ISRO પિક્સેલ-ઈન્ડિયા સ્ટાર્ટઅપનો સેટેલાઈટ લોન્ચ કરશે, ઘટનાઓની 24 કલાકમાં રિયલ ટાઈમ ઈમેજ મળશે

|

Dec 18, 2020 | 10:38 PM

ઈસરો (ISRO) આગામી 8 મહિનામાં પહેલીવાર કોઈ ખાનગી કંપનીનો ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલશે.

ISRO પિક્સેલ-ઈન્ડિયા સ્ટાર્ટઅપનો સેટેલાઈટ લોન્ચ કરશે, ઘટનાઓની 24 કલાકમાં રિયલ ટાઈમ ઈમેજ મળશે

Follow us on

ઈસરો (ISRO) આગામી 8 મહિનામાં પહેલીવાર કોઈ ખાનગી કંપનીનો ઉપગ્રહ અંતરીક્ષમાં મોકલશે. બેંગલૂરૂમાં અંતરિક્ષ ટેકનીકથી જોડાયેલા સ્ટાર્ટઅપ પિક્સેલ-ઈન્ડિયાનો અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ “આનંદ” ઈસરોના પીએસએલવી સી-51 રોકેટથી આગલા વર્ષે અંતરીક્ષમાં જશે.

ખેડૂતોને મળશે SMSથી જાણકારી

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

“આનંદ” પૃથ્વી પર થનારી કોઈપણ ઘટના આશરે 24 કલાક સુધીની રીયલ ટાઈમ ઈમેજ ઉપલબ્ધ કરાવશે. પિક્સેલના ઉપગ્રહોની મદદથી સિઝનમાં પાક અને માટીમાં થઈ રહેલા બદલાવની પણ જાણકારી રાખી શકાશે. તેને લઈને કોઈ પગલા લેવાના છે તો તેની સુચના પણ રીયલ ટાઈમ પહોંચાડી શકાશે. જો કે સૂચના સીધી પીક્સેલ ખેડૂતોને નહીં આપે પણ અન્ય કોઈ કંપની કે એજન્સી ડેટા લઈને એસએમએસથી આપશે.

ડેટા દર 24 કલાકે મળશે

આ રીતે વન ક્ષેત્રોમાં થઈ રહેલા બદલાવ અને અન્ય ગ્રામીણ ક્ષેત્રોમાં થઈ રહેલા બદલાવની જાણકારી પણ રીયલ ટાઈમ મળશે. અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટથી આવી નજર અત્યારે પણ રાખી શકાય છે પણ પિક્સેલનો ડેટા દર 24કલાકે મળશે. પિક્સેલના 2 સંસ્થાપકોમાંથી એક ક્ષિતીજ ખંડેલવાલે કહ્યું હતું કે “આ ઉપગ્રહોથી સમસ્યાઓને જલ્દીથી ઓળખી શકાશે અને તાત્કાલીક સમાધાન આપી શકાશે. પૂર જેવી આપદાઓમાં મેનેજમેન્ટ, જલ અને વાયુ પ્રદૂષણ પર પણ નજર રાખી શકાશે.

 

આ પણ વાંચો: FORBES ટોપ-10 ખેલાડી યાદીઃ ફેડરરે સૌથી વધુ કમાણી કરવામાં રોનાલ્ડો અને મેસીને પણ પાછળ મૂકી દીધા

2023 સુધી કુલ 24 ઉપગ્રહ લોન્ચ કરાશે

પિક્સેલ ઈન્ડિયા એક અર્થ ઈમેજીંગ સ્ટાર્ટઅપ છે. જે 2023 સુધી કુલ 24 ઉપગ્રહ લોન્ચ કરશે. બધા જ ઉપગ્રહો ઈસરોના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટથી આકાર અને ખર્ચની સરખામણીએ 10 ગણા નાના હશે પણ દરેક 24 ઉપગ્રહો અંતરીક્ષમાં સ્થાપીત થયા બાદ તેની ક્ષમતા 24 કલાકમાં ગ્લોબલ કવરેજની હશે.

ગૂરૂવારે પીએસએલવી સી-50 રોકેટ થકી સીએમએસ-1ના સફળતાપૂર્વક લોન્ચીંગ બાદ ઈસરોના ચેરમેન ડો. કે. શિવને કહ્યું હતું કે ભારત માટે આગલા પીએસએલવી સી-51 મિશન ખાસ હશે. તેના થકી આનંદ ઉપગ્રહ અંતરીક્ષમાં જશે. મહત્વનું છે કે અંતરીક્ષમાં સુધારા લાગુ થયા બાદ ખાનગી ક્ષેત્ર દ્વારા ઈસરોની સુવિધાનો ઉપયોગ કરીને આ પહેલી ગતિવિધી હશે. આનંદ સાથે બે નેનો સેટેલાઈટ ચેન્નાઈ સ્ટાર્ટઅપ સ્પેસકિડ્સનો “સતીશ” અને યુનિવર્સિટી કોન્સોટિયમનો “યુનીવસેટ” પણ મોકલાશે.

Next Article