અમેરિકામાં શશિ થરૂર, મુસ્લિમ દેશોમાં રવિશંકર, ભારતીય સાંસદોનું ડેલિગેશન આ રીતે કરશે નાપાકિસ્તાનનો પર્દાફાશ!

સંજય ઝાન નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદને પણ સામેલ કરવામાં આવ્યા છે. જે સાંસદ નથી. સરકારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયને પણ આ પ્રતિનિધિમંડળમાં સામેલ થવા માટે કહ્યુ હતુ. પરંતુ તેમણે તબિયતનો હવાલો આપી મનાઈ કરી દીધી. શશિ થરૂર અમેરિકામાં ભારતય સાંસદોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી શકે છે.

અમેરિકામાં શશિ થરૂર, મુસ્લિમ દેશોમાં રવિશંકર, ભારતીય સાંસદોનું ડેલિગેશન આ રીતે કરશે નાપાકિસ્તાનનો પર્દાફાશ!
| Updated on: May 17, 2025 | 2:51 PM

વિપક્ષી દળો અને સત્તારૂઢ NDA (રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન) ના સાત નેતાઓનું એક સર્વદળીય પ્રતિનિધિમંડળ આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સનો ભારતનો કડક સંદેશ દેવા માટે અનેક દેશોની મુલાકાતે જશે. સંસદીય કાર્ય મંત્રાલયે શનિવારે જણાવ્યુ કે “ઓપરેશન સિંદૂર અને સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ ભારતની સતત લડાઈના સંદર્ભમાં સાત સર્વદળીય પ્રતિનિધિમંડળ આ મહિનાના અંતમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સદસ્યો સહિત મુખ્ય ભાગીદાર દેશોની મુલાકાત લેશે. સર્વદળીય પ્રતિનિધિમંડળ આતંકવાદના તમામ સ્વરૂપો અને અભિવ્યક્તિઓનો સામનો કરવા માટે ભારતની રાષ્ટ્રીય સહમતિ અને દૃઢ દૃષ્ટિકોણની સામે રાખશે. તેઓ દુનિયાની સામે આતંકવાદ વિરુદ્ધ ઝીરો ટોલરન્સથી દેશના મજબૂત સંદેશને આગળ ધપાવશે. વિવિધ દળોના સાંસદો, પ્રમુખ રાજકીય હસ્તીઓ અને પ્રતિષ્ઠિત રાજનયિક પ્રત્યેક પ્રતિનિધિમંડળનો હિસ્સો હશે.”

સર્વદળીય પ્રતિનિધિમંડળને કોણ-કોણ લીડ કરશે?

જે સાંસદ વિદેશની મુલાકાત દરમિયા સાત પ્રતિનિધિમંડળોનું નેતૃત્વ કરશે તેમા 4 સત્તારૂઢ NDA ના છે. જ્યારે ત્રણ વિપક્ષીદળોના છે. આ સાંસદોમાં કોંગ્રેસના શશિ થરૂર, ભાજપના રવિશંકર પ્રસાદ, જેડીયુના સંજયકુમાર ઝા, ભાજપના બૈજયંત પાંડા, ડીએમકેના કનિમોઝી કરુણાનિધિ, NCP(SP) ના સુપ્રીયા સુલે અને શિવસેનાના શ્રીકાંત એકનાથ શિંદે સહિતના સામેલ છે. દરેક પ્રતિનિધિમંડળ 5 દેશોની મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત 23 મે થી શરૂ થઈને 10 દિવસ સુધી ચાલશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રવિશંકર પ્રસાદના નેતૃત્વવાળુ પ્રતિનિધિમંડળ સાઉદી અરબ, કુવૈત, બહરીન અને અલ્જિરિયા જશે. જ્યારે સુપ્રીયા સુલેના સાંસદોની ટીમ ઓમાન, કેન્યા, દક્ષિણ આફ્રિકા અને મિસરની મુલાકાતે જશે.

