Tech News: UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો નવો રેકોર્ડ, 1 ટ્રિલિયન ડોલર કરતાં વધી ગયું ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય, તેનો અર્થ જાણો

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર 29 માર્ચ સુધી આ પ્લેટફોર્મ પર 5.04 અબજ વ્યવહારો થયા હતા. ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વધારો 7% કરતા વધુ હતો.

Tech News: UPI ટ્રાન્ઝેક્શને બનાવ્યો નવો રેકોર્ડ, 1 ટ્રિલિયન ડોલર કરતાં વધી ગયું ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય, તેનો અર્થ જાણો
UPI transaction sets new record (PIB)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 9:47 AM

ભારતમાં કોરોના વાયરસ અને ડિજિટલાઈઝેશનના કારણે UPI પેમેન્ટ(UPI Transaction)નો ઉપયોગ પણ વધ્યો છે. તેના માસિક વ્યવહારનું મૂલ્ય 9 લાખ કરોડની નજીક પહોંચી ગયું છે. UPIએ માર્ચમાં પ્રથમ વખત વોલ્યુમમાં 500 કરોડનો આંકડો પાર કર્યો હતો. જે પછી તેનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન (Digital Transaction)  મૂલ્ય FY22માં 1 ટ્રિલિયન ડોલરના આંકને વટાવી ગયું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર 29 માર્ચ સુધી આ પ્લેટફોર્મ પર 5.04 અબજ વ્યવહારો થયા હતા. ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં આ વધારો 7% કરતા વધુ હતો.

FY22માં 45 અબજથી વધુ વ્યવહારો થયા

FY22માં અત્યાર સુધીમાં UPI દ્વારા 45 બિલિયનથી વધુ વ્યવહારો થયા છે, જેનું મૂલ્ય 1 ટ્રિલિયન ડોલરથી વધુ છે. જ્યારે FY21માં લગભગ 22 બિલિયન ટ્રાન્ઝેક્શન UPI દ્વારા થયા હતા. આનો અર્થ એ થયો કે એક વર્ષના ગાળામાં, UPI પરના વ્યવહારોની સંખ્યા અને મૂલ્ય બંને લગભગ બમણા થઈ ગયા છે. UPI દેશમાં ડિજિટલ પેમેન્ટને અપનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

આગામી વર્ષોમાં UPI ટ્રાન્ઝેક્શન વધશે

એવો અંદાજ છે કે આગામી 3-5 વર્ષોમાં UPI એક દિવસમાં એક અબજ વ્યવહારો કરશે, તેને સક્ષમ કરવા માટે ઘણી પહેલ પણ શરૂ કરવામાં આવી છે. જેમાં UPI ની ઑટોપે (Auto Pay) સુવિધા નોંધપાત્ર રીતે ફાળો આપશે. ઉદ્યોગના નિષ્ણાતોના મતે પ્લેટફોર્મ પર દૈનિક વ્યવહારો વધારવા માટે ઑટોપે સુવિધા નિર્ણાયક બની રહેશે.

સાથોસાથ, નાના મૂલ્યના વ્યવહારો UPI પર કરવામાં આવેલી મોટાભાગની ચુકવણીનો મોટો ભાગ છે, તેથી NPCI એ UPI વપરાશકર્તાઓ માટે “ઓન-ડિવાઈસ” વૉલેટ સુવિધા પણ રજૂ કરી છે. RBIએ ઈન્ટરનેટ કનેક્શન વિના ફીચર ફોન પર UPI પણ રજૂ કર્યું છે. UPIની જાહેરાત કરવામાં આવી છે, જેનાથી 40 કરોડથી વધુ લોકો માટે UPIનો વિકલ્પ ખુલે છે.

આ પણ વાંચો: દેશના અનેક રાજ્યોમાં શરૂ થઈ MSP પર ઘઉંની ખરીદી, આ રાજ્યોમાં ટેકાના ભાવ કરતા વધુ મળી રહી છે કિંમત

આ પણ વાંચો: Viral: દિવાલને લાત મારી રહ્યો હતો શખ્સ પછી થયું એવું કે જોઈને રૂવાડા ઉભા થઈ જશે, લોકોએ કહ્યું ‘કર્મનું તાત્કાલિક ફળ’

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">