ભારતીય રેલવે ગુજરાતના મુસાફરો માટે દોડાવવા જઈ રહી છે આ સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગતો

|

Jan 13, 2023 | 9:50 AM

ધુમ્મસના કારણે Indian Railwayએ ઘણી ટ્રેનો રદ કરવામાં આવી હોવાના કારણે સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને હાલ તહેવારની સીજન હોવાના કારણે મુસાફરો પોતાના ઘરે જવા માટે વધારે ટ્રેનનો ઉપયોગ કરતા હોવાથી તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ભારતીય રેલવે ગુજરાતના મુસાફરો માટે દોડાવવા જઈ રહી છે આ સ્પેશિયલ ટ્રેનો, જાણો વિગતો
Image Credit source: Tv9 ભારતવર્ષ

Follow us on

Indian Railway Special Train: ભારતીય રેલવેએ મુસાફરોની સમસ્યાઓના નિરાકરણ માટે વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે. જેથી રેલવે મુસાફરોને રાહત મળી શકે. રેલવેએ ધુમ્મસના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવતા સ્ટેશનો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ ટ્રેન

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે અને વધારે મુસાફરોને જોઈ બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ અને અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુધી વિશેષ ભાડા સાથે સુપરફાસ્ટ વિશેષ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરએ ટ્રેનોની વિગતો આપી હતી.

સ્પેશ્યલ ટ્રેનનો સમય અને તારીખ

ટ્રેન નંબર 09141 બાંદ્રા ટર્મિનસથી અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ 14મી જાન્યુઆરી, 2023ના રોજ સવારે 05.30 કલાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 2.10 કલાકે અમદાવાદ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, સુરત અને વડોદરા સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

 

આ પણ વાંચો: ગાંધીનગર-અમદાવાદ-મુંબઇ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન થઇ શરુ, જાણો કેટલા વાગે ઉપડશે ટ્રેન અને કેટલા હશે ટિકિટના ભાવ

 

ટ્રેન નંબર 09414 અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 15મી જાન્યુઆરી, 2023ના રોજ રવિવારે અમદાવાદથી સવારે 06:00 કલાકે ઉપડશે અને તે જ દિવસે બપોરે 12.55 કલાકે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09141 અને 09414નું બુકિંગ 13 જાન્યુઆરી, 2023થી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકો છો.

સુરતથી અમરાવતી ટ્રેન

પશ્ચિમ રેલવે ટ્રેન નંબર 20925/26 સુરતથી અમરાવતી એક્સપ્રેસને બે અઠવાડિયાથી ત્રિ અઠવાડિયા સુધી વધી છે. પશ્ચિમ રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે ટ્રેન નંબર 20925/20926 સુરતથી અમરાવતી એક્સપ્રેસને બે અઠવાડિયાથી ત્રણ અઠવાડિયા સુધી વધારી છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરના જણાવ્યા મુજબ, ટ્રેન નંબર 20925 સુરતથી અમરાવતી એક્સપ્રેસ 19 જાન્યુઆરી, 2023થી શુક્રવાર અને રવિવાર તેમજ ગુરુવારે સુરતથી નિકળશે. આ ઉપરાંત, ટ્રેન નંબર 20926 અમરાવતીથી સુરત એક્સપ્રેસ 20 જાન્યુઆરી, 2023થી સોમવાર અને શનિવાર તેમજ શુક્રવારે અમરાવતીથી દોડશે.

Next Article