IRCTC Package: ભારત દર્શન ટ્રેનથી કરી આવો 7 જ્યોતિર્લિંગનાં દર્શન, 13 દિવસની ટુરમાં જમવા રહેવા અને ફરવા સાથે થશે માત્ર આટલો ખર્ચ

|

Aug 09, 2021 | 9:00 AM

IRCTC ના આ પેકેજમાં મુસાફરો માટે ટ્રેનના સ્લીપર ક્લાસ દ્વારા મુસાફરી, ધર્મશાળા અથવા હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, તેમને ત્રણેય વખત શુદ્ધ શાકાહારી ખોરાક મળશે.

IRCTC Package: ભારત દર્શન ટ્રેનથી કરી આવો 7 જ્યોતિર્લિંગનાં દર્શન, 13 દિવસની ટુરમાં જમવા રહેવા અને ફરવા સાથે થશે માત્ર આટલો ખર્ચ
પ્રતીકાત્મક તસ્વીર

Follow us on

IRCTC Tour Package : IRCTC એટલે કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન 24 ઓગસ્ટથી ‘ભારત દર્શન ટ્રેન’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ખાસ ટ્રેનથી તમે 7 જ્યોતિર્લિંગની મુલાકાત લઇ શકશો. 24 ઓગસ્ટના રોજ ઉપડતી ટ્રેન 7 સપ્ટેમ્બરે પરત ફરશે. એટલે કે, તે કુલ 13 દિવસનો ધાર્મિક પ્રવાસ હશે. હવે જો તમે વિચારી રહ્યા હોય કે આ ટૂર પેકેજ મોંઘુ હશે. પરંતુ એવું બિલકુલ નથી. આ IRCTC નું ખૂબ જ આર્થિક પ્રવાસ પેકેજ છે. તમને દરરોજ 1000 રૂપિયાથી સસ્તું મળવાનું છે.

યાત્રા ક્યાંથી શરૂ થશે?
IRCTC ના જણાવ્યા અનુસાર, આ યાત્રા ગોરખપુરથી શરૂ થશે. મુસાફરો દેવરિયા, વારાણસી, જૌનપુર શહેર, સુલતાનપુર, લખનૌ, કાનપુર અને ઝાંસીથી પણ પોતાની યાત્રા શરૂ કરી શકે છે. પરત ફરતી વખતે આ ટ્રેન આ બધા જ સ્ટેશન પરથી ગોરખપુર પરત આવશે 24 ઓગસ્ટથી શરૂ થતી આ યાત્રા 13 દિવસની હશે અને ટ્રેન 7 સપ્ટેમ્બરે પરત આવશે.

પેકેજ કેટલું છે અને કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે?
આ IRCTC પેકેજની ફી પેસેન્જર દીઠ 12,285 રૂપિયા છે. આ પેકેજમાં મુસાફરો માટે ટ્રેનના સ્લીપર ક્લાસ દ્વારા મુસાફરી, ધર્મશાળા અથવા હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે, તેમને ત્રણેય વખત શુદ્ધ શાકાહારી ખોરાક મળશે. આ ઉપરાંત, બસો દ્વારા સ્થાનિક પ્રવાસની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ક્યાં-ક્યાં જશે ?
આ વિશેષ ટ્રેન ઉજ્જૈન જશે, જ્યાં ભક્તોને ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આપવામાં આવશે. આ પછી ટ્રેન કેવડિયા પહોંચશે, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લેવામાં આવશે. ત્યારબાદ ‘ભારત દર્શન ટ્રેન’ અમદાવાદ જશે.

અમદાવાદમાં સાબરમતી આશ્રમની મુલાકાત લીધા બાદ ટ્રેન દ્વારકા જશે. ત્યાં દ્વારકાધીશ મંદિર અને સોમનાથ જ્યોતિર્લિંગની મુલાકાત લીધા બાદ ટ્રેન પુણે જશે. પુણેમાં ઘૃણેશ્વર જ્યોતિર્લિંગ, પછી નાસિકમાં ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ઔરંગાબાદમાં ભીમાશંકર જ્યોતિર્લિંગની મુલાકાત લેવામાં આવશે. 13 દિવસનો આ પ્રવાસ હિન્દુ ધર્મના લોકો માટે ખૂબ જ સારો રહેશે.

કેવી રીતે કરી શકશો બુકીંગ
તમે IRCTC ની વેબસાઇટ પર ભારત દર્શન સ્પેશિયલ ટૂરિસ્ટ ટ્રેન માટે ઓનલાઇન બુકિંગ કરી શકો છો. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) ની સાઇટ પર “ભારત દર્શન સ્પેશિયલ ટુરિસ્ટ ટ્રેન” સર્ચ કરવા પર, તમે આ સસ્તું ટૂર પેકેજ વિશે માહિતી જોશો. તમે તેને IRCTC ટૂરિસ્ટ ફેસિલિટેશન સેન્ટર ઝોનલ ઓફિસ અને પ્રાદેશિક ઓફિસમાંથી પણ બુક કરાવી શકો છો. તમે આ લિંક પર પેકેજ વિશે વધુ વિગતો મેળવી શકો છો (https://www.irctctourism.com/pacakage_description?packageCode=NZBD281).

આ  પણ વાંચો : Independence Day: પ્લાસ્ટિકથી બનેલા ધ્વજનો ઉપયોગ ન કરવા કેન્દ્રની રાજ્ય સરકારોને અપીલ

આ પણ વાંચો : Maharashtra: શું રાજ ઠાકરેની MNS સાથે ગઠબંધન કરવા જઈ રહી છે ભાજપ? પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે આપ્યા સંકેત

Next Article