PM મોદીએ કહ્યું ‘સોનું ન ખરીદો’, નેહરુ સરકારે કહ્યું હતું ‘સોનું દાનમાં આપો’, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે. રાજકીય વર્તુળોમાં પણ તેનુ જુદુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. PM મોદીની આ અપીલ પર રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યુ અને કહ્યુ કે દરેક વખતે તેઓ જનતા પર જવાબદારી ઢોળીને બચી જાય છે. જો કે આ પહેલીવાર નથી જ્યારે કોઈ નેતાએ લોકોને સોનુ ન ખરીદવાની અપીલ કરી હોય. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુથી લઈને પી ચિદમ્બરમ સહિતના આવી અપીલ કરી ચુક્યા છે. હાલ તો મોદીએ ફક્ત સોનું ન ખરીદવાની અપીલ કરી છે. અગાઉની કોંગ્રેસની સરકારોએ તો દેશ માટે સોનુ દાન કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી અને લોકોએ ખોબલે ખોબલે દેશ માટે સોનાનું દાન પણ આપ્યુ હતુ. વાંચો

PM મોદીએ કહ્યું સોનું ન ખરીદો, નેહરુ સરકારે કહ્યું હતું સોનું દાનમાં આપો, લોકોએ મંગળસૂત્ર સુદ્ધાના કર્યા હતા દાન- વાંચો સંકટકાળમાં Goldની ભૂમિકા
| Updated on: May 15, 2026 | 4:30 PM

હાલમાં જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંકટ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશનું ફોરેક્સ રિઝર્વ બચાવવા માટે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનુ ન ખરીદવાની અપીલ કરી છે. જો કે વડાપ્રધાન પહેલા એવા નથી, જેમણે સંકટની સ્થિતિમાં આવી અપીલ કરી હોય. જ્યારે જ્યારે દેશ પર આર્થિક સંકટ આવ્યુ છે, દેશના અનેક નેતાઓ આ પ્રકારની અપીલ કરી ચુક્યા છે. પહેલા તો આવા ચાર કિસ્સા વિશે જાણીએ જ્યારે આર્થિક સંકટની ઘડીમાં જનતા ક્યારે ક્યારે મદદે આવી. 1962માં ઈંદિરા ગાંધીએ મંગળસૂત્ર સહિત સોનાનુ દાન કર્યુ વર્ષ 1962માં ભારત- ચીન યુદ્ધ દરમિયાન તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ નાગરિકોને રાષ્ટ્રીય રક્ષા કોષમાં સોનુ અને પૈસા દાન કરવાની અપીલ કરી હતી. આ ફંડ તત્કાલિન વર્ષ સશસ્ત્ર દળોના જવાનો અને તેમના પરિવારોના કલ્યાણ અને સુરક્ષા પ્રયાસો માટે સ્થાપિત કરવામાં આવ્યા હતા. એ સમયે સરકારે દાન દેવા માટેના ત્રણ ખાસ કારણો પણ આપ્યા હતા. જેમા પહેલુ નાગરિકો અને બાળકોની ભવિષ્યનું રક્ષણ, ભારતની પ્રાદેષિક અખંડિતતાનું જતન અને શાંતિનું રક્ષણ સામેલ હતુ. આ સમયગાળા દરમિયાન...

Published On - 7:06 pm, Tue, 12 May 26

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us