ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ વિરોધી હોવાની છાપ હવે ઉપસી આવી છે. ધર્મના નામે, ભારતથી અલગ થયેલ પાકિસ્તાને, ભાગલા સમયે મૂળ ભારતીયો, પંજાબી, હિન્દુઓ પર કરેલ અત્યાચારોને ભૂલીને પણ પંડિત નહેરુ, પાકિસ્તાનને પ્રિય લાગે તેવી કામગીરી ભારતમાં કરતા આવ્યા હતા. દેશના પ્રથમ વડ઼ાપ્રધાન પંડિત નહેરુની હિન્દુ વિરોધી કામગીરીની ઘટના ભારત આઝાદ થયુ ત્યાર બાદની છે અને આ ઘટના ભાજપના એક નેતાએ હવે પુરાવાઓ સાથે જાહેર કરી છે.

ભારતના પહેલા વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા હિંદુ વિરોધી, જળાભિષેક માટે પાણી લેવાની પણ ના પાડી હતી
| Edited By: | Updated on: Jan 07, 2026 | 6:45 PM

જર્યોતિલીંગમાં સૌ પ્રથમ આવતા ગુજરાતના ગીર સોમનાથના સોમનાથ મંદિરને તોડવા અને લખલૂંટ સંપતિ લુંટી લેવા માટે મહમદ ગઝનીએ આક્રમણ કર્યું હતું. જાહોજહાલીથી ભરપૂર સોમનાથ મંદિરને ગઝનીએ ધ્વસ્ત કર્યું અને લૂંટી લીધુ. આ વાતને આજે એક હજાર વર્ષ પૂર્ણ થયા છે. આ એક હજાર વર્ષમાં સોમનાથનું ગૌરવ પાછુ મેળવવા દેશના પ્રથમ વડાપ્રધાન તો નહીં પરંતુ પ્રથમ રાષ્ટ્રપતિ અને પ્રથમ ગૃહપ્રધાને કામગીરી કરી હતી. ડોકટર રાજેન્દ્ર પ્રસાદ અને સરદાર વલ્લભભાઈ પટેલે, સોમનાથ મંદિરના પુનઃ નિર્માણ કરીને ભવ્ય જીર્ણોદ્ધાર કર્યો. આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ નહોતા ઈચ્છતા કે, સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર થાય. તેઓ પ્રથમ રાષ્ટ્રપતિ ડોકટર રાજેન્દ્ર પ્રસાદ અને પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની સોમનાથ મંદિરના પુનઃ નિર્માણની કામગીરીથી પણ નાખુશ હતા.

કાશ્મિીરી પંડિત એવા જવાહરલાલ નહેરુ કેટલા બધા હિન્દુ વિરોધી હતા તેનો દાખલો ભાજપના નેતા સુંધાશુ ત્રિવેદીએ આપ્યો છે. સુધાંશુ ત્રિવેદીએ, પંડતિ જવાહરલાલ નહેરુએ તે સમયે લખેલા પત્રાચારની વિગતો ઉજાગર કરી છે. એક પત્રમાં હિન્દુ પંડિત જવાહરલાલ નહેરુએ સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર નથી કરાઈ રહ્યો તેમ પાકિસ્તાનના વડાપ્રધાનને જણાવ્યું હતું. ધર્મના નામે, બિનસાંપ્રદાયિક ભારતથી અલગ થયેલ પાકિસ્તાનને ભારતમાં શું થઈ રહ્યું છે તેનો ખુલાસો કરવાની કોઈ જરૂર નહોતી આમ છતા, પંડિત નહેરુ મુસ્લિમ ધર્મના આધારે નવા બનેલા પાકિસ્તાન દેશના વડાને ભારતના કોઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરાતો નથી તેમ લેખિતમાં જણાવ્યું હતું.