વિપક્ષી દળોના આ નેતાઓ પ્રતિનિધિમંડળમાં થશે સામેલ

સંજય ઝાના નેતૃતવવાળુ પ્રતિનિધિમંડળ જાપાન, સિંગાપુર, દક્ષિણ કોરિયા, મલેશિયા અને ઈન્ડોનેશિયા (સૌથી મોટી મુસ્લિમ વસ્તીવાળા દેશ) ની મુલાકાત લે તેવી શક્યતા છે. અનુરાગ ઠાકુર, અપરાજિતા સારંગી, મનિષ તિવારી, અસદુદ્દીન ઔવૈસી, અમરસિંહ, રાજીવ પ્રતાપ રૂડી, સમિક ભટ્ટાચાર્ય, વૃજલાલ, સરફરાજ અહમદ, પ્રિયંકા ચતુર્વેદી, વિક્રમજીત સાહની, સસ્મિત પાત્રા અને ભુવનેશ્વર કલિતા સહિત વિવિધ દળોના સાંસદો આ પ્રતિનિધિ મંડળનો હિસ્સો હશે. સંજય ઝાના નેતૃત્વવાળા પ્રતિનિધિમંડળમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદને પણ સામેલ કરવામાં આવ્યા છે. સલમાન ખુર્શીદ હાલ સાંસદ નથી છતા તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારે તૃણમુલ કોંગ્રેસના સાંસદ સુદીપ બંદોપાધ્યાયને પણ આ મુલાકાતમાં સામેલ થવા માટે કહેવામાં આવ્યુ હતુ પરંતુ તેમણે તબિયતનું કારણ ધરીને મનાઈ કરી દીધી છે. શશિ થરૂર અમેરિકામં ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે.

આ પ્રથમવાર છે કે કેન્દ્ર સરકાર પાકિસ્તાન પ્રેરિત આંતકવાદ પર ભારતનું સ્ટેન્ડ વિશ્વ સમક્ષ સ્પષ્ટ કરવા માટે અનેક દળોના સાંસદોને ડિપ્લોય કરી રહી છે. સંસદીય કાર્યમંત્રી કિરન રિજિજૂ આ આંતરરાષ્ટ્રીય મુલાકાતનુ વ્યવસ્થાપનનું કામ જોઈ રહ્યા છે. ભારતે 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાના જવાબમાં 7 મી મેં એ ઓપરેશન સિંદૂર શરૂ કર્યુ હતુ. આ આતંકી હુમલામાં 26 પ્રવાસીના મોત થયા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ 7 મે એ પાકિસ્તાન અને તેના કબજાવાળા કાશ્મીરમાં જૈશ, લશ્કર અને હિઝબુલ સાથે જોડાયેલા 9 આતંકવાદી ઠેકાણાઓ પર ઍર સ્ટ્રાઈક કરી હતી. જેમા 100 થી વધુ આતંકવાદી માર્યા ગયાય હતા. ભારતના ઉત્તરી અને ઉત્તરી પશ્ચિમી સીમાઓ પર ચાર દિવસ સુધી ચાલેલા સંઘર્ષમાં પાકિસ્તાનને મિસાલઈ અને ડ્રોન્સની મદદથી નાગરિકો અને સૈનિકોની છાવણીને ટાર્ગેટ કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. ભારતે તેમની અત્યાધુનિક ઍર ડિફેન્સ સિસ્ટમથી ન માત્ર દરેક પાકિસ્તાની હુમલાને નિષ્ફળ કર્યા પરંતુ જવાબી કાર્યવાહીમાં દુશ્મનના ચકલાલા, રાવલપિંડી, લાહૌર, જૈકબાબાદ, સરગોધા જેવા મુખ્ય ઍરબેઝ પર ઍર સ્ટ્રાઈક કરી છે.

અગ્નિ મંદિર, ગણેશ પૂજાના ચિહ્ન… ભારતથી ઘણાખરા અંશે મળતી આવે છે પાકિસ્તાનને સમર્થન દેનારા અઝરબૈઝાનની સંસ્કૃતિ– આ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો