International Flights Restart: ભારતે બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો, 27 માર્ચથી શરૂ થશે સેવાઓ

|

Mar 08, 2022 | 8:56 PM

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે માર્ચ 2020 માં ફ્લાઇટ્સનું સંચાલન સ્થગિત કર્યું હતું. તે સમયે, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો હતો.

International Flights Restart: ભારતે બે વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ હટાવ્યો, 27 માર્ચથી શરૂ થશે સેવાઓ
International Flight - Symbolic Image

Follow us on

ભારતે મંગળવારે બે વર્ષના અંતરાલ બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ (International Flights Restart) પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. કોરોના વાયરસ (Corona Virus) રોગચાળાને કારણે સ્થગિત વિદેશી ફ્લાઇટ્સ 27 માર્ચથી ફરી શરૂ થશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વિશ્વભરમાં વધેલા રસીકરણ કવરેજને ધ્યાનમાં લીધા પછી અને હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી, ભારત સરકારે 27-03-2022 થી એટલે કે ઉનાળાની શરૂઆતથી ભારતથી/ભારત માટે શેડ્યૂલ 2022 કોમર્શિયલ ઇન્ટરનેશનલ પેસેન્જર સર્વિસ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ જાહેરાત કરી, એર બબલ સિસ્ટમ પણ નાબૂદ કરવામાં આવી છે. એર બબલ દ્વારા, બે દેશોને કેટલીક શરતો સાથે એકબીજાના વિસ્તારોમાં ફ્લાઇટ્સ ચલાવવાની મંજૂરી આપવામાં આવી હતી. આ વ્યવસ્થા હેઠળ, જુલાઈ 2020 થી ભારત અને 37 દેશો વચ્ચે વિશેષ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ કાર્યરત છે. ઉડ્ડયન મંત્રાલયે કહ્યું કે આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

માર્ચ 2020 માં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે માર્ચ 2020 માં ફ્લાઇટ્સનું સંચાલન સ્થગિત કર્યું હતું. તે સમયે, કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો હતો. આ કારણે સરકારને ડર હતો કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ દ્વારા ભારતમાં વાયરસ ઝડપથી ફેલાઈ શકે છે. ભારત સિવાય ઘણા દેશોએ તેમની આવનારી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશો સામેલ હતા. જો કે, કોવિડના કેસમાં ઘટાડો થયા પછી, આ દેશોએ તેમના પર લાગેલા નિયંત્રણો હટાવ્યા છે.

ભારતમાં કોવિડના કેસ ઘટી રહ્યા છે

કોવિડના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ત્યારે ભારત સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં રસીકરણનો વ્યાપ પણ વધી રહ્યો છે. તે જ સમયે, ભારતમાં એક દિવસમાં કોવિડ-19 ના 3,993 નવા કેસ નોંધાયા છે, જે 662 દિવસમાં ચેપની સૌથી ઓછી સંખ્યા છે. આ સાથે, રોગચાળાના કુલ કેસોની સંખ્યા વધીને 4,29,71,308 થઈ ગઈ છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 49,948 થઈ ગઈ છે. 108 દર્દીઓના મોતને કારણે મૃત્યુઆંક 5,15,210 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચો : Budget Session: બજેટ સત્રનો બીજો તબક્કો 14 માર્ચથી શરૂ થશે, સવારે 11 વાગ્યાથી શરૂ થશે સંસદના બંને ગૃહોની કાર્યવાહી

આ પણ વાંચો : LAC Dispute: ભારત અને ચીન વચ્ચે કમાન્ડર સ્તરની મંત્રણાના 15 માં રાઉન્ડની બેઠક 11 માર્ચે યોજાશે

Next Article