AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: 3 એપ્રિલે થશે ‘મોટો ધડાકો’! ભારતનું નવું ‘દરિયાઈ બ્રહ્માસ્ત્ર’ તૈયાર, ગાયબ થઈને ‘વાર’ કરવાની તાકાત ધરાવે છે

શું તમે ક્યારેય એવા હથિયાર વિશે સાંભળ્યું છે કે, જે રડારની નજર સામે હોવા છતાં દેખાતું નથી? આગામી 3 એપ્રિલના રોજ ભારતીય નૌસેનાના કાફલામાં એક એવું 'દરિયાઈ બ્રહ્માસ્ત્ર' જોડાવા જઈ રહ્યું છે કે, જે દુશ્મનો માટે રહસ્ય બનીને રહેશે.

Breaking News: 3 એપ્રિલે થશે 'મોટો ધડાકો'! ભારતનું નવું 'દરિયાઈ બ્રહ્માસ્ત્ર' તૈયાર, ગાયબ થઈને 'વાર' કરવાની તાકાત ધરાવે છે
| Updated on: Mar 21, 2026 | 8:31 PM
Share

INS Taragiri ને 3 એપ્રિલના રોજ ભારતીય નૌસેનાના કાફલામાં એડ (Add) કરવામાં આવશે. આ સમારોહની અધ્યક્ષતા રક્ષા મંત્રી રાજનાથ સિંહ કરશે. આ ‘સ્ટીલ્થ ફ્રિગેટ’ માઝગાવ ડોક શિપબિલ્ડર્સ લિમિટેડ, મુંબઈ દ્વારા બનાવવામાં આવી છે. તેમાં 75 ટકાથી વધુ સ્વદેશી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેમાં 200 થી વધુ MSME નું યોગદાન રહ્યું છે.

હાઇ-સ્પીડ અને લાંબા અંતરની કામગીરી માટે સક્ષમ

આ ‘યુદ્ધ જહાજ’ અગાઉની ડિઝાઇન કરતા વધુ આધુનિક છે અને તેનો રડાર સિગ્નેચર ઓછો છે, જે તેને સ્ટીલ્થ ઓપરેશનમાં સક્ષમ બનાવે છે. તે કમ્બાઈન્ડ ડીઝલ અથવા ગેસ પ્રોપલ્શન સિસ્ટમથી ચાલે છે, જે તેને હાઈ સ્પીડ અને લાંબા અંતરના ઓપરેશન માટે સક્ષમ બનાવે છે. તેમાં સુપરસોનિક સરફેસ ટુ સરફેસ મિસાઈલ, મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઈલ અને એન્ટી-સબમરીન વોરફેર સિસ્ટમ જોડાયેલ છે. આ તમામ સિસ્ટમો એક એડવાન્સ કોમ્બેટ મેનેજમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલી છે, જેનાથી ઝડપી પ્રતિક્રિયા શક્ય બને છે.

જહાજનો ઉપયોગ

આ જહાજનો ઉપયોગ હાઈ ઇન્ટેન્સિટી કોમ્બેટની સાથે સાથે માનવીય સહાય અને ડિઝાસ્ટર રિલીફ ઓપરેશન માટે પણ કરી શકાય છે. INS Taragiri પ્રોજેક્ટ 17A ની ચોથી નિલગિરી-ક્લાસ ફ્રિગેટ છે, જે 28 નવેમ્બર 2025 ના રોજ ડિલિવર કરવામાં આવી હતી. તે અગાઉના લિએન્ડર-ક્લાસ જહાજની જગ્યા લે છે, જેણે વર્ષ 1980 થી વર્ષ 2013 સુધી સેવા આપી હતી.

તેમાં બ્રહ્મોસ મિસાઈલ સિસ્ટમ લગાવવામાં આવી છે અને એર ડિફેન્સ માટે MRSAM હાજર છે. આ ઉપરાંત MFSTAR, 76 mm સુપર રેપિડ ગન, 30 mm અને 12.7 mm હથિયારો પણ તેમાં છે. પાણીની નીચેના જોખમોનો સામનો કરવા માટે તેમાં એન્ટી-સબમરીન રોકેટ અને ટોર્પિડો આપવામાં આવ્યા છે.

એક મલ્ટી-મિશન પ્લેટફોર્મ

આ જહાજ મલ્ટી-મિશન પ્લેટફોર્મ છે અને આધુનિક દરિયાઈ પડકારો માટે તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ પણ છે, જે ઓપરેશનને નિયંત્રિત કરે છે. તેનું નિર્માણ 81 મહિનામાં પૂર્ણ કરવામાં આવ્યું હતું. હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) જેવા વિસ્તારોમાં તણાવ વચ્ચે આ ભારતની દરિયાઈ તાકાત અને રક્ષા ક્ષમતાને મજબૂત કરશે.

Breaking News: અમેરિકાના આ એક નિર્ણયથી ગ્લોબલ માર્કેટમાં આવશે ’14 કરોડ બેરલ તેલ’, શું હવે ઈંધણના વધતા ભાવ પર લાગશે ‘બ્રેક’?

Follow Us
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
મોરબીમાં કેનાલ ઓવરફ્લો: પ્રિ-મોન્સુનની ખૂલી પોલ, રસ્તા બન્યા નદી
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
રાજકોટ: ચોમાસા પહેલાં એક્શનમાં મેયર, તમામ કોર્પોરેટરોને આપ્યા આદેશ
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
જામનગરની મહિલાનો, શિવ સાક્ષાત્કારનો દાવો પોકળ !
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
મહિલા PSIએ માર માર્યો ત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ શું કરતી હતી ?
g clip-path="url(#clip0_868_265)">