જો એ દિવસે અંગ્રેજ વકીલ રેડક્લિફે હિંદુઓને છોડી મુસ્લિમોનો પક્ષ ન લીધો હોત તો આજે લાહોર ભારતમાં હોત..
3 જૂન 1947 એ ગવર્નર જનરલ માઉન્ટબેટને ભારત- પાકિસ્તાનના ભાગલાની જાહેરાત કરી હતી. આ એ તારીખ હતી જ્યારે અખંડ ભારતના નક્શા પર કેટલીક રેખાઓ ખેંચી દેવામાં આવી હતી અને કરોડો લોકોના હ્રદયમાં ક્યારેય ન ભૂંસાનારી એક સરહદ બની ગઈ. આમ તો ભાગલા દરમિયાન લાહોર ભારતને મળવાનું પરંતુ કેટલાક લોકોની બેઈમાનીને કારણે લાહોરને ભારતથી અલગ કરી દેવામાં આવ્યુ.

સાહિત્યકાર અસગર વજાહતે તેના એક નાટકનું નામ જિન લાહોર નહીં વૈખ્યા ઓ જનમ્યાઈ નઈ (જેમણે લાહોર નથી જોયુ એ જન્મ્યો જ નથી) એવુ રાખ્યુ છે. આ લાહોર અને લાહોરના લોકોનો અલગ જ મિજાજ જોવા મળે છે. 1947માં સર સિરીલ રેડક્લિફે અખંડ ભારતના નક્શા પર કેટલીક રેખાઓ દોરી અને આ સાથે જ કરોડો લોકોની જિંદગીમાં ક્યારેય ન મિટનારી અમીટ રેખા કોતરાઈ ગઈ. પછી જે લોકોની સવાર અમૃતસરમાં પ્રાર્થના કરવામા અને સાંજ લાહોરના બજારોમાં વેપાર કરવામાં વિતતી હતી. તેમના માટે 50 કિલોમીટરનું અંતર ક્યારેય પુરુ ન થનારુ અંતર બનીને રહી ગયુ જે સદાયને માટે ઈતિહાસમાં એક જખ્મ તરીકે અંકિત થઈ ગયુ. function loadTaboolaWidget() { window._taboola = window._taboola || []; ...
