AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અંજૂ પર સીમાનો બદલો… તે 5 બાબતો જે પાકિસ્તાનના ઈરાદા પર ઉઠાવે છે સવાલ

પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક મહિના માટે ભારતથી પાકિસ્તાનની મુલાકાતે આવેલી અંજૂએ ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાના રહેવાસી તેના ફેસબુક મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે.

અંજૂ પર સીમાનો બદલો… તે 5 બાબતો જે પાકિસ્તાનના ઈરાદા પર ઉઠાવે છે  સવાલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 9:57 PM
Share

બે દેશ, બે પરિણીત મહિલાઓ અને એક ઓનલાઈન લવ સ્ટોરી… ભારત અને પાકિસ્તાનની સરહદો વચ્ચેના પ્રેમની બે વાર્તાઓ આ દિવસોમાં પ્રાઇમ ટાઈમનો એક ભાગ બની રહી છે. PUBG પ્રત્યેના પ્રેમને કારણે પાકિસ્તાનની સીમા હૈદર દુબઈથી નેપાળ થઈને ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશી હતી.

કેટલાકે સીમા હૈદરના આ પગલાને સાચો પ્રેમ નામ આપ્યું છે તો કેટલાકે તેની પાછળ જાસૂસીનો એંગલ શોધી કાઢ્યો છે. સીમા અને સચિનની લવસ્ટોરી વચ્ચે હવે અંજૂની લવસ્ટોરીએ બધાને ચોંકાવી દીધા છે. હકીકતમાં, ભારતના રાજસ્થાનના ભીવાડીની અંજૂ નામની 35 વર્ષની મહિલા તેના પ્રેમી નસરુલ્લાને મળવા પાકિસ્તાન પહોંચી છે. આ બે મહિલાઓની લવસ્ટોરીએ બે દેશોના દિલના ધબકારા વધારી દીધા છે.

પાકિસ્તાની મીડિયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે એક મહિના માટે ભારતથી પાકિસ્તાનની મુલાકાતે આવેલીઅંજૂએ ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાના રહેવાસી તેના ફેસબુક મિત્ર નસરુલ્લા સાથે લગ્ન કર્યા છે. લગ્ન પહેલા અંજૂએ ધર્મ અપનાવ્યો અને તેનું નામ બદલીને ફમિતા રાખ્યું. આ સમાચાર સામે આવ્યા બાદ ચર્ચાએ જોર પકડ્યું છે કે પાકિસ્તાને સીમા હૈદરનો બદલો લેવા માટે અંજૂનો ઉપયોગ કર્યો છે. તેની પાછળ પાંચ મજબૂત કારણો પણ છે, જે દર્શાવે છે કે પાકિસ્તાને અંજૂ દ્વારા પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે.

1- અંજૂ બે વર્ષથી વિઝાના ચક્કર લગાવી રહી હતી

ભારતના રાજસ્થાનના ભીવાડીની 35 વર્ષીય અંજૂએ વર્ષ 2019માં ફેસબુક પર ખૈબર પખ્તુનખ્વાના અપર ડીર જિલ્લાના રહેવાસી નસરુલ્લા સાથે મિત્રતા કરી હતી. બંને વચ્ચે પ્રેમ ખીલ્યો અને અંજૂએ નસરુલ્લાને મળવાનું પ્લાનિંગ શરૂ કર્યું. પોતાનું સપનું પૂરું કરવા માટે અંજૂએ પાકિસ્તાની હાઈ કમિશનના ચક્કર લગાવવાનું શરૂ કર્યું. જણાવી દઈએ કે અંજૂ લગભગ બે વર્ષથી પાકિસ્તાન હાઈ કમિશનને ફોલો કરી રહી હતી, પરંતુ સીમા હૈદરનો મામલો ગરમ થતાં જ કમિશને અંજૂને વિઝા ઈશ્યૂ કર્યા.

2- પ્લાન હેઠળ અંજૂની લવસ્ટોરી લીક થઈ હતી

અંજૂ પરિવારથી છુપાઈને પાકિસ્તાન ગઈ હતી. અંજૂએ તેના પતિને જાણ કરી હતી કે તે જયપુર જઈ રહી છે પરંતુ તે વાઘા બોર્ડર થઈને પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પહોંચી હતી. જો અંજૂ પાકિસ્તાનમાં મિત્રને મળવા આવી હોય તો તેને મીડિયામાં લાવવાની શું જરૂર હતી. વાસ્તવમાં, સીમા હૈદરના કેસ પછી જે રીતે પાકિસ્તાનનું નામ ઉછળ્યું છે તેને ધ્યાનમાં રાખીને અંજૂની લવસ્ટોરી જાણીજોઈને સામે લાવવામાં આવી છે.

3- અંજૂ પર દબાણમાં આ વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો

સીમા હૈદરને જે મીડિયા કવરેજ મળ્યું તેનાથી પાકિસ્તાન ચોંકી ગયું. પાકિસ્તાનના ઘણા લોકોએ સીમા હૈદરને પરત મોકલવાની વાત કરી હતી, જોકે સીમા હૈદરે પોતે પાકિસ્તાન ન જવાની વાત કરી હતી. આ જાણીને પાકિસ્તાન અંજૂ પર ગુસ્સે થઈ ગયું અને તેને ભારત પાછા જવાનું કહ્યું. પાકિસ્તાન ઈચ્છે છે કે જે રીતે અંજૂ તેમના દેશમાં આવી હતી અને થોડા દિવસ રોકાઈને પાછી જશે, એ જ રીતે હવે સીમા હૈદરને પણ પરત મોકલવામાં આવે.

4- અંજૂનું ધર્મપરિવર્તન થયું, તેનું નામ પણ બદલાઈ ગયું

ભારત આવ્યા બાદ સચિન મીનાએ જે રીતે હિંદુ ધર્મ અપનાવ્યો છે તેનાથી પાકિસ્તાન નારાજ છે. સીમા હૈદર ભારતમાં સાડી પહેરે છે અને તેના કપાળ પર સિંદૂર લગાવે છે. સીમા અને સચિન વિશે માહિતી મળી છે કે બંનેએ નેપાળના પશુપતિનાથ મંદિરમાં લગ્ન કર્યા હતા. આનો બદલો લેવા માટે પાકિસ્તાનમાં તેના મિત્રને મળવા આવેલી અંજૂનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું અને તેનું નામ ફાતિમા રાખવામાં આવ્યું. અંજૂ અને નસરુલ્લાએ હંમેશા આગ્રહ રાખ્યો છે કે તેમની સગાઈ અને લગ્નની કોઈ યોજના નથી, પરંતુ અંજૂએ જે રીતે ઉતાવળમાં લગ્ન કર્યાં છે, તે શંકા પેદા કરે છે.

આ પણ વાંચો : સત્ય જાણવાને બદલે વિપક્ષ રાજકીય રોટલા શેકી રહ્યો છે – ધર્મેન્દ્ર પ્રધાન

5- અંજૂના લગ્ન કરાવીને નિકાહનામા વાયરલ કરવામાં આવ્યા હતા

રાજસ્થાનના ભીવાડીની અંજૂ અને ખૈબર પખ્તુનખ્વાના નસરુલ્લાને બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. સીમા હૈદર અને સચિન મીનાના લગ્નની તસવીરો જે રીતે વાઈરલ થઈ, તેનાથી પાકિસ્તાન પરેશાન થઈ ગયા. આ જ કારણ છે કે અંજૂ અને નસરુલ્લાના લગ્ન અને નિકાહનામાના ફૂટેજ સુનિયોજિત કાવતરા હેઠળ વાયરલ કરવામાં આવ્યા છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">