AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઘણાં હવાઈ દુશ્મનોને એક સાથે તોડી પાડશે ભારતની આ મિસાઈલ, આ છે તેની ખાસિયતો

ભારતીય નૌકાદળે મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ (MRSAM)નું સફળ પરિક્ષણ કર્યુ. તેની સાથે જ ભારતીય નૌકાદળ એ દેશોમાં સામેલ થઈ ગયુ છે. જેની પાસે આ વિશિષ્ટ ક્ષમતા છે. આ મિસાઈલ 70 કિલોમીટરના વિસ્તારમાં આવનારી મિસાઈલો, ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોનને તોડી પાડશે. તે હવાથી એક સાથે ઘણા દુશ્મનો પર 360 ડિગ્રીમાં એક સાથે હુમલો કરી […]

ઘણાં હવાઈ દુશ્મનોને એક સાથે તોડી પાડશે ભારતની આ મિસાઈલ, આ છે તેની ખાસિયતો
| Updated on: May 18, 2019 | 7:09 AM
Share

ભારતીય નૌકાદળે મીડિયમ રેન્જ સરફેસ ટૂ એર મિસાઈલ (MRSAM)નું સફળ પરિક્ષણ કર્યુ. તેની સાથે જ ભારતીય નૌકાદળ એ દેશોમાં સામેલ થઈ ગયુ છે. જેની પાસે આ વિશિષ્ટ ક્ષમતા છે.

આ મિસાઈલ 70 કિલોમીટરના વિસ્તારમાં આવનારી મિસાઈલો, ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોનને તોડી પાડશે. તે હવાથી એક સાથે ઘણા દુશ્મનો પર 360 ડિગ્રીમાં એક સાથે હુમલો કરી શકે છે. ભારતીય નૌકાદળના જહાજ INS કોચ્ચી અને INS ચેન્નાઈએ પશ્ચિમી સમુદ્ર કિનારા પર તેનું સફળ પરીક્ષણ કર્યુ. તે દરમિયાન અલગ અલગ હવાઈ ટાર્ગેટને ઈન્ટરસેપ્ટ કરવામાં આવ્યા. હવામાં જ ટાર્ગેટને નષ્ટ કરી દીધા હતા.

ભારતીય નૌકાદળ માટે આ મિસાઈલને ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝના સહયોગથી DRDL હૈદરાબાદ અને DRDOને સંયૂક્ત રૂપથી વિકસિત કર્યા છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે MRSAMનું નિર્માણ કર્યુ છે. જમીનથી હવામાં તોડી પાડવાવાળી આ મિસાઈલને કોલકત્તા ક્લાસના વિનાશક યુદ્ધશક્તિમાં લગાવી શકાય છે. ભવિષ્યમાં ભારતીય નૌકાદળના બધી જ યુદ્ધશક્તિમાં તેનો ઉપયોગ થઈ શકે છે.

MRSAMનું વર્તમાન સંસ્કરણ ભારતીય વાયુસેના અને નૌકાદળમાં છે. DRDOએ આ મહત્વકાંક્ષી યોજના માટે ઈઝરાયેલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝની સાથે 17 હજાર કરોડ રૂપિયાનો કરાર કર્યો છે. તેની હેઠળ 40 લોન્ચર્સ અને 200 મિસાઈલ તૈયાર થશે. આવતા વર્ષ સુધી મિસાઈલનો પહેલો સેટ તૈયાર થઈ જશે.

IAIએ ત્યારબાદ કહ્યું હતું કે ભારત અને ઈઝરાયલની વચ્ચે આ સૌથી મોટો સિંગલ કોન્ટ્રાક્ટ છે. MRSAMને INS વિક્રાંત અને નેવી ના કોલકત્તા-કલાસ ડેસ્ટ્રોયર્સ પર ઈન્સ્ટોલ કરવામાં આવશે. અમેરિકા અને રશિયાની સાથે હવે ઈઝરાયલ પણ ભારત માટે મોટો હથિયાર સપ્લાયર બની ગયું છે.

આ પણ વાંચો: ICCએ લોન્ચ કર્યુ વલ્ડૅકપનું ઓફ્શિયલ સોન્ગ ‘Stand By’, તમે સાંભળ્યુ કે નહી?

આ પહેલા ભારતે રશિયાની સાથે S-400 ડિફેન્સ મિસાઈલ સિસ્ટમની ડીલ કરી હતી. જે દેશને હોસ્ટાઈલ જેટ, બોમ્બ, ડ્રોન અને મિસાઈલોથી બચાવી શકે છે. ભારત આને પાકિસ્તાન અને ચીનની સરહદ પર તૈનાત કરી શકે છે. આ ડીલ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુસાફરી દરમિયાન નક્કી થઈ હતી. S-400 એક સાથે 36 જગ્યાએ ટાર્ગેટ બનાવી શકે છે. એક સાથે 72 મિસાઈલ લોન્ચ કરી શકે છે.

MRSAM મિસાઈલની ખાસિયતો

1. 70 કિલોમીટર સુધીના વિસ્તારમાં આવનારી મિસાઈલો, ફાઈટર પ્લેન, હેલિકોપ્ટર, ડ્રોનને તોડી પાડશે.

2. હવાઈ રક્ષા માટે MRSAM મિસાઈલ દરેક વાતાવરણમાં કામ કરી શકે છે.

3. 360 ડિગ્રી પર ફરીને હુમલો કરશે.

4. 2436.6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દુશ્મન પર કરી શકે છે હુમલો.

5. આ મિસાઈલ 14.76 ફુટ લાંબી અને 276 કિલો વજનદાર છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ઈરાન–ઈઝરાયલ યુદ્ધની અસર, મોરબીનો સિરામિક ઉદ્યોગ સંકટમાં
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
ચિંતામાં વધારો થવાની શક્યતા છે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
સિનેમાથી રિલ્સ સુધી: ગુજરાતી સ્ટાર્સનો ડિજિટલ અવતાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
ગુમ બાળકોને લઈ વિમલ ચુડાસમાનો વિધાનસભામાં સરકાર પર પ્રહાર
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
બ્રહ્મવિહારી સ્વામીએ નવા BAPS હિન્દુ મંદિરના લોકાર્પણની કરી જાહેરાત
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
ગુજરાતમાં ગરમીનું ‘ટોર્ચર’ શરૂ, કાળઝાળ ગરમીમાં નાગરિકો બેહાલ
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
શરમજનક ! રસ્તા પર ડામર ઓગળતા લોકોના ચંપલ તૂટ્યા
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ફાઈનલ જીત્યા બાદ કેપ્ટન સૂર્યાએ અડાલજની વાવ ખાતે કરાવ્યુ ફોટોશૂટ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટર પાછળ કર્યો અધધધ ખર્ચ
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
પાટીદાર સમાજને શિક્ષણનો લાભ ન મળતો હોવાનો અગ્રણીઓનો આક્ષેપ- Video
g clip-path="url(#clip0_868_265)">