AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways : રેલવે જંકશન, ટર્મિનસ અને સેન્ટ્રલ સ્ટેશનમાં શું ફર્ક છે? વાંચો અહેવાલ

આખી દુનિયામાં ભારતમાં દુનિયાનું સૌથી ચોથું મોટું રેલવે નેટવર્ક (Railway Network) છે. અમેરિકા, રશિયા અને ચાઈના બાદ ભારતમાં સૌથી મોટું રેલ નેટવર્ક છે.

Indian Railways : રેલવે જંકશન, ટર્મિનસ અને સેન્ટ્રલ સ્ટેશનમાં શું ફર્ક છે? વાંચો અહેવાલ
Indian Railways
Charmi Katira
| Edited By: | Updated on: May 23, 2021 | 12:43 PM
Share

Indian Railways : આખી દુનિયામાં ભારતમાં દુનિયાનું સૌથી ચોથું મોટું રેલવે નેટવર્ક (Railway Network) છે. અમેરિકા, રશિયા અને ચાઈના બાદ ભારતમાં સૌથી મોટું રેલ નેટવર્ક છે. ભારતમાં આ જ કારણે દેશમાં 7 હજારથીવધુ રેલવે સ્ટેશન છે. લોકો રેલ નેટવર્કને કારણે સૌથી વધુ ટ્રાવેલિંગ કરવા માટે ટ્રેનનો ઉપયોગ કરે છે. ટ્રેન આરામદાયક હોવાની સાથે સાથે સસ્તી પણ હોય છે.

જયારે આપણે ટ્રેનથી સફર કરતા હોય છે ત્યારે કોઈ સ્ટેશનનું નામ ટર્મિનલ (Terminal Station) હોય છે, તો કોઈ સ્ટેશનનું નામ સેન્ટ્લ (Central Station) હોય છે. તો કોઈ સ્ટેશનનું નામ જંકશન (Railway Junction) હોય છે. જેમ કે રાજકોટ જંકશન અને મુંબઈ સેન્ટ્રલ હોય છે. રેલવેમાં ટ્રેનોની ગતિવિધિઓ પર જંકશન, ટર્મિનલ અને સેન્ટ્રલ સ્ટેશન હોય છે. આ બધામાં શું ફર્ક છે તે બહુ જ ઓછા લોકો જાણતા હોય છે. આવો જાણીએ શું છે ફર્ક.

જંકશન શું હોય છે? ભારતમાં 300 થી વધુ જંકશન છે. જંકશન એક એવું સ્ટેશન છે જ્યાં બે કે તેથી વધુ રૂટ નીકળતા હોય છે. એટલે કે ટ્રેન ઓછામાં ઓછા એક સાથે બે રૂટ પર આવી અથવા જઇ શકે છે. એક ઉદાહરણ તરીકે અમદાવાદ જંકશન લો. અહીંથી વડોદરા સ્ટેશન અને મહેસાણા રેલવે સ્ટેશન માટેના રૂટ હોય છે. સૌથી વધુ રૂટવાળું જંકશન મથુરા છે. અહીંથી 7 રૂટ છે. આ બાદ સાલેમ જંકશનથી 6, વિજયવાડા અને બરેલી જંકશનથી 5 રૂટ જાય છે.

સેન્ટ્રલ સ્ટેશન શું હોય છે ? જો કોઈ રેલવે સ્ટેશન પર શહેરના નામ સાથે સાથે ‘સેન્ટ્રલ’ લખ્યું હોય છે. આ સેન્ટ્રલનો મતલબ થાય છે કે આ શહેર સૌથી જૂનું અને પ્રમુખ સ્ટેશન છે. આ સ્ટેશન ટ્રાન્સપોર્ટ માટેનું પણ કેન્દ્ર છે. આ સ્ટેશન પર બાકીના સ્ટેશન કરતા વધુ સુવિધા મળે છે. આ શહેરનું સ્ટેશન સૌથી વ્યસ્ત સ્ટેશન હોય અને અને એરિયા પણ ઘણો મોટો હોય છે. સેન્ટ્રલ સ્ટેશન પર દેશભરના મોટા સ્ટેશનથી ટ્રેન આવે છે.

સેન્ટ્રલ સ્ટેશન દ્વારા મોટા શહેરને બીજા શહેર સાથે જોડી શકાય છે. જો કોઈ શહેરમાં એક કરતા વધુ સ્ટેશન હોય તો ત્યાં પણ એક સેન્ટ્રલ સ્ટેશન હોવું જરૂરી નથી. ભારતની રાજધાની દિલ્હીમાં કોઈ સેન્ટ્રલ સ્ટેશન નથી. ભારતમાં 5 સ્ટેશનો છે જેને સેન્ટ્રલ કહેવામાં આવે છે. મુંબઈ સેન્ટ્રલ, ચેન્નાઈ સેન્ટ્રલ, ત્રિવેન્દ્રમ સેન્ટ્રલ, મેંગ્લોર સેન્ટ્રલ, કાનપુર સેન્ટ્રલ.

ટર્મિનલ શું હોય છે ? ટર્મિનલ અને ટર્મિનસ એક જ હોય છે. જો કોઈ રેલવે સ્ટેશન આગળ કોઈ રેલવે લાઈન નથી તો તેને ટર્મિનલ કે ટર્મિનસ કહેવામાં આવે છે. જેનો મતલબ હોય છે કે જે સ્ટેશન પર પહોંચ્યા બાદ ટ્રેન એ દિશામાં આગળ નથી વધી શકતી. એટલે કે જે દિશામાંથી ટ્રેન આવી હોય છે તે દિશામાં જ ટ્રેન પરત જઈ શકે છે.

દેશમાં હાલ 27 ટર્મિનલ સ્ટેશન છે. દેશના છત્રપતિ શિવાજી ટર્મિનલ અને લોકમાન્ય તિલક ટર્મિનલ દેશના સૌથી મોટા ટર્મિનલ સ્ટેશન છે. આ સાથે જ બાંદ્રા ટર્મિનસ, હાવડા ટર્મિનસ, ભાવનગર ટર્મિનસ અને કોચીન હાર્બર ટર્મિનસ છે.

સ્ટેશન શું છે ? ઉપરની ત્રણ કેટેગરીમાં જે ફિટ નથી તે છે સ્ટેશન. સ્ટેશન એટલે કે રેલવેનું સામાન્ય સ્ટેશન. સ્ટેશનની કોઈ ઓળખ નથી. જો જંકશન, ટર્મિનસ કે સેન્ટ્રલ ના હોય તેને સ્ટેશન તરીકે ઓળખવામાં આવે છે. જ્યાં ટ્રેન આવીને જતી રહી છે. ભારતમાં સૌથી વધુ 8,000 રેલવે સ્ટેશન છે.

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">