ગઝનીના ગાયા ગુણગાન

વડાપ્રધાન પદેથી પંડિત જવાહરલાલ નહેરુએ લખેલા વિવિધ પત્રોની એક પછી એક સ્ફોટક વિગતો જાહેર કરીને ભાજપના પ્રવકત્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, પંડિત નહેરુએ, સોમનાથને કયારેય કરોડો હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર કે પ્રથમ જ્યોર્તિલીંગ તરીકે સ્વીકાર્યું નથી. ગઝનીએ સંપત્તિ લૂંટવા માટે સોમનાથ પર હુમલો કર્યો હતો પરંતુ પંડિત જવાહરલાલ નહેરુએ અંગ્રેજી ભાષામાં લખેલા પુસ્તક “ડિસ્કવરી ઓફ ઈન્ડિયા” માં લખ્યું છે કે ગઝની ધાર્મિક કટ્ટરપંથી નહોતો. જો મહમદ ગઝની ધાર્મિક કટ્ટરપંથી ના હોય તો સોમનાથ મંદિરને ધ્વસ્ત કેમ કર્યું, સોમનાથ મંદિરની લખલુટ સંપતિને કેમ લૂંટી લેવાઈ, સોમનાથને બચાવવા માટે સામનો કરનારાને કેમ મારી નાખ્યા હતા તેવો પ્રશ્નનો ઉત્તર પંડિતના પુસ્તકમા નથી, પણ ગઝનીના એક પ્રકારના ગુણગાન લખેલા છે.

પંડિતે જીર્ણોદ્ધારમાં ખલેલ પહોંચે તેવી કરી કામગીરી

ભાજપના પ્રવકત્તા સુધાંશુ ત્રિવેદીએ, સોમનાથ મંદિર પર ગઝનીના હુમલાના એક હજાર વર્ષ નિમિત્તે કોંગ્રેસના તત્કાલિન નેતા અને દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હિન્દુ હોવા છતા, સોમનાથના જીર્ણોદ્ધારની કામગીરીને મદદરૂપ થવાને બદલે જીર્ણોદ્ધારની કામગીરીમા ખલેલ પહોચે તે પ્રકારની કામગીરી કરી હોવાનો આક્ષેપ કરતા એક પત્ર પણ જાહેર કર્યો છે. સુધાંશુ ત્રિવેદીએ, પત્રની વિગતોને ટાંકીને જણાવ્યું કે, ભારતીય દૂતાવાસને પત્ર લખીને સોમનાથ ટ્રસ્ટને કોઈપણ પ્રકારની સહાય નહીં કરવાનુ સ્પષ્ટપણે જણાવ્યું હતું. આ પત્રમાં સોમનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે જરૂરી એવી પવિત્ર નદીમાંથી પાણી મેળવવાની વિનંતીઓને નહીં માનવા આદેશાત્મક જણાવ્યું હતું.

પાકિસ્તાન સ્થિત ભારતના રાજદૂતને લખેલા પત્રમાં, પંડિત નેહરુએ સોમનાથ મંદિરના અભિષેક માટે સિંધુ નદીના પાણીના ઉપયોગને ઔપચારિક રીતે નકારી કાઢ્યો હતો. નહેરુના પત્રના જવાબરૂપે વિદેશ સચિવ દ્વારા જણાવ્યું હતું કે, વડાપ્રધાને વિનંતીને મંજૂરી આપી નથી, અને આદેશ આપ્યો હતો કે, આવી કોઈપણ વિનંતીઓને અગાઉથી મંજૂર કરવામાં આવે, જેનાથી ભારત સરકાર સમારોહથી દૂર રહી શકે અને તેનું પ્રતીકાત્મક મહત્વ ઘટાડી શકે.

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત નેહરુએ વિદેશ મંત્રાલયના સેક્રેટરી-જનરલ અને વિદેશ સચિવને પણ પત્ર લખીને સોમનાથ ટ્રસ્ટ તરફથી પવિત્ર નદીના પાણી માટેની વિનંતીઓને અવગણવા માટે દૂતાવાસોને સૂચના આપી હતી. આ સ્પષ્ટપણે હિન્દુ ધાર્મિક પ્રવૃત્તિઓના પ્રતીકાત્મક અભિવ્યક્તિઓથી પણ તેમની અગવડતા દર્શાવે છે. તેમણે સ્વીકાર્યું કે તેમણે રાષ્ટ્રપતિ અને કે.એમ. મુનશી બંને સમક્ષ પોતાનો નારાજગી વ્યક્ત કરી દીધી છે.

પંડિત નેહરુએ તત્કાલીન ગૃહમંત્રી સી. રાજગોપાલાચારીને બે વાર પત્ર લખીને સોમનાથ મંદિરના ઉદ્ઘાટનમાં રાષ્ટ્રપતિની ભાગીદારીનો ખુલ્લેઆમ વિરોધ કર્યો હતો, અને કહ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ દ્વારા આ કાર્યક્રમમાં ભાગ ના લે તેવુ ઈચ્છતા હતા.

વિનાશ નહીં, પણ આત્મસન્માનની ગાથા, સોમનાથ પરના હુમલાના 1000 વર્ષ પૂરા થતા, PM મોદીએ બ્લોગમાં લખ્યો લેખ