાન માનધન યોજનામાં ઓનલાઈન અરજી કરી શકાય છે.. જે ખેડુતોને આ યોજનાનો લાભ સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તે બધાના નામ રાજ્ય-જિલ્લા-તાલુકા-ગામના હિસાબે જોઈ શકાય છે. આમાં સરકારે બધા લાભાર્થીઓની પુરી લીસ્ટ અપલોડ કરી દીધી છે. એટલુ જ નહી, તમારી અરજીની સ્થિતી શું છે તે જાણકારી કિસાન આધાર સંખ્યા, બેંક ખાતા કે મોબાઈલ નંબરના માધ્યમથી પણ જાણી શકાય છે..

નવા નાણાકિય વર્ષમા ઉમેરાય છે ખેડુતોના નામ કેન્દ્ર સરકારે નવા નાણાકિય વર્ષમાં ખેડુતોના નામ ઉમેરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.. નવુ નાણાકિય વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. તેથી તેમા નવા નામનું લિસ્ટ પણ જાહેર કરાશે તેનાથી પહેલા ખેડુતોને તેમના નામને તપાસવા માટે કે નવા નામને ઉમેરવા મટે તક આપી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

g clip-path="url(#clip0_868_265)